સુરત ચેમ્બર ઓફ કોમર્સ અમેરિકાના એટલાન્ટા શહેરમાં ‘ગ્લોબલ ટેક્ષ્ટાઈલ ટ્રેડ ફેર’ એકઝિબિશન યોજાશે, ફેશન શોનું પણ આયોજન કરાશે

|

Apr 23, 2022 | 10:16 AM

ચેમ્બર(SGCCI) દ્વારા આગામી તા. 9, 10 અને 11 જૂન, 2022 ના રોજ યુનાઇટેડ સ્ટેટ્‌સ ઓફ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટા શહેરમાં ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’ એકઝિબિશન યોજાશે. એટલાન્ટામાં ફેશન શોનું પણ આયોજન કરવામાં આવશે.

સુરત ચેમ્બર ઓફ કોમર્સ અમેરિકાના એટલાન્ટા શહેરમાં ગ્લોબલ ટેક્ષ્ટાઈલ ટ્રેડ ફેર એકઝિબિશન યોજાશે, ફેશન શોનું પણ આયોજન કરાશે
the delegation of SGCCI met the members of US Chamber of Commerce (File Image )

Follow us on

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી(SGCCI) દ્વારા યુ.એસ.એના ત્રણ જુદા–જુદા રાજ્યોમાં (State) ચાર દિવસ માટે ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’ એકઝિબિશનનું (Exhibition) આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝિબિશનને એટલાન્ટા સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા તથા અમેરિકાના વિવિધ એસોસિએશનો અને સંસ્થાઓનો સહકાર પ્રાપ્ત થયો છે. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ‘ગ્લોબલ ટેક્ષ્ટાઈલ ટ્રેડ ફેર’ એકઝિબિશનના ચેરમેન અને કો–ચેરમેન બે દિવસ પહેલા એટલાન્ટા ખાતે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાના કોન્સુલ જનરલની મુલાકાત લીધી હતી. કોન્સુલ જનરલે ચેમ્બરના ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’ એકઝિબિશનને તમામ પ્રકારનો સહકાર આપવા તૈયારી દર્શાવી હતી. એકઝિબિશનમાં ડેલીગેશનની વિઝીટ માટે મિટીંગ ગોઠવી આપવા માટે તેમજ તમામ ટેક્ષ્ટાઈલ એસોસિએશનોને સાંકળવા માટે કોન્સ્યુલેટ ઓફિસ તરફથી સહકાર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ચેમ્બરના પ્રતિનિધી મંડળે અમેરિકામાં બાલ્ટીમોર ખાતે એશિયન અમેરિકન હોટલ ઓનર એસોસિએશનના ચેરમેન તથા અન્ય સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી. ચેમ્બરના એકઝિબિશનમાં હોમ ટેક્ષ્ટાઈલના સ્ટોલ રહેશે. આથી આ એસોસિએશન સાથે સંકળાયેલા તમામ હોટલના માલિકો તથા એજન્ટો પણ એકઝિબિશનની મુલાકાત લેશે અને એકઝિબિશનને સફળ બનાવવા માટે સહકાર આપશે તેમ જણાવ્યું હતું.

ચેમ્બરના પ્રતિનિધી મંડળે વોશિંગ્ટન ડીસી ખાતે અમેરિકાની સંસ્થા યુનાઇટેડ વર્લ્ડના પ્રમુખ જોન મેરી સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે ટેક્ષ્ટાઇલ, ફાયનાન્શિયલ, એગ્રીકલ્ચર અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય વેપાર વધે તે અંગે મહત્વની ચર્ચા થઇ હતી. ચેમ્બરના એકઝિબિશનમાં બાયર્સ લાવવા અમેરિકાના સૌથી મોટા યુએસ ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંપર્ક કરાવવાની તેમણે ખાતરી આપી હતી. સાથે જ હોલીવુડની એકસપર્ટાઇઝ ટીમને ડેલીગેશનના ભાગરૂપે સુરત લાવશે તેમ જણાવ્યું હતું.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ચેમ્બરના પ્રતિનિધી મંડળે એટલાન્ટામાં હોટલના માલિકો મુલાકાત કરી હતી. ચેમ્બરના એકઝિબિશનને સફળ બનાવવા માટે તેઓએ પૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ એટલાન્ટાના ઉદ્યોગકારોને ચેમ્બરનું પ્રતિનિધી મંડળ મળ્યું હતું. ચેમ્બરના એકઝિબિશનમાં હોમ ટેક્ષ્ટાઈલની સાથે સાથે મેડીકલ ટેક્ષ્ટાઈલના પણ ઘણા સ્ટોલ રહેશે. આથી આ ઉદ્યોગકારો તેનો મહત્તમ લાભ લઇ શકશે.

