AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોરોના ઇફેક્ટને લઈ છેલ્લા બે વર્ષમાં મુખ્ય 4 પોસ્ટ ઓફિસમાં 2.37 લાખથી વધુના ખાતા ખુલ્યા

જેમાં 1 એપ્રિલ,2020 થી 31 માર્ચ 2021 સુધીની વાત કરવામાં આવે તો 1,68,589 ખાતાઓ જયારે 1 એપ્રિલ 2021 થી સપ્ટેમ્બર 2021 સુધીમાં અન્ય 69,263 ખાતાઓ નવા ખુલ્યા છે.

Surat : કોરોના ઇફેક્ટને લઈ છેલ્લા બે વર્ષમાં મુખ્ય 4 પોસ્ટ ઓફિસમાં 2.37 લાખથી વધુના ખાતા ખુલ્યા
Surat: Corona effect: Over 2.37 lakh accounts opened in 4 major post offices in last two years
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 3:14 PM
Share

તાજેતરમાં જ નેશનલ પોસ્ટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા દોઢસો વર્ષથી દેશના ખૂણે ખૂણા સુધી સંદેશ વ્યવહારની સુવિધા પહોંચાડનારી પોસ્ટલ સેવા (Postal Service )હવે એક ડગલું આગળ વધીને બેન્કની જેમ બેન્કિંગ સેવા પણ ઝડપી બનાવી રહી છે. જેના કારણે કોરોના પછી શહેરના ઘણા લોકોએ બેન્કિંગને(Banking ) લગતી સેવાઓ પોસ્ટમાંથી મેળવવા માટે પોસ્ટ વિભાગમાં નવા ખાતા પણ ખોલાવ્યા છે. જેનો આંક 2 લાખને પર થઇ ગયો છે.

કોરોના પછી બેન્કિંગ સેવાઓમાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. બેંકમાં પ્રત્યક્ષ રીતે જવાનું ટાળીને લોકો હવે નેટ બેન્કિંગ કે યુપીઆઈ સર્વિસનો ઉપયોગ કરીને આર્થિક વ્યવહારો કરતા શીખ્યા છે. જોકે આ વચ્ચે ઘણા સિનિયર સિટિઝનથી લઈને વિદ્યાર્થી વર્ગના એવા લોકો પણ છે જે નાની નાની બચતો કરતા હોય છે.

કોરોનાના કારણે બેન્ક સેવાઓ તો ઝડપી બની ગઈ છે પણ તેની સામે વ્યાજદરમાં મોટો ફેરફાર નોંધાયો છે. પેન્સનર્સ દ્વારા પોસ્ટની સેવાઓનો લાભ મેળવમાં માટે પોસ્ટ ઓફિસમાં ખાતું ઓપરેટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. સ્થાનિક પોસ્ટ ઓફિસ પાસેથી મળતી માહિતી પ્રમાણે પોસ્ટ ઓફિસ હવે એકમાત્ર પત્રોની ડિલિવરી જ નહીં પણ બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ સેવાઓ પણ આપી રહ્યું છે.

ત્યારે વૈશ્વિક મહામારી પછી લોકો પોતાની મૂડીને રોકાણ સ્વરૂપે મૂકીને તેમાંથી વળતર મેળવવા માટે પોસ્ટ ઓફિસ તરફ આકર્ષાયા છે. જેમાં 1 એપ્રિલ,2020 થી 31 માર્ચ 2021 સુધીની વાત કરવામાં આવે તો 1,68,589 ખાતાઓ જયારે 1 એપ્રિલ 2021 થી સપ્ટેમ્બર 2021 સુધીમાં અન્ય 69,263 ખાતાઓ નવા ખુલ્યા છે.

આમ કોરોના ઈફેક્ટને કારણે છેલ્લા બે વર્ષમાં શહેરીની મુખ્ય ચાર પોસ્ટ ઓફિસોમાં 2.37 લાખથી વધુના ખાતા ખુલ્યા છે. અને પોસ્ટ ઓફિસની બેન્કિંગ સેવા મેળવનારની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. બેકની જેમ જ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ની સુવિધા અને વ્યાજદર યથાવત રહેતા પોસ્ટ તરફ લોકોનું આકર્ષણ વધ્યું છે. છેલ્લા બે વર્ષમાં 2,67, 852 ખાતાઓ ખુલ્યા હોવાનો મત સ્થાનિક અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંંગ, મંદિર અને અરબી સમુદ્રની સુરક્ષા ચુસ્ત

આ પણ વાંચો: કોરોના બાદ અમદાવાદ અન્ય એક રોગના ભરડામાં, ગુલિયન બારી સિન્ડ્રોમે મચાવ્યો કહેર, આવ્યા આટલા કેસ

g clip-path="url(#clip0_868_265)">