Surat : રસ્તા પર ઢોળાયેલા ઓઈલના કારણે ટ્રેકટર પલ્ટી ખાઈ જતા સર્જાયો અકસ્માત

|

Sep 15, 2022 | 8:50 AM

ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને ક્રેન બોલાવી ટ્રેક્ટર ને ઊંચકી સાઈડમાં કર્યું હતું. ત્યારબાદ ઢોળાયેલા ઓઇલ પર પાણીનો મારો ચલાવી ઓઇલની સફાઈ કરી હતી.

Surat : રસ્તા પર ઢોળાયેલા ઓઈલના કારણે ટ્રેકટર પલ્ટી ખાઈ જતા સર્જાયો અકસ્માત
Accident of Tractor (File Image )

Follow us on

સુરતના(Surat ) કતારગામ વિસ્તાર માં આવેલ ગજેરા (Gajera )સર્કલ નજીક મેઈન રોડ પર પસાર થઈ રહેલું એક ટ્રેક્ટર (Tractor )અચાનક જ પલટી મારી ગયું હતું  ટ્રેક્ટરની સાથે ખાલી પાણીનું એક ટેન્કર પણ હતું. જોકે ટ્રેક્ટર પલટી જતા આસપાસ માં નાસ ભાગ બચી જવા પામી હતી.

સુરત શહેરમાં દરરોજ માટે અનેક અકસ્માતની નાની મોટી ઘટનાઓ બને છે.  તેવી જ એક ઘટના સુરતના કતારગામ વિસ્તારના ગજેરા સર્કલ નજીક બની હતી. એક ટ્રેક્ટર ખાલી પાણીના ટેન્કર સાથે મેઇન રોડ પરથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન ટ્રેક્ટર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર એકાએક જ પલટી મારી ગયું હતું. ટ્રેક્ટર પલટી મારી જતા ચાલકને પગના ભાગે ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે ટ્રેક્ટર ચાલકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

રસ્તા પર ઓઇલ ઢોળાવાના કારણે સર્જાયો હતો અકસ્માત

અકસ્માતની ઘટના બનતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જોકે ટ્રેક્ટર પલટી મારી જતા ટ્રેક્ટરમાંથી ઓઇલ રોડ પર ઢોળાયું હતું અને અન્ય કોઈ વાહન ચાલકો સ્લીપ ન થાય તેથી પોલીસે રોડ બંધ કરાવ્યો હતો અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને ક્રેન બોલાવી ટ્રેક્ટર ને ઊંચકી સાઈડમાં કર્યું હતું. ત્યારબાદ ઢોળાયેલા ઓઇલ પર પાણીનો મારો ચલાવી ઓઇલની સફાઈ કરી હતી.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

મહત્વનું છે કે આ મેઇન રોડ પર અનેક વાહનો પસાર થાય છે અને ખૂબ જ ટ્રાફિક વાળો આ રોડ છે ટ્રેક્ટર પલટી મારી જતા સદનસીબે ટ્રેક્ટર કોઈ સાથે અથડાયું ના હતું. જો કોઈ સાથે આ ટ્રેકટર અથડાતે તો અકસ્માત ખૂબ ગંભીર બની શકે તેમ હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

Published On - 8:35 am, Thu, 15 September 22

Next Article