સુરતમાં તબીબને ફોનપર મળી ધમકી “ક્લિનિક ચલાવવું હોય તો હપ્તો આપવો પડશે”, જાણો પછી શું થયું?

|

Dec 10, 2023 | 11:50 AM

સુરત : પાંડેસરા આર્વિભાવ સોસાયટીમાં રહેતા ડોક્ટરને સોસાયટીમાં રહેતા ટપોરીએ ક્લિનિક શાંતિથી ચલાવવું હોય તો તે માટે એક લાખની ખંડણી માંગી છે. તબીબ હપ્તો ન આપે તો ક્લિનિક બંધ કરાવી હાથ પગ તોડી નાંખવાની ધમકી આપી હતી. પાંડેસરા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરતમાં તબીબને ફોનપર મળી ધમકી ક્લિનિક ચલાવવું હોય તો હપ્તો આપવો પડશે, જાણો પછી શું થયું?

Follow us on

સુરત : પાંડેસરા આર્વિભાવ સોસાયટીમાં રહેતા ડોક્ટરને સોસાયટીમાં રહેતા ટપોરીએ ક્લિનિક શાંતિથી ચલાવવું હોય તો તે માટે એક લાખની ખંડણી માંગી છે. તબીબ હપ્તો ન આપે તો ક્લિનિક બંધ કરાવી હાથ પગ તોડી નાંખવાની ધમકી આપી હતી. પાંડેસરા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા આર્વિભાવ સોસાયટીમાં રહેતા 43 વર્ષીય ડોક્ટર વિનોદકુમાર રઘુનાથ પ્રસાદ સોસાયટીમાં જ ક્લિનિક ચલાવે છે. તબીબ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સ્થાનિક વ્યક્તિ સામે ફરિયાદ લઈ પોલીસ પાસે પહોંચ્યા હતા.

તબીબે પોલીસને જણાવ્યું હતું કે બંટી બડગુજર નામના વ્યક્તિએ તેની પાસે ખંડણી માંગી છે. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બંટી તેમની સોસાયટીમાં જ રહે છે. દસેક દિવસ પહેલાં ડો.વિનોદના મોબાઈલમાં રાતે એક વાગે ઈમરજન્સી સારવાર માટે પેશન્ટનો ફોન આવ્યો હતો. આ કોલ બાદ તબીબ ક્લિનિક ઉપર સારવાર માટે ગયા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સારવાર કરીને ઘરે પરત ફરતી વખતે બંટીએ તેમને રસ્તામાં રોકી ધમકાવ્યા હતા.  ડો.વિનોદને ધમકી આપવામાં આવી હતી કે આર્વિભાવમાં ક્લિનિક ચલાવવુ હોય તો બંટીને 1 લાખ હપ્તો આપવો પડશે. આમ ન થાય તો ક્લિનિક બંધ કરાવી હાથ પગ તોડી નાખવાની ધમકી આપી હતી.

આ સમયે તકરાર ન થાય તે માટે ડોક્ટરે પેશન્ટના સારવારનું બહાનું બનાવી ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં ફરીથી બંટી ક્લિનિક ઉપર આવ્યો હતો. આ સમયે ક્લિનિકમાં એક નર્સ હતી. જ્યારે ડોક્ટર બહાર હતા. જેથી ફોન પર વાત કરાવી હતી. બંટીએ ફોન કરીને ગાળો આપી કહ્યું હતું કે  “તેરે કો દસ દિન પહેલે ક્લિનિક ચલાને કા 1 લાખ હપ્તા દેને કો બોલા થા અભી તક કયુ નહી દિયા હે તુ કહા હે મે તેરે ક્લિનિક બહાર ખડા હુ તે મેરા હપ્તા લે કે આ ઔર પોલીસ કો બતાયા તો તેરે હાથ પેર તોડ દુંગા’ તેવી ધમકી આપી હતી. ડોક્ટરે આ અંગે ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Surat Breaking News : સચિન GIDCની એથર ઈન્ડસ્ટ્રીઝમાંથી લાપતા 7 કામદારોના મૃતદેહ મળી આવ્યા, બુધવારે વિસ્ફોટ બાદ આગ લાગી હતી

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:50 am, Sun, 10 December 23

Next Article