Surat : પેરોલ જમ્પ કરી નાસતો ફરતો ગુજસીટોકના આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

Baldev Suthar

|

Updated on: Jan 31, 2023 | 7:23 PM

સુરતમા ગુજસીટોકના ગુનામાં ઝડપાઇ ચૂકેલા ટામેટા ગેંગના મુખ્ય સાગરીત અજજુ ટામેટાએ 10માં મહિનામાં વચગાળાના જામીન લીધા હતા.ત્યારબાદ પેરોલ જમ્પ કરી નાસતા ફરતો હતો.જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળતા અજજુ ટામેટાને ઝડપી પાડી જેલ હવાલે કરાયો હતો

Surat :  પેરોલ જમ્પ કરી નાસતો ફરતો ગુજસીટોકના આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
Surat Crime Branch

સુરતમા ગુજસીટોકના ગુનામાં ઝડપાઇ ચૂકેલા ટામેટા ગેંગના મુખ્ય સાગરીત અજજુ ટામેટાએ 10માં મહિનામાં વચગાળાના જામીન લીધા હતા.ત્યારબાદ પેરોલ જમ્પ કરી નાસતા ફરતો હતો.જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળતા અજજુ ટામેટાને ઝડપી પાડી જેલ હવાલે કરાયો હતો. જેમાં સુરતમા 2020ના વર્ષમા ઘણી બધી ગેંગ કાર્યરત થઈ હતી.જે મારામારી લૂંટ મર્ડર સહિતના ગુના આચરતી હતી તે દરમ્યાન સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ઘણી ગેંગ પર ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

અજજુ ટામેટાને ઝડપી પાડી જેલ હવાલે કરવો

જેમાં ટામેટા ગેંગ પણ મુખ્ય હતી.જેમના પર 27- 11-2020 ના રોજ 14 જેટલા ઈસમો પર ગુજસીટોક ટોક કાયદા મુજબ કાર્યવાહી કરી તમામની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી મુખ્ય આરોપી અજજુ ટામેટાને 12-10- 2022 ના રોજ 10 દિવસના વચગાળાના જામીન મંજુર થયા હતા.જેને 10 દિવસ બાદ જેલમાં ફરી હાજર થવાનું હતું.જો કે તે આજદિન સુધી હાજર નહીં થઈ ફરાર થઇ ગયો હતો.જેથી પોલીસને સૂચના મળી હતી કે અજજુ ટામેટાને ઝડપી પાડી જેલ હવાલે કરવો.

આ દરમ્યાન સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે અજજુ ટામેટા માન દરવાજા વિસ્તારમા છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપી અજજુ ટામેટાને ઝડપી પાડવામાં આવ્યો હતો અને જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Gandhinagar : વિકાસ સહાયને સોંપાશે ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ, મોડી સાંજ સુધીમાં અપાઇ શકે છે ઓર્ડર

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati