Surat: ઈલેક્ટ્રિક વાહનચાલકો માટે સારા સમાચાર, શહેરમાં ચાર્જિંગ માટે કોર્પોરેશન 25 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરશે

|

May 18, 2022 | 3:31 PM

પ્રતિવર્ષ (Every Year) 20 ટકાના વૃદ્ધિ દરને ધ્યાને રાખી 2030 સુધી શહેરમાં 11 લાખ ઇલેક્ટ્રિક વાહનો દોડતાં થઈ શકે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

Surat: ઈલેક્ટ્રિક વાહનચાલકો માટે સારા સમાચાર, શહેરમાં ચાર્જિંગ માટે કોર્પોરેશન 25 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરશે
Charging Station For Electric Vehicles (File Image )

Follow us on

પ્રદૂષણ(Pollution) નિયંત્રિત કરવાના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા ઈલેક્ટ્રિક (Electric ) વ્હીકલ પોલિસીનો અમલ શરુ કર્યો છે. રાજ્યભરમાં આ પોલિસી (Policy) લાવનારી સુરત કોર્પોરેશન પહેલી મહાનગરપાલિકા છે. આ પોલિસી પ્રમાણે જાહેર પરિવહનની સુવિધા ઉપલબ્ધ કરાવવા ઈલેક્ટ્રિક વ્હીકલ માટે જરૂરી ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન બનાવવા પ્રથમ ફેઝની કામગીરીમાં કોર્પોરેશન દ્વારા જુદાંજુદાં વિસ્તારમાં 50 લોકેશનો પર પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ 50 ચાર્જિંગ સ્ટેશનો પૈકી પહેલા તબક્કામાં સુરતના અલગ અલગ 25 લોકેશનો પર ફાસ્ટ પબ્લિક ચાર્જિંગ સ્ટેશન બનાવીને તેનું 10 વર્ષ સુધી કોમ્પ્રિહેન્સિવ ઓપરેશન અને મેઈન્ટેનન્સ કરવા માટે સુરત કોર્પોરેશન પાસે 13.60 કરોડની લઘુતમ ઓફર આવી છે.

25 ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવા 10.39 કરોડ તથા 10 વર્ષના ઓપરેશન મેઈન્ટેનન્સ માટે 3.20 કરોડની લોએસ્ટ ઓફર: કુલ 50 સ્ટેશનો બનાવવાનું આયોજન

સરકારના ડીપાર્ટમેન્ટ હેવી ઈન્ડસ્ટ્રીઝ (ડીએચઆઇ) દ્વારા ઈલેક્ટ્રિક વ્હીકલ સપ્લાય ઈક્વિપમેન્ટ પર સુરત મહાનગરપાલિકાને 32.25 કરોડની ગ્રાન્ટ ઉપલબ્ધ થઈ છે. આ ગ્રાન્ટના ઉપયોગમાંથી મનપા દ્વારા 50 પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવશે. જેના પહેલા તબક્કામાં 25 ફાસ્ટ ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવા 10 વર્ષના ઓપરેશન મેઈન્ટેનન્સના ટેન્ડર અંતર્ગત મનપા સામે બે એજન્સીઓની ઓફર આવી છે. જે પૈકી લોએસ્ટ ટેન્ડરર એજન્સી દ્વારા 25 લોકેશનો પર ચાર્જિંગ સ્ટેશનો ઉભા કરવા માટે 10.39 કરોડ અને 10 વર્ષ સુધી ઓપરેશન મેઈન્ટેનન્સ કરવા 3.20 કરોડની લોએસ્ટ ટેન્ડર ઓફર કરવામાં આવ્યું છે.

સુરત કોર્પોરેશન દ્વારા આ ચાર્જિંગ સ્ટેશનોની કુદરતી આપત્તિઓ, અકસ્માત, આગ, ચોરીથી થનાર સંભવિત નુક્સાન માટે ભારત સરકારની જનરલ ઈન્શ્યોરન્સ કંપની પાસેથી પ્રોજેક્ટ લાઈફ સુધી વીમો પણ કરાવવાનો રહેશે. આ માટે મનપા દ્વારા ઈન્શ્યોરન્સ કંપની પાસેથી ક્વોટેશન મગાવવામાં આવશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

નોંધનીય છે કે સુરત મનપા દ્વારા ઈલેક્ટ્રિક વાહનો માટે ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનોની સુવિધા ઊભી કરવા માટે કામગીરી થઈ રહી છે અને પ્રતિવર્ષ 20 ટકાના વૃદ્ધિ દરને ધ્યાને રાખી 2030 સુધી શહેરમાં 11 લાખ ઈલેક્ટ્રિક વાહનો દોડતાં થઈ શકે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ માટે અલાયદી પોલિસી તૈયાર કરી છે અને આ પોલિસીના ઘણાં સકારાત્મક પરિણામો પણ ગણતરીના મહિનાઓમાં નજરે પડી રહ્યા છે.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી વાહનચાલકોના ખિસ્સા પર બોજો પણ વધ્યો છે. જેના કારણે લોકો હવે ઈલેક્ટ્રેકિ વાહનો ખરીદવા તરફ વળ્યા છે. એટલું જ નહીં ઈ બાઈક ખરીદવા માંગતા લોકોએ વેઈટિંગમાં રહેવું પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે. આમ, શહેરમાં હવે ઈલેક્ટ્રિક વાહનો ખરીદનાર લોકોની સંખ્યામાં સારો વધારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં ઈ બાઈક ખરીદવા માંગતા લોકોએ વેઈટિંગમાં રહેવું પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે.

Next Article