Surat : ડોનેશન પેટે ચેક આપવા સોશિયલ મીડિયામાં કરેલા મેસેજનો વિવાદ : ભાજપને બદનામ કરવા ફેક મેસેજ કરનારા દિનેશ રાઠોડની ધરપકડ

|

Mar 05, 2022 | 1:16 PM

ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ આ માટે ક્રાઈમ બ્રાન્ચ અને સલાબતપુરા પોલીસમાં ફરિયાદ અરજી આપી હતી. જેના આધારે સલાબતપુરા પોલીસે દિનેશ રાઠોડની ધરપકડ કરી હતી. આ મેસેજ બાદ ઘણો વિવાદ પણ ઉઠ્યો હતો.

Surat : ડોનેશન પેટે ચેક આપવા સોશિયલ મીડિયામાં કરેલા મેસેજનો વિવાદ : ભાજપને બદનામ કરવા ફેક મેસેજ કરનારા દિનેશ રાઠોડની ધરપકડ
Surat: Controversy over messages on social media for giving checks for donations

Follow us on

Surat :  ભાજપને (BJP) બદનામ કરવાના ઇરાદાથી પાર્ટી ફંડના નામે સુરત ટેક્ષ્ટાઇલ માર્કેટના વેપારીઓને એક લાખ રૂપિયાનો ચેક લખવા દુકાન દીઠ એક લાખ રૂપિયા ભાજપને આપવા વોટ્સએપ ગ્રુપમાં (WhatsApp group)મેસેજ કર્યો હતો .

પાર્ટી ફંડ પેટે ચેકથી ડોનેશન (Donation)આપવા માર્કેટ કમિટી તરફથી પણ ભાજપ માટેનો ખોટો મેસેજ વાઇરલ કરનારા માર્કેટ કમિટીના સભ્ય દિનેશ રાઠોડને કોઇ આદેશ કે હુકમ નહીં થયો હોવા છતાં તેઓએ અવળચંડાઇ કરી હતી . ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ આ માટે ક્રાઈમ બ્રાન્ચ અને સલાબતપુરા પોલીસમાં ફરિયાદ અરજી આપી હતી. જેના આધારે સલાબતપુરા પોલીસે દિનેશ રાઠોડની ધરપકડ કરી હતી. આ મેસેજ બાદ ઘણો વિવાદ પણ ઉઠ્યો હતો.

આ બાબતે યોગ્ય તપાસ કરી કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા શુક્રવારે શહેર ભાજપ પ્રમુખ નીરંજન ઝાંઝમેરાએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ અરજી આપી હતી. અરજીમાં ભાજપ તરફથી કોઇપણ પ્રકારની સુચના નહીં હોવા છતાં મનસ્વી રીતે સદતંર ખોટો મેસેજ કરી લોકોમાં ભાજપ પ્રત્યે અણગમો ઉપસ્થિત કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ભાજપની વિચારધારામાં માનનારા વર્ગમાં ખોટો મેસેજ ફેલાવવા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તેમને ઉમેર્યું હતું કે ભાજપે માર્કેટના વેપારીઓ પાસેથી કોઇ પણ પ્રકારનું ડોનેશન કે પાર્ટી ફંડ ઉઘરાવવાની જાહેરાત કરી નથી. તેમ છતાં સુરત ટેક્ષ્ટાઇલ માર્કેટ કો.ઓ. શોપ્સ એન્ડ વેરહાઉસ સોસાયટી લિ.ના સભ્ય દિનેશ મીઠાલાલ રાઠોડે માર્કેટના વેપારીઓને ગુમરાહ કરવા ખોટો મેસેજ વાઇરલ કર્યો છે.

ભાજપની છબી ખરડવા માટે અને પક્ષની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા માટે દિનેશ મીઠાલાલ રાઠોડે પોતાના મોબાઇલ નંબર ઉપરથી ફેંક મેસેજ કર્યા હોવાનું ખાનગી રાહે કરેલી તપાસમાં જણાયું છે.ભાજપની આબરૂનું ધોવાણ કરવા અને પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા માટે ખોટો મેસેજ સોશિયલ મિડીયામાં વાઇ૨લ કરનારા દિનેશ રાઠોડ સામે કાયદેસરની કાર્યવાહી કરવા શહેર પ્રમુખ ઝાંઝમેરાએ ક્રાઇમ બ્રાંચ અને સલાબતપુરા પોલીસને ફરિયાદ કરી છે.

શહેર ભાજપ પ્રમુખની ફરિયાદને પગલે ક્રાઇમ બ્રાંચની ટીમે દિનેશ રાઠોડ સામે તપાસ હાથ ધરી કાયદાકીય પગલાં ભરવા ચક્રો ગતિમાન કર્યા છે . સલાબતપુરા પોલીસે પણ આ મામલે ગુનો દાખલ કરી શુક્રવારે મોડી સાંજે દિનેશ રાઠોડની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ 

Mehsana: લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ 1200થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય પ્રધાને મોડી રાત્રે હોસ્પિટલ દોડી જઇ સ્થિતિ જાણી

 

આ પણ વાંચોઃ 

Vadodara: યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વ્હારે આવ્યો BAPSનો સ્વયંસેવક જીલ પટેલ, આ રીતે કરી રહ્યો છે વિદ્યાર્થીઓની મદદ

Next Article