Farmers Protest: ખેડૂતો આંદોલનને કારણે ઘણી ટ્રેનો કરવામાં આવી રદ, આ રહ્યું લિસ્ટ

આ આંદોલનને કારણે અત્યાર સુધીમાં રેલવેને 2.5 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. જોકે, ખેડૂતોના સંગઠનો હજુ પણ રેલવે ટ્રેક પરથી હટવા તૈયાર નથી. આવી સ્થિતિમાં રેલવેએ 26 અને 27 ડિસેમ્બરે ચાલનારી ટ્રેનોને પણ રદ કરી દીધી છે.

Farmers Protest: ખેડૂતો આંદોલનને કારણે ઘણી ટ્રેનો કરવામાં આવી રદ, આ રહ્યું લિસ્ટ
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 10:10 AM

પશ્ચિમ રેલવેના (Western Railway)  મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ ઉત્તર રેલવેના ફિરોઝપુર ડિવિઝનમાં ખેડૂતોના આંદોલનને (Farmer protest) કારણે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનોને ટૂંકાવી દેવામાં આવી છેટ્રેન નંબર 19415 અમદાવાદ-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ 26 ડિસેમ્બર 2021ના રોજ રદ કરી દેવામાં આવી છે.

ટ્રેન નં. 19416 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-અમદાવાદ એક્સપ્રેસ 28 ડિસેમ્બર 2021.ના રોજ રદ કરી દેવામાં આવી છે. જયારે અન્ય ટ્રેનને ટૂંકાવી દેવામાં આવી છે. ટ્રેન નંબર 19027 બાંદ્રા ટર્મિનસ – જમ્મુ તાવી એક્સપ્રેસ 25મી ડિસેમ્બર, 2021ના રોજ ધુરી જંક્શન ખાતે ટૂંકી ટર્મિનેટ કરવામાં આવી છે. ટ્રેન નંબર 12903 મુંબઈ સેન્ટ્રલ – અમૃતસર ગોલ્ડન ટેમ્પલ મેલ 25મી ડિસેમ્બર, 2021ના રોજ લુધિયાણા જંક્શન ખાતેશોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.

રેલવેએ આ ટ્રેનોને રદ કરી દીધી છે 25 ડિસેમ્બર 2021ની ટ્રેન નંબર 12925 બાંદ્રા ટર્મિનસ – અમૃતસર પશ્ચિમ એક્સપ્રેસ લુધિયાણા જંક્શન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ટ્રેન નંબર 19223 અમદાવાદ-જમ્મુ તાવી એક્સપ્રેસ 25મી ડિસેમ્બર, 2021ના રોજ ભટિંડા ખાતે ટૂંકી ટર્મિનેટ કરવામાં આવી હતી.

ટ્રેન નંબર 12919 ડૉ. આંબેડકર નગર – શ્રી માતા વૈષ્ણો દેવી કટરા માલવા એક્સપ્રેસ 25મી ડિસેમ્બર, 2021ના રોજ નવી દિલ્હી ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.

ટ્રેન નંબર 19224 જમ્મુ તાવી-અમદાવાદ એક્સપ્રેસ 26મી ડિસેમ્બર, 2021ના રોજ ભટિંડાથી શરૂ થશે.

ટ્રેન નંબર 12926 અમૃતસર-બાંદ્રા ટર્મિનસ પશ્ચિમ એક્સપ્રેસ 26મી ડિસેમ્બર 2021ના રોજ ચંદીગઢથી શરૂ થશે. ટ્રેન નંબર 19028 જમ્મુ તાવી – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 27મી ડિસેમ્બર 2021ના રોજ ધુરી જંક્શનથી શરૂ થશે. ટ્રેન નંબર 12904 અમૃતસર-મુંબઈ સેન્ટ્રલ ગોલ્ડન ટેમ્પલ મેલ 26મી ડિસેમ્બર 2021ના રોજ લુધિયાણાથી શરૂ થશે. ટ્રેન નંબર 12920 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – ડૉ. આંબેડકર નગર માલવા એક્સપ્રેસ 26મી ડિસેમ્બર 2021ના રોજ નવી દિલ્હી ખાતે ટૂંકી ટર્મિનેટ કરવામાં આવી છે. ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – જામનગર એક્સપ્રેસ નવી દિલ્હીથી 26મી ડિસેમ્બર, 2021ના રોજ શરૂ થશે. ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસ 27મી ડિસેમ્બર 2021ના રોજ અંબાલાથી ઉપડશે.

અમૃતસર-દિલ્હી રેલ્વે ટ્રેક પર વિરોધ ચાલુ રહ્યો મુસાફરોની અસુવિધાથી રેલવેની આવક પર પણ સીધી અસર પડી છે. આ આંદોલનને કારણે અત્યાર સુધીમાં રેલવેને 2.5 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. જોકે, ખેડૂતોના સંગઠનો હજુ પણ રેલવે ટ્રેક પરથી હટવા તૈયાર નથી. આવી સ્થિતિમાં રેલવેએ 26 અને 27 ડિસેમ્બરે ચાલનારી ટ્રેનોને પણ રદ કરી દીધી છે. પંજાબમાં ખેડૂતો અને મજૂરોએ અમૃતસર-દિલ્હી રેલ્વે ટ્રેક પર લોન માફી અને અન્ય માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે. જેના કારણે ઉત્તર રેલવેના અંબાલા અને ફિરોઝપુર ડિવિઝન પ્રભાવિત થયા છે.

આ પણ વાંચો : Jammu Kashmir Encounter: સુરક્ષા દળોને મળી મોટી સફળતા, ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં 5 આતંકવાદીઓનો બોલાવ્યો ખાત્મો

આ પણ વાંચો : Delhi Air Pollution : દિલ્હીમાં પ્રદૂષણે માજા મૂકી, AQI-430 સુધી પહોંચ્યો, આજે વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">