Surat : જેલમાં બેસી આરોપી કરતો હતો ડ્રગ્સનો વ્યાપાર, પોલીસે કરી કાર્યવાહી, જુઓ Video
સુરતના ઉધના વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો સાથે એક ઇસમને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી 48.78 લાખની કિમતનું 487 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે, અને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઓરેન્જ, ગ્રીન અને પર્પલ કલરની ગોળીઓ બનાવી ડ્રગ્સની કરતી હતી હેરાફેરી.

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે બિહાર નાલંદા જિલ્લાના વતની સુબોધસિંગ નામનો ઇસમ ચોરી અને લૂંટ જેવા ગુનામાં બિહારનીન બેઉર જેલમાં કેદ છે. જે જેલમાંથી ડ્રગ્સનો ગેરકાયદેસર વેપલો ચલાવી રહ્યો છે અને ટેલીગ્રામ એપ ઉપર સુરત શહેર ખાતે રહેતા મનોજ રાય નામના ઇસમના સંપર્કમાં છે.
આ સુબોધસિંગે ઉજવવલ કુમાર શર્મા નામના ઈસમને બિહારથી ડ્રગ્સનો જથ્થો લઈને સુરત શહેર ખાતે રહેતા મનોજ રાય મારફતે વેચાણ કરવા સારું બિહારથી રવાના કર્યો છે અને ઉજ્જવલકુમાર શર્મા ટ્રેનમાં બેસીને ઉધના રેલ્વે સ્ટેશન ખાતે ઉતરી મનોજરાય નામના ઈસમને ડ્રગ્સનો જથ્થો ડીલવરી કરવાનો છે.
આ ઈસમ ઉધના રેલ્વે સ્ટેશન પાસે આવેલા ભારત પેટ્રોલપંપ પાસેથી પસાર થનાર છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપી ઉજ્જલકુમાર ઉમેશ શર્માને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 48 લાખ, 72 હજાર 800 રૂપિયાની કિમતનો ડ્રગ્સનો જથ્થો, ઓરેન્જ, ગ્રીન અને પર્પલ કલરની 29.950 ગ્રામ શંકાસ્પદ ગોળીઓ, મોબાઈલ ફોન, સ્કુલ બેગ, મળી તમામ મુદામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર સુબોધસિંગ નામનો ઇસમ પટના બિહાર બેઉર જેલમાં લૂંટ અને ચોરી જેવા ગુનામાં કેદ છે. જે અંગે તપાસ કરતા આરોપી સુબોધસિંગ ગેંગ લીડર છે અને તેની ગેંગમાં 200 થી વધારે ચોરીના ગુનેગારો સામેલ છે.
આ પણ વાંચો : Surat : ઓલપાડમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો, 8 હજાર કિલો ઘી સીઝ કરાયુ, જુઓ Video
આરોપી બેઉર જેલમાં રહી તેના સાગરીતો મારફતે બિહાર, રાજસ્થાન,મધ્યપ્રદેશ, ઝારખંડ, ઉતરપ્રદેશ, ચેન્નાઈ જેવા રાજ્યમાં ગોલ્ડ ફાયનાન્સની ઓફિસોને ટાર્ગેટ કરી તેના સાગરીતોને હથીયાર અને નાણાકીય સગવડ પૂરી પાડી ગોલ્ડ લૂંટના ગુનાને અંજામ આપવાની ટેવવાળો છે.
તેના સાગરીતો મારફતે 300 થી વધુ કિલો ગોલ્ડની લૂંટના ગુનાને અંજામ આપેલો હોવાની માહિતી પણ જાણવા મળી હતી. હાલ ડ્રગ્સના જત્થા સાથે ઝડપાયેલા ઇસમની સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.