Surat : સુરત કોર્પોરેશનને મળતી જકાતની ગ્રાન્ટમાં 10 ટકાનો વધારો, હવે દર મહિને 64.49 કરોડ મળશે

|

May 10, 2022 | 2:29 PM

મિલકત વેરાની (Tax )આવક બાદ શહેરના વિકાસ માટે સરકાર તરફથી મળતી વિવિધ ગ્રાંટની આવક પર નિર્ભર રહેવુ પડે છે. પરીણામે વારંવાર જકાની ગ્રાંટમાં વધારો કરવાની રજુઆત મનપા દ્વારા કરવામાં આવી હતી.

Surat : સુરત કોર્પોરેશનને મળતી જકાતની ગ્રાન્ટમાં 10 ટકાનો વધારો, હવે દર મહિને 64.49 કરોડ મળશે
Surat Municipal Corporation (File Image )

Follow us on

સુરત મનપાને(SMC)  મળતી ઓક્ટ્રોઇની ગ્રાંટમાં (Grant )10 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી દર મહીને 60.27 કરોડ રૂપિયા સરકાર (Government) દ્વારા ફાળવવામાં આવતા હતા હવે 64.69 કરોડ રૂપિયા મનપાને ચુકવવામાં આવશે. અત્યાર સુધી એક માત્ર 2017માં ગ્રાંટમાં વધારો કરવામાં આવ્યો હતો. સુરત મનપા દ્વારા 15 વર્ષ પુર્વે જકાત નાકા પર ટેક્સ વસુલ કરવામાં આવતો હતો. રાજય સરકાર દ્વારા વર્ષ 2007માં સુરત સહીત રાજયની તમામ મનપામાં ઓકટ્રોય નાબુદ કરવામાં આવ્યો હતો. ઓકટ્રોઇ પેટે વસુલ કરવામાં આવતી રકમની સામે સરકાર દ્વારા મહાનગર પાલિકાઓને ગ્રાંટ ફાળવવામાં આવે છે.

2006 માં સરકારે ઓકટ્રોય નાબૂદ કરતાં મનપાને ગ્રાન્ટ ફાળવવાનું શરૂ કરાયું હતું. શરૂઆત માં સુરત સહીતની મનપાને 40 કરોડ રૂપિયા ગ્રાંટ ફાળવવામાં આવતી હતી. વર્ષ 2017 ગ્રાંટમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જેમાં 7 ટકા એક સરખા તમામ મનપાને આપવામાં આવ્યા હતા. જયારે ૩ ટકા જેતે મનપાને પર્ફોમન્સના આધારે ચુકવવામાં આવતા હતા. એટલે કે દર મહીને મનપાને ગ્રાંટ પેટે 60.24 કરોડ સરકાર દ્વારા ફાળવવામાં આવતા હતા.

મિલકત વેરાની આવક બાદ શહેરના વિકાસ માટે સરકાર તરફથી મળતી વિવિધ ગ્રાંટની આવક પર નિર્ભર રહેવુ પડે છે. પરીણામે વારંવાર જકાની ગ્રાંટમાં વધારો કરવાની રજુઆત મનપા દ્વારા કરવામાં આવી હતી. પરીણામે સરકાર દ્વારા ગ્રાંટમાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. અને 3 ટકા પર્ફોમન્સના આધારે આપવામાં આવશે. એટલે કે સરકાર તરફથી જકાતની ગ્રાંટમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જકાતની ગ્રાંટ પેટે અત્યાર સુધી સરકાર દ્વારા મનપાને 60.24 કરોડ રૂપિયા ફાળવવામાં આવતા હતા. 10 ટકાનો વધારો થતા હવે મનપાને 64.69 કરોડ રૂપિયાની ગ્રાંટ ફાળવવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એક સમય હતો કે ગુજરાતમાં આર્થિક રીતે સુરત મહાનગરપાલિકા સૌથી સદ્ધર મહાનગરપાલિકામાંથી એક ગણાતી હતી. પણ હવે સમયની સાથે પરિસ્થી બદલાઈ ગઈ છે. તેવામાં આવકના સ્ત્રોત ઉભા કરવા માટે મહાનગરપાલિકા મથી રહી છે. વર્ષ 2006માં મહાનગરપાલિકાની જકાતની આવક બંધ કરી દેવામાં આવી હતી ત્યારે મનપાને 600 કરોડની આવક થતી હતી. રાજ્ય સરકારે તેના બદલામાં મહાનગરપાલિકાને ગ્રોથના હિસાબે રૂપિયા આપવાનું આશ્વાસન આપ્યું હતું. જે આજે 15 વર્ષમાં ફક્ત 700 કરોડની આસપાસ જ આપવામાં આવી રહ્યું છે. જે આજે ગ્રોથ પ્રમાણે 1800 કરોડથી વધારે મળવું જોઈએ. આ પણ એક કારણ છે કોર્પોરેશનને હવે વિકાસના કામો માટે મહાનગરપાલિકાને સરકારની ગ્રાન્ટ પર આધાર રાખવો પડે છે. અથવા તો આવકના સ્ત્રોતો ઉભા કરવા કોર્પોરેશનના ગાર્ડન કે પાર્ટી પ્લોટને પીપીપી ધોરણે આપીને ચલાવવા પડી રહ્યા છે.

 

 

 

Next Article