Surat : માસ્કના દંડ બાબતે વિવાદ થતા સિવિલ તંત્રની આંખ ઉઘડી, હવે ફ્રીમાં માસ્ક વિતરણ શરૂ કરાયું

|

Dec 28, 2021 | 3:21 PM

ગઈકાલે એક જ દિવસમાં 1,000 હજાર માસ્કનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું અને આજે પણ બીજા 1,000 માસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે.

Surat : માસ્કના દંડ બાબતે વિવાદ થતા સિવિલ તંત્રની આંખ ઉઘડી, હવે ફ્રીમાં માસ્ક વિતરણ શરૂ કરાયું
Mask distribution at Civil Hospital

Follow us on

શહેરમાં કોરોના સંક્ર્મણ (Corona) વધવા લાગતા સિવિલ તંત્ર પણ એલર્ટ થઇ ગયું હતું અને ઉતાવળે નિર્ણય લઇ સુરત સિવિલ હોસ્પિટલના (New Civil Hospital ) મેઈન ગેટ સહીત ઠેર-ઠેર બોર્ડ લગાવી દેવામાં આવ્યા હતા કે જે દર્દીઓ માસ્ક (Mask)  નહીં પહેર્યા હશે તેમની પાસેથી રૂ. 1,000 અને જેઓ સરખો માસ્ક નહીં પહેરશે તેમની પાસેથી રૂ. 500 દંડ લેવામાં આવશે. જોકે આવા બોર્ડના લીધે ભારે વિવાદ સર્જાયો હતો કારણ કે અહીંયા આવતા મોટાભાગના દર્દીઓ ગરીબ અને શ્રમજીવી હોય છે. વિવાદ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક બોર્ડ હટાવી લેવામાં આવ્યા હતા અને હવે તંત્ર દ્વારા નવો રસ્તો કાઢી દર્દીઓને ફ્રીમાં માસ્ક વહેંચવામાં આવી રહયા છે.

થોડા દિવસો પહેલા સુરત સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટના પ્રવેશ દ્વારા ઉપર માસ્ક માટે દંડના બોર્ડ હટાવીને હવે ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડ દ્વારા દર્દીઓ તેમજ તેમના સગા સંબંધીઓને ફ્રીમાં માસ્ક વહેંચવામાં આવી રહયા છે. સિક્યુરિટી ગાર્ડ ગેટ ઉપર માસ્કના જથ્થાને લઈને ઉભા છે અને જે દર્દીઓ કે તેમના સગા માસ્ક વગરના દેખાઈ રહ્યા છે તેમને માસ્ક આપી પહેરવા માટે આગ્રહ કરતા જોવા મળી રહયા છે.

એટલુંજ નહીં અગાઉ આજ સિક્યુરિટી ગાર્ડ્સને એવી સૂચનાઓ આપવામાં આવી હતી કે કોઈ માસ્ક વગર દેખાય તો તેમને અંદર પ્રવેશ આપવા દેવામાં નહીં આવે. તેમજ માસ્ક વગરના હોય તેમને દંડ ભરવા જેવી સૂચના આપવા જણાવવામાં આવ્યું હતું. જોકે હવે તે જ સિક્યુરિટી ગાર્ડ માસ્ક વિતરણ કરતા દેખાઈ રહ્યા છે. એટલુંજ નહિ ગઈ કાલે એક જ દિવસમાં 1000 હજાર માસ્કનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું અને આજે પણ બીજા 1000 માસ્કની વ્યવસ્થા કરવામાં આવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આમ, સિવિલ હોસ્પિટલના તંત્રને મોડે મોડે પણ આંખ ખુલી છે અને જે સત્તાધીશો દ્વારા પહેલા માસ્ક નહીં પહેરવા બાબતે દંડના બોર્ડ લગાવવામાં આવ્યા હતા. તેમના દ્વારા હવે સિવિલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સબંધીઓને ફ્રી માં માસ્ક વિતરિત કરવામાં આવી રહ્યા છે.

 

આ પણ વાંચો : SURAT : રાજકીય મેળાવડાની ભીડ નેતાઓને પડી ભારે, ભાજપના 3 નેતાઓ કોરોના સંક્રમિત થયા

આ પણ વાંચો : SURAT : અનલોક ફોરવ્હીલમાંથી કિંમતી સામાનોની ચોરી કરતો એક આરોપી ઝડપાયો, કુલ 10 ગુનાનો ઉકેલાયો ભેદ

Next Article