AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોલસાનો ભાવ બમણો થતા, 325 પ્રોસેસિંગ મિલો મુશ્કેલીમાં

| Updated on: Jun 22, 2021 | 1:53 PM
Share

Surat : છેલ્લા એક વર્ષમાં કોલસાનો ભાવમાં વધારો (Hike in price of coal)થયો છે. છેલ્લા એક વર્ષમાં કોલસાના ભાવમાં 2ગણો વધારો થયો છે. જેના કારણે સુરત શહેરમાં વિસ્તરેલા કાપડના પ્રોસેસીગ મિલનો ઉદ્યોગ મુશ્કેલીમાં સપડાયો છે.

Surat: છેલ્લા ઘણા સમયથી મંદીને ભરડો લીધો છે. મોંઘવારીમાં વધારો થયો છે. તો છેલ્લા એક વર્ષમાં કોલસાના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં કોલસાનો ભાવમાં વધારો (Hike in price of coal)થયો છે. છેલ્લા એક વર્ષમાં કોલસાના ભાવમાં 2ગણો વધારો થયો છે.

છેલ્લા એક વર્ષમાં કોલસાનો ભાવ પ્રતિ ટન 4 હજારથી ડબલ થઈ 8 હજાર થઈ જતા કાપડમાં પ્રોસેસિંગની કોસ્ટ પ્રતિ મીટર 1 વધી ગઈ છે. પ્રોસેસિંગ મિલોમાં મોટાભાગે કોલસાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. શહેરની 325 પ્રોસેસિંગ મિલોમાં રોજનો અંદાજે 7 હજાર ટન જેટલા કોલસાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. 8 મહિના પહેલા કોલસાનો ભાવ શહેરમાં 1 ટનનો 4 હજાર રૂપિયા હતો. તે હવે વધીને 4 હજાર થી 8 હજાર થઈ ગયો છે.

કોરોનાનો સમય ચાલી રહ્યો છે તેવામાં શહેરની માત્ર 30 ટકા મિલો શરૂ થઈ ગઈ છે. તેમ છતાં કોલસાના ભાવ રોકેટ ગતિએ વધી ગયા છે. જેના કારણે પ્રોસેસર્સ મુશ્કેલીમાં મુકાયા છે. કોલસાના ભાવને કંટ્રોલમાં કરવા માટે એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેના માટે હવે સરકારને રજુઆત પણ કરવામાં આવશે.

જોકે હાલ કોલસાના ભાવમાં વધારો થયો છે. પણ વરસાદની સીઝનમાં કોલસાનો સૌથી વધુ ભાવ વધતો હોય છે. એક વર્ષથી વધેલા ભાવ અને આગામી સમયમાં આ ભાવવધારાથી બચવા માટે સુરતની પ્રોસેસિંગ મિલોના માલિકોએ કોલસાનો સ્ટોક પણ શરૂ કર્યો છે.

g clip-path="url(#clip0_868_265)">