Surat : તાપી નદીનું સૌંદર્ય ખીલશે, 13 મીટરનો ક્ન્વેન્શિયલ બેરેજ પ્રોજેક્ટ મંજૂર

|

Jul 22, 2021 | 4:13 PM

સુરત શહેર માટે અત્યંત મહત્વનો ક્ન્વેન્શિયલ બેરેજનો પ્રોજેક્ટ મંજૂર થઇ ચૂક્યો છે. રૂંઢ અને ભાઠા વચ્ચે નદી પાર 13 મીટરની હાઈટનો આ બેરેજ બનશે.

સુરત(Surat)  શહેરની જીવાદોરી સમાન તાપી નદી અત્યારે કતારગામ કોઝવેથી મગદલ્લા સુધી મૃતપાય બની ચૂકી છે. તેવામાં હવે સુરત શહેર માટે અત્યંત મહત્વનો ક્ન્વેન્શિયલ બેરેજનો પ્રોજેક્ટ મંજૂર થઇ ચૂક્યો છે. રૂંઢ અને ભાઠા વચ્ચે નદી પર 13 મીટરની હાઈટનો આ બેરેજ બનશે. તેનાથી તાપી નદીના (Tapi River)   કિનારા પર પિકનિક પોઇન્ટ જેવા પ્રોજેક્ટ સાકાર કરવામાં આગળ વધી શકાશે. આ શક્યતાને ધ્યાનમાં રાખીને સુરતમાં અમદાવાદના રિવરફ્રન્ટ જેવો નયનરમ્ય રિવરફ્રન્ટ સાકાર કરવાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

જેની  માટે 3 હજાર 904 કરોડના અંદાજને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંકે પણ લોન આપવાનો રસ દાખવ્યો છે. આ લોન લેવા માટે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની સહમતી હોવી જરૂરી છે. રૂંઢ અને ભાઠા ગામ વચ્ચે બેરેજ બની જતા પાણીથી ભરેલી તાપી નદીનું સુરતીઓનું સપનું સાકાર થશે. આ માટે નીતિ આયોગે મંજૂરી આપી છે અને ઝડપથી આ કામ આગળ વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :  Bhakti : જો જો પછતાવું ન પડે ! સત્યનારાયણની કથાના આયોજન પહેલાં જાણી લો આ ખાસ વાત

આ પણ વાંચો :  NRI Player of India : ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના NRI ખેલાડી ભાગ લેશે, ખેલાડીઓ હૉકી અને ટેનિસના મેડલ પર દાવેદાર

Next Video