Surat: ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની કોંગ્રેસની પરંપરા યથાવત, લા મેરેડિયન હોટેલના CCTV ચકાસવા સફાળા જાગ્યા !

સુરત શહેર જિલ્લા કોંગ્રેસ (Congress)પ્રમુખ હસમુખ દેસાઈએ શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને હોટેલ લા-મેરેડીયનમાં કોણે ઉતાર્યા અને કોણે પેમેન્ટ કર્યા તેની સઘન તપાસની માંગ કરી છે. તેઓએ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી એસઆઈટી તપાસની માંગ પણ કરી છે.

Surat: ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની કોંગ્રેસની પરંપરા યથાવત, લા મેરેડિયન હોટેલના CCTV ચકાસવા સફાળા જાગ્યા !
Surat Congress has demanded that the surat La Meridiana Hotel's CCTV be checked for shivsena mla issue
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 29, 2022 | 9:51 AM

મહારાષ્ટ્રમાંથી સુરત  (Surat)આવેલા  શિવસેનાના (Shivsena)45 ધારાસભ્યએ સુરતની હોટેલમાં રોકાણ કર્યું હતું તે ઘટનાને લઇને સુરત કોંગ્રેસે (Surat Congress)રહી રહીને સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ દ્વારા હવે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે કે આ ધારાસભ્યો માટે હોટેલમાં રહેવાની સુવિધા કોણ કરી, કોણે નાણા ચૂકવ્યા તે અંગે તપાસ થવી જોઈએ. મહારાષ્ટ્રમાંથી સુરતમાં આવેલા 45 બળવાખોર ધારાસભ્યોને પગલે ભારે વિવાદ ઉભો થવા પામ્યો હતો. આ મુદ્દે હવે કોંગ્રેસ રહી રહીને જાગી છે. સુરતમાં આ તમામ ધારાસભ્યોને મગદલ્લા સ્થિત લા મેરિડિયન હોટલમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામને આસામના ગુવાહાટીમાં લઇ જવામાં આવ્યા હતા.આ મુદ્દે હવે કોંગ્રેસ મેદાનમાં આવી છે.  સુરત શહેર જિલ્લા કોંગ્રેસ (Congress)પ્રમુખ હસમુખ દેસાઈએ શિવસેનાના  બળવાખોર ધારાસભ્યોને હોટેલ લા-મેરેડીયનમાં કોણે ઉતાર્યા અને કોણે પેમેન્ટ કર્યા તેની સઘન તપાસની માંગ કરી છે. તેઓએ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી એસઆઈટી તપાસની માંગ પણ કરી છે.

મહારાષ્ટ્રમાં શિવસેનામાં ભંગાણ પડતા 45 ધારાસભ્યોએ સુરત આવ્યા બાદ આસામના ગુવાહાટી ગયા હતા.આ મુદ્દે સુરત કોંગ્રેસ દ્વારા રહી રહીને વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. સુરત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ દેસાઈએ પોલીસ કમિશ્નરને રજૂઆત કરીને એસઆઈટી તપાસની માંગણી કરી છે. તેઓએ જણાવ્યું હતું કે લા મેરિડિયન હોટેલમાં રોકાયેલા ધારાસભ્યોને કોણે અહી રોકાવાની સગવડ કરી આપી અને પેમેન્ટ કોણે કર્યું તે સહિતની તપાસ પોલીસ પાસે થાય તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરાઇ છે.

અગાઉ પણ ભાજપ દ્વારા આ પ્રકારનું ષડયંત્ર રચાયું હતું. પરંતુ તેમાં તેમને સફળતા મળી નહોતી. ત્યારે હવે ફરીથી મહારાષ્ટ્રની સરકારને તોડી પાડવા માટે ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. જેની કોંગ્રેસ પાર્ટી નિંદા કરે છે અને આ પ્રકારની રાજનીતિ અને વખોડી કાઢીએ છીએ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે ગુજરાત ભાજપ દ્વારા મહારાષ્ટ્રની સરકારને અસ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આખી હોટલને બુક કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ હેલિકોપ્ટર અને કાર મારફતે બળવાખોર ધારાસભ્યોને સુરત લાવવામાં આવ્યા હતા. ત્યારે આ ધારાસભ્યોને કોણે આ હોટેલમાં સુવિધા કરી આપી તથા આ રૂપિયા કોના દ્વારા ચૂકવ્યા તેમજ લા મેરિડિયનના સીસીટીવી જાહેર કરવામાં આવે. જેથી ભાજપના કયા કયા નેતાઓની સંડોવણી છે તે પણ તેના દ્વારા બહાર આવી શકે તેવી માંગણી કરવામાં આવી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">