AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોરોનાની ચિંતા લોકો કરે, કોર્પોરેશનને કોઈ ડર નથી : સફાઈ કર્મચારીઓના સન્માનમાં પાલિકા દ્વારા મોટું આયોજન

આ કાર્યક્રમ સુરતના અઠવા વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમ અથવા અઠવા પાર્ટી પ્લોટ ખાતે યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એ જ ઝોન છે જ્યાં હાલમાં કોરોનાના સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે.

Surat : કોરોનાની ચિંતા લોકો કરે, કોર્પોરેશનને કોઈ ડર નથી : સફાઈ કર્મચારીઓના સન્માનમાં પાલિકા દ્વારા મોટું આયોજન
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 3:13 PM
Share

ભારતના પુર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના(Atal Bihari Vajpeyee ) જન્મ દિવસના એક દિવસ પહેલાં એટલે કે 24 ડિસેમ્બરે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવા માટેનું આયોજન કરી રહી છે . સુરતને સ્વચ્છતામાં બીજો ક્રમ મેળવનારા સુરત મહાનગરપાલિકાના  સફાઈ કર્મચારીઓના સન્માન માટેનો કાર્યક્રમ યોજી રહી છે .

અઠવા પાર્ટી પ્લોટ અથવા ઈન્ડોર સ્ટેડિયમમાં કર્મચારીઓ સાથે વિદ્યાર્થીઓને એકત્ર કરીને સમારોહ યોજવા તૈયારી લોકોને જાહે૨ માં વધુ સંખ્યામાં ભેગા ન થવા તથા નવા વર્ષની ઉજવણી નહી કરવા માટેની સલાહ આપનાર સુરત મહાનગરપાલિકા પોતે જ આઠ હજાર સફાઈ કર્મચારી અને વિદ્યાર્થીના સન્માન કરવા માટેનો કાર્યક્રમ યોજવા માટે કવાયત કરી રહી છે .

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસને સરકાર દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવા માટેની જાહેરાત કરી છે. નોંધનીય છે કે આ કાર્યક્રમ સુરતના અઠવા વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમ અથવા અઠવા પાર્ટી પ્લોટ ખાતે યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એ જ ઝોન છે જ્યાં હાલમાં કોરોનાના સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે.

નોંધનીય છે કે શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા વધતા તંત્ર ની ચિંતા વધી છે. અને હવે તો શહેરમાં ઓમીક્રોન વાયરસે પણ દસ્તક દઈ દીધી છે. લોકોને ભીડભાડવાળી જગ્યાએથી દૂર રહેવા, માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ત્યાં જ આ પ્રકારના કાર્યક્રમો કરીને ખુદ પાલિકા જ જાણે કોરોનાને આમંત્રણ આપી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.

હાલ સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર પણ હુનર હાટ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ રહ્યા છે. તેવામાં આ પ્રકારના આયોજનો શહેરની મુશ્કેલીમાં વધારો કરી શકે છે તેમાં કોઈ બેમત નથી. તેવામાં જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવામાં આવે છે કે પછી તેના પર બ્રેક લગાવવામાં આવે છે.

નોંધનીય છે કે સુરતના વરાછા વિસ્તારમાં ઓમીક્રોન વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. આફ્રિકાથી આવેલા મુસાફરીમાં આ રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા લોકોને વધારે સતર્ક રહેવા પણ અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat : કાપડ પર જીએસટીનો દર યથાવત રાખવા વેપારીઓ દિલ્હી દરબારમાં, નાણામંત્રીને કરી રજુઆત

આ પણ વાંચો : Surat : હાલ કમુરતાની અસર પણ મકરસંક્રાંતિ પછી કાપડ માર્કેટમાં ફરી તેજીના અણસાર

g clip-path="url(#clip0_868_265)">