Surat : શહેરના પ્રવેશ માર્ગ પર સીસી રોડ બનાવવા અપાશે મંજૂરી, 20.27 કરોડના ખર્ચે બનનારો રોડ હાઇવે સાથે કનેક્ટિવિટી આપશે

|

Sep 06, 2022 | 11:33 AM

સુરત મનપા(SMC) દ્વારા વધુ એક સીસી રોડનું આયોજન કરાયું છે. જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી વરિયાવ ચેક પોસ્ટ સુધીનો આ રોડ ડેવલપ થવાથી સુરત-ઓલપાડ મેઇન રોડ પર ટ્રાફિકનું ભારણ ખુબ ઘટી જશે.

Surat : શહેરના પ્રવેશ માર્ગ પર સીસી રોડ બનાવવા અપાશે મંજૂરી, 20.27 કરોડના ખર્ચે બનનારો રોડ હાઇવે સાથે કનેક્ટિવિટી આપશે
CC road will be allowed to be built among the entrance roads of the city

Follow us on

સુરત (Surat )મહાનગર પાલિકાએ જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી વરિયાવ ચેક પોસ્ટ સુધીના રસ્તાને (Road ) રૂપિયા 20.27 કરોડના ખર્ચે સિમેન્ટ કોંક્રિટનો (CC ) રોડ બનાવવાનું નક્કી કર્યું છે. આ રસ્તાની કુલ લંબાઈ બે કિલોમીટર જેટલી છે. આ કામ માટેનો અંદાજ સાથેની દરખાસ્તને બાંધકામ સમિતિમાં રજુ કરવામાં આવી છે. બુધવારે મળનાર બાંધકામ સમિતિની મિટિંગમાં શાસકો આ દરખાસ્તને મંજૂરીની મહોર મારશે તેવું લાગી રહ્યું છે.

સુરત મનપા દ્વારા વધુ એક સીસી રોડનું આયોજન કરાયું છે. જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી વરિયાવ ચેક પોસ્ટ સુધીનો આ રોડ ડેવલપ થવાથી સુરત-ઓલપાડ મેઇન રોડ પર ટ્રાફિકનું ભારણ ખુબ ઘટી જશે. આ રોડ સુરત આઉટર રીંગરોડને એક વૈકલ્પિક માર્ગ તરીકે જોડાણ પુરૂ પાડશે. સુરત શહેરને વધુ એક સિમેન્ટ કોંક્રિટ રોડની હાઇવે તરફની કનેકટીવીટી પણ આ રોડના માધ્યમથી મળી શકશે. આ રસ્તો ડેવલપ થવાથી અડાજણ, રાંદેર, જહાંગીરપુરા, રામનગર, પાલ, પાલનપોર વિસ્તાર તથા આસપાસના ગામોથી જહાંગીરપુરા ઇસ્કોન સર્કલ, વરિયાવ ચેક પોસ્ટ, આઉટર રીંગરોડ ગોથાણ થઇ નેશનલ હાઇવે નં 48 સાથે સીધી કનેકટીવીટી મળી રહેશે.

જહાંગીરપુરા ઇસ્કોન વાય જંકશનથી વરિયાવ ચેક પોસ્ટ આઉટર રિંગરોડ સુધીનો રસ્તો સુરત-ઓલપાડ મુખ્ય રસ્તાથી વરીયાવ ચેક પોસ્ટ સુધીનો જોડતો મુખ્ય રસ્તો છે. આ રસ્તો સુરત શહેરમાં પ્રવેશતા રસ્તાઓ પૈકીનો એક રોડ છે. લોકો આ રોડનો મહત્તમ ઉપયોગ કરે છે. જેથી આ રસ્તાને ફુટપાથ, સર્વિસ, રોડ, સાઇનેજીસ, સ્ટ્રીટલાઇટ, સ્ટ્રીટ ફર્નિચર સહિત સીમેન્ટ કોંક્રિટ તરીકે ડેવલપ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

બધુવારે મળનારી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં આ મામલે નિર્ણય લેવાઈ શકે છે. સુરત શહેરના પ્રવેશ પૈકીના એક રસ્તાને ડેવલપ કરવાથી સુરત મનપાની યશકલગીમાં વધુ એક ઉમેરો થશે. તેમજ વિશેષ કરીને ટ્રાફિકનો પશ્ન હલ થવાની સાથે સાથે નેશનલ હાઇવે નંબર 48 સાથે સુધી જ કનેક્ટિવિટી મળવાથી નજીકના સ્થાનિક રહેવાસીઓને પણ તેનો મોટો ફાયદો થશે.

Next Article