Surat: કોરોનાથી લગ્નસરાનું કાપડ માર્કેટ ઠપ્પ, કેટલાક કારખાનામાં એક શિફ્ટમાં ચાલી રહ્યું છે કામ

|

Jan 17, 2022 | 4:01 PM

યુપી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં લગ્ન સમારંભો પર અંકુશ હોવાને કારણે સાડી અને ડ્રેસની માંગ ઘટી છે. સુરતના વેપારીઓ હવે જુનો સ્ટોક ખાલી કરીને તેમની મૂડી પાછી ખેંચવા માંગે છે.

Surat: કોરોનાથી લગ્નસરાનું કાપડ માર્કેટ ઠપ્પ, કેટલાક કારખાનામાં એક શિફ્ટમાં ચાલી રહ્યું છે કામ
File Image

Follow us on

કોરોનાના (Corona) કારણે અન્ય રાજ્યોના વેપારીઓ (Textile Traders ) ખરીદી કરવા નથી આવી રહ્યા, જૂના ઓર્ડર પણ કેન્સલ થયા છે, દિવાળી બાદ લગ્નસરામાં (Marriage Season) સારા વેપારની આશા વેપારીઓને હતી. વેપારીઓએ પણ મોટાપાયે ઉત્પાદન શરૂ કર્યું હતું. સાથે જ વેપારીઓએ સ્ટોક પણ જમા કરાવ્યો હતો. પરંતુ કોરોનાના કારણે ઘણા રાજ્યોમાં લગ્ન સમારોહ સહિત અન્ય કાર્યક્રમો પર નિયંત્રણ લાદવામાં આવ્યું છે. આ કારણે છૂટક વેપારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

કોરોનાના કારણે અન્ય રાજ્યોના વેપારીઓ ફરી લોકડાઉનથી ડરી રહ્યા છે. તેથી તેઓએ ખરીદી બંધ કરી દીધી છે. તેની સીધી અસર સુરતના બજાર પર જોવા મળી રહી છે. સુરતના વેપારીઓ પણ તેમનો જૂનો સ્ટોક ક્લિયર કરવા પ્રયાસ કરી રહ્યા છે. તેઓએ નવી ખરીદી પર બ્રેક લગાવી દીધી છે. દોઢ મહિનામાં મોટાભાગની ક્વોલિટી ગ્રેના ભાવ દોઢથી ત્રણ રૂપિયા તૂટ્યા છે.

હજુ પણ વેપારીઓ ગ્રેની ખરીદી કરી રહ્યા નથી, જ્યારે વીવર્સ પણ અઠવાડિયામાં માત્ર 2 દિવસ કારખાનાઓમાં ઉત્પાદન કરી રહ્યા છે. દિવાળીના દિવસોમાં સારો ધંધો થતાં વેપારીઓને આશા હતી કે લગનસરામાં પણ સારો ધંધો થશે, પરંતુ કોરોનાએ સૌની આશા ઠગારી નીવડી છે. દરેક પાસે મોટો સ્ટોક છે. વેપારીઓને ડર છે કે જો તેમનો માલ નહીં વેચાય તો મૂડી ફસાઈ જશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન વેપારીઓને ભારે નુકસાન થયું હતું. તેથી હવે તેઓ જૂના સ્ટોકને પહેલા વેચવા માંગે છે. જેથી તેમણે નક્કી કર્યું છે કે નવો સ્ટોક ન ખરીદવો. ગ્રેનું વેચાણ ન થવાને કારણે ઘણા વીવર્સ હવે એક જ પાળીમાં કામ કરી રહ્યા છે. કોરોનાને કારણે અન્ય રાજ્યોના વેપારીઓ ખરીદી માટે નથી આવી રહ્યા. તેઓએ જે ઓર્ડર આપ્યા હતા તે પણ તેઓ રદ કરી રહ્યા છે.

યુપી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં લગ્ન સમારંભો પર અંકુશ હોવાને કારણે સાડી અને ડ્રેસની માંગ ઘટી છે. સુરતના વેપારીઓ હવે જુનો સ્ટોક ખાલી કરીને તેમની મૂડી પાછી ખેંચવા માંગે છે. તેઓ નવી ખરીદી કરતા નથી. જેના કારણે દિવાળી બાદ ગ્રેના ભાવમાં પણ ત્રણ રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે.

એક અગ્રણી વેપારીના જણાવ્યા પ્રમાણે વેપારીઓ દ્વારા ગ્રેની ખરીદી પર પ્રતિબંધને કારણે અમારી પાસે મોટો સ્ટોક છે. ઓછા ભાવે પણ ગ્રે ખરીદવા કોઈ તૈયાર નથી. નાના અને ભાડેથી લૂમ ચલાવતા વીવર્સને તેમના ખર્ચને પહોંચી વળવા માટે ઓછા ભાવે ગ્રે વેચવું પડે છે.

આ પણ વાંચો : Surat : કોરોનાની ત્રીજી લહેર પિક ઉપર, પણ ગ્રામ્ય વિસ્તારમાં RTPCR લેબ શરૂ કરવાની જાહેરાત પોકળ

આ પણ વાંચો : સુરતમાં નવી સ્કીમ, 1 કિલો પતંગની દોરીની ગુંચ લાવનારને અને 1 કિલો લોચો મફત!

Published On - 2:19 pm, Mon, 17 January 22

Next Article