ચેમ્બરના પ્રતિનિધી મંડળે એટલાન્ટાના સૌથી મોટા ગ્વીનેટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની મુલાકાત લીધી હતી. તેમણે તમામ પ્રકારે ચેમ્બરના એકઝિબિશનને સફળ બનાવવા માટે સહકાર આપવા જણાવ્યું હતું. ગ્વીનેટ ચેમ્બર ઓફ કોમર્સના તમામ ઉદ્યોગકાર સભ્યો એકઝિબિશનની મુલાકાત લેશે તેમજ વર્ષ 2023 માં તેઓનું એક ડેલીગેશન સુરત ખાતે વિવિધ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત અર્થે આવશે તેમ જણાવ્યું હતું. ગ્વીનેટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નીક મસિનીએ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને દર વર્ષે અમેરિકા ખાતે એકઝિબિશન કરવા જણાવ્યું હતું.

ચેમ્બરના પ્રતિનિધી મંડળે વોશિંગ્ટન ખાતે અમેરિકન સી.એફ.એ. ઈન્સ્ટીટયુટના પ્રમુખ જેનીન સ્કવોટ સાથે મુલાકાત કરી હતી. તેમણે ચેમ્બરના એકઝિબિશનમાં તમામ આફ્રિકન દેશોના પ્રતિનિધીઓને આમંત્રિત કરવાની ખાતરી આપી હતી. અત્રે નોંધનીય છે કે ચેમ્બર દ્વારા આગામી તા. 9, 10 અને 11 જૂન, 2022ના રોજ યુનાઈટેડ સ્ટેટ્‌સ ઓફ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટા શહેરમાં ‘ગ્લોબલ ટેક્ષ્ટાઈલ ટ્રેડ ફેર’ એકઝીબિશન યોજાશે. એટલાન્ટામાં ફેશન શોનું પણ આયોજન કરવામાં આવશે.

ત્યારબાદ તા. 17 જૂનના રોજ ન્યુ જર્સી ખાતે બીટુબી અને બીટુસી તથા તા. 19 જૂનના રોજ કેલીફોર્નિયા રાજ્યના લોસ એન્જલસ શહેરમાં બીટુસી ટેબલ ટોપ બાયર – સેલર મીટ યોજાશે. જેમાં વિશ્વભરના ખરીદદારો – વેચાણકારો તથા ઉત્પાદકો એક મંચ ઉપર આવશે. સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને આ મીટમાં કાપડના વૈશ્વિક ખરીદદારો મળી રહેશે.

આ એકઝિબિશનમાં ફેબ્રિકસ, ફાયબર, યાર્ન, એથનિક વેર, હોમ ટેક્ષ્ટાઈલ, મેડીકલ ટેક્ષ્ટાઈલ, એપેરલ્સ એન્ડ ગારમેન્ટ્‌સ, હેન્ડીક્રાફટ એન્ડ હેન્ડલૂમ અને ખાદીનું ઉત્પાદન કરનારા ઉદ્યોગકારો ભાગ લઇ રહ્યા છે. યુ.એસ.એના ટેક્ષ્ટાઈલ ઇમ્પોર્ટર્સ, હોલસેલર્સ, રીટેલર્સ, એપેરલ બ્રાન્ડ્‌સ, ફેશન ડિઝાઈનર્સ તથા હોટેલિયર્સ વગેરે વિઝીટર્સ એકઝિબિશનમાં આવશે.

આ પણ વાંચોઃ Rajkot: ગાંઠિયાને નરમ અને ફૂલેલા બનાવવા સ્વાસ્થ્ય માટે હાનિકારક એક એવી વસ્તુ નખાય છે જે વિશે સાંભળતાં જ મોઢું કડવું થઈ જશે

આ પણ વાંચોઃ Anand : સોખડા હરિધામ વિવાદ વચ્ચે પ્રબોધ સ્વામી બાકરોલના આત્મીય વિદ્યાધામ પહોંચ્યા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article