Surat : ડાયમંડ વર્કર યુનિયને પડતર માંગણીઓને લઇને વિરોધ નોંધાવ્યો, પોલીસે કામદારોની અટકાયત કરી

|

Oct 02, 2022 | 5:56 PM

સુરતમાં(Surat)પડતર માંગણીઓને(Demand) લઈને ડાયમંડ વર્કર યુનિયને વિરોધ નોધાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ડાયમંડ વર્કર યુનિયને પોતાની માંગણીઓને લઇને કતારગામ દરવાજા ખાતેથી રેલીના (Protest)  આયોજનની જાહેરાત કરી હતી

Surat : ડાયમંડ વર્કર યુનિયને પડતર માંગણીઓને લઇને વિરોધ નોંધાવ્યો, પોલીસે કામદારોની અટકાયત કરી
Surat Diamond Workers Protest

Follow us on

સુરતમાં(Surat)પડતર માંગણીઓને(Demand) લઈને ડાયમંડ વર્કર યુનિયને વિરોધ નોધાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, ડાયમંડ વર્કર યુનિયને પોતાની માંગણીઓને લઇને કતારગામ દરવાજા ખાતેથી રેલીના (Protest)  આયોજનની જાહેરાત કરી હતી. જો કે રેલી શરૂ થાય તે પહેલા જ ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ અને રત્ન કલાકારોની પોલીસે અટકાયત કરી હતી. સુરત શહેર પહેલેથી હીરા ઉદ્યોગનું એક તરીકે ઓળખાતું આવ્યું છે કારણ કે દેશભર ની અંદર જે હીરા તૈયાર થાય છે 100 હીરામાંથી 90 હીરા સુરત શહેરમાંથી તૈયાર થઈને જોતા હોય છે ખરેખર સુરતની અંદર આજે હીરા ઉદ્યોગ જે ઓળખાય છે તેની પાછળ મહત્વનો પરિબળ રત્ન કલાકારોની મહેનત છે કારણકે સુરત શહેરની અંદર લાખોની સંખ્યાની અંદર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને શહેરો અને બીજાના બીજા રાજ્યોમાંથી આવીને રત્ન કલાકારો આ વ્યવસાય રત્નકલાકરો સંકળાયેલા છે.

ઘણા વર્ષોથી રત્ના કલાકારોની નાની મોટી માંગણીઓ સરકાર સામે કરવામાં આવી છે અનેક અવાજો પણ ઉઠાવવામાં આવ્યા છે છતાં પણ સરકાર ધારવા કોઈ ચોક્કસ રત્ન કલાકારો માટે પોલીસી અથવા તો કોઈ યોજના ઊભી કરવામાં નથી આવી જેથી વર્ષોથી રત્ન કલાકારો પીડાતા આવ્યા છે કારણ કે રત્ન કલાકારો નું કેટલીક જગ્યાએ શોષણ પણ થતું હોય તેવા કિસ્સા બનતા હોય છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દિવાળીમાં કારીગરોને બોનસ આપવામાં આવે તેવી પણ માંગ

આમ આજે સુરત શહેરની અંદર રત્નકલાકાર યુનિયન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પણ તે પહેલા સુરત પોલીસ પરવાનગી વિના જ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી અટકાયત કરવામાં આવી છે.સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકાર પાસેથી લેવાતો વ્યવસાય વેરો નાબૂદ કરવાની માંગ કરી હતી. તે સિવાય દિવાળીમાં કારીગરોને બોનસ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. ઉપરાંત અકસ્માત કે આપઘાતમાં રત્નકલાકારના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે સહિતની વિવિધ માંગને લઈ ડાયમંડ વર્કર યુનિયન મેદાને આવ્યું છે.

Published On - 5:28 pm, Sun, 2 October 22

Next Article