AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : રાંદેર ઝોનના છ વિસ્તારોમાં 24 કલાક પાણી પુરવઠાની કોર્પોરેશનની યોજના અંતિમ તબક્કામાં

જે કોન્ટ્રાકટરની પસંદગી કરવામાં આવી છે તેને જ 24 કલાક પાણી સપ્લાય કરવા માટે જરૂરી સિસ્ટમ ઉભી કરવા, ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કામગીરી અને 10 વર્ષના મેઇટેનન્સના ઈજારો આપવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત લાવવામાં આવી છે.

Surat : રાંદેર ઝોનના છ વિસ્તારોમાં 24 કલાક પાણી પુરવઠાની કોર્પોરેશનની યોજના અંતિમ તબક્કામાં
Water Supply - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 6:20 PM
Share

સુરત મહાનગરપાલિકાના (Surat Municipal Corporation) રાંદેર ઝોનમાં જહાંગીરપુરા, જહાંગીરાબાદ, રાંદેર, ટીપી સ્કીમ નંબર 29, 30, 42, 43, 44 અને 46 વિસ્તારમાં શહેરીજનોને 24 કલાક પાણી પુરવઠો (Water Network) પૂરો પાડવા માટેની કવાયત મહાનગરપાલિકા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારના જુદા જુદા છ સબઝોનમાં આરસીસી ઓવરહેડ અને નેટવર્કની કામગીરી પૂર્ણતાને આરે છે. 

પરિણામે તંત્ર દ્વારા આ વિસ્તારમાં 24 કલાક પાણી પુરવઠો પૂરો પાડવા માટે જરૂરી સ્કાડા સિસ્ટમ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશનની કામગીરી હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આ વિસ્તારોમાં હયાત નળ ક્નેક્શનોમાં જરૂરી સુધારા વધારા કરવા, નવા નળ કનેક્શન, તમામ કનેક્શનો પર એએમઆર મીટર લગાડવા, મીટર લીડીંગ-બિલિંગ તથા નેટવર્કનું સ્કાડા સિસ્ટમ સહીત મરામત અને નિભાવ 10 વર્ષ સુધી કરવા માટે તંત્ર દ્વારા ટેન્ડર ઇસ્યુ કરવામાં આવ્યું હતું.

કુલ 2 ટેન્ડરર સ્પર્ધામાં હતા. જે પૈકી સૌથી લોએસ્ટ ઓફર સ્વીકારવામાં આવી છે. 24 કલાક પાણી પુરવઠા તબક્કાવાર આખા શહેરમાં આગામી વર્ષોમાં પૂરું પાડવાની મહાનગરપાલિકાની યોજના છે. હાલ નવા કતારગામ ઝોન અને વરાછા ઝોન વિસ્તારમાં 24 કલાક પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. પરંતુ આ યોજનાને શરૂઆતમાં જોઈએ એવું પરિણામ મળ્યું ન હતું.

જોકે તબક્કાવાર આખા શહેરમાં 24 કલાક પાણી પુરવઠાની યોજના અમલમાં બનશે તે નક્કી છે. મહાનગરપાલિકા દ્વારા નવા વિસ્તારો સહિતના આખા સુરત શહેરના પાણી પુરવઠા નેટવર્ક માટેનું માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં પણ આગામી વર્ષોમાં તબક્કાવાર 24 કલાક પાણી પુરવઠો શહેરમાં ઉપલબ્ધ થઇ શકે તે માટેના પ્લાનીંગનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આમ હવે નવા કતારગામ અને વરાછા વિસ્તારમા 24 કલાક પાણીની સુવિધા ઉભી કર્યા બાદ હવે રાંદેર ઝોનમાં પણ પાલિકા દ્વારા 24 કલાક પાણીનું નેટવર્ક ઉભું કરવાનું કામ અંતિમ તબક્કામાં છે. જે કોન્ટ્રાકટરની પસંદગી કરવામાં આવી છે તેને જ 24 કલાક પાણી સપ્લાય કરવા માટે જરૂરી સિસ્ટમ ઉભી કરવા, ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કામગીરી અને 10 વર્ષના મેઇટેનન્સના ઈજારો આપવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત લાવવામાં આવી છે. આવનારી સ્થાયી સમિતિમાં તેના પર મંજૂરીની મહોર મારવામાં આવશે.

આ પણ વાંચો : Surat: મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરે ગતિ પકડી, નવસારી ખાતે અન્ય 40 મીટર બોક્સ ગર્ડરનું કાસ્ટિંગ શરૂ થયું

આ પણ વાંચો : Surat : ટેક્સ્ટાઇલ પાર્ક માટે ત્રણ જિલ્લામાં ચાર લોકેશન પસંદ કરવામાં આવ્યા

g clip-path="url(#clip0_868_265)">