Surat : તેર વર્ષ પૂર્વે હત્યા કરી ફરાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

|

Apr 08, 2022 | 7:29 PM

સુરત(Surat) પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આવતાની સાથે એક કામ પહેલા શરૂ કર્યું હતું કે સુરતમાં પેન્ડિંગ ગુના અને વર્ષો જુના ગુનાઓમાં ફરાર કે ક્યારે પકડાયા ન હોય તેવા ઇસમોને ઝડપી પાડવા ટીમો બનાવી હતી તેના ભાગ રૂપે અત્યાર સુધી 22 વર્ષ કે 10 વર્ષ ના જુના આરોપી પણ પકડાયા છે અને એક તો એવો કિસ્સો સામે આવ્યો હતો જેમા 23 વર્ષ પહેલાના ગુનામાં વેશ બદલી ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

Surat :  તેર વર્ષ પૂર્વે હત્યા કરી ફરાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો
Surat Police Arrest Murder Accused

Follow us on

સુરતમાં(Surat)વર્ષ 2009 એટલે કે આજથી 13 વર્ષ પહેલાં સુરતના અમરોલી વિસ્તારમાં થયેલ હત્યાનો(Murder)ફરાર આરોપી ઝડપાઇ ગયો છે. 13 વર્ષ પહેલા સુરતના અમરોલી વિસ્તારમાં મિત્રને પોતાના ઘરે જમવા બોલાવ્યા બાદ તેની સાથે ઝઘડો થતા તેને રિક્ષામાં લઈ જઈને ચપ્પુના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપીને 13 વર્ષ બાદ સુરતના વરાછા વિસ્તારમાં આવ્યો હોવાની વિગત સુરતની ક્રાઈમ બ્રાન્ચને(Crime Branch)મળી હતી. જેની બાદ પોલીસે હત્યામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરતમાં ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસે આ ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓની તપાસ શરૂ કરી છે સાથે-સાથે બળાત્કારના ગુનામાં આરોપી પોલીસ પકડથી દૂર છે તેવા આરોપીઓને પકડી પાડવા માટે બાતમીદારોનું નેટવર્ક મજબૂત કર્યું છે ત્યારે સુરતના અમરોલી વિસ્તારમાં વર્ષ-2009 એટલે કે આજથી 13 વર્ષ પહેલા એક હત્યાની ઘટનાના આરોપી છેલ્લા લાંબા સમયથી પોલીસ પકડથી ભાગતો ફરતો હતો ત્યારે સુરતની ક્રાઈમ બ્રાંચ પોલીસને આજે અંગે બતમીદાર દ્વારા બાતમી મળી હતી.

જેમાં બાયા બંસી તથા મનોજ ઉર્ફે મુન્ના ડાકવા નાઓએ સુરત શહેરમાં અમરોલી સાયણ વસવાડી ફાટક પાસે ભગવાન રામચંદ્ર નાયક સચીન જી.આઇ.ડી.સી. રોડ નંબર 02 માં રહેતા રાજેન્દ્ર પ્રસાદની રૂમમાં સુરત નાઓને તેમના ધરે જમવા માટે બોલાવી તે બાબતે ઝધડો કરી તેની અદાવત રાખી મજકુર ત્રણ આરોપીઓએ તા. 14 /02 /2009 ના રોજ રાત્રે સાયણ વસવાડી ફાટક પાસે પેશાબ કરવાના બહાને રીક્ષા ઉભી રાખી હતી અને ફરીયાદીને ચપ્પુ વડે પેટના ભાગે મારી ફરાર થઇ ગયા હતા. જેથી ભગવાન રામચંદ્ર નાયક ત્રણે આરોપીઓ વિરુધ્ધમાં ફરીયાદ આપી હતી અને સારવાર દરમ્યાન ભગવાન રામચંદ્ર નાયક મોત થયું હતું.

ખાસ કરીને સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આવતાની સાથે એક કામ પહેલા શરૂ કર્યું હતું કે સુરતમાં પેન્ડિંગ ગુના અને વર્ષો જુના ગુનાઓમાં ફરાર કે ક્યારે પકડાયા ન હોય તેવા ઇસમોને ઝડપી પાડવા ટીમો બનાવી હતી તેના ભાગ રૂપે અત્યાર સુધી 22 વર્ષ કે 10 વર્ષ ના જુના આરોપી પણ પકડાયા છે અને એક તો એવો કિસ્સો સામે આવ્યો હતો જેમા 23 વર્ષ પહેલાના ગુનામાં વેશ બદલી ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

આ પણ વાંચો :  ગુજરાતમાં રખડતા ઢોરના કાયદાને લઈ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે આપ્યું આ નિવેદન

આ પણ વાંચો :  Surat : કોર્પોરેશનના શિક્ષકોએ ગ્રેડ પેના ઝડપી અમલ માટે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 7:25 pm, Fri, 8 April 22

Next Article