Surat : શહેરની શાન સમાન કેબલ સ્ટેઇડ બ્રિજ પર હવે બુર્જ ખલિફાની જેમ જોવા મળશે લાઇટિંગ

Surat : શહેરની શાન સમાન કેબલ સ્ટેઇડ બ્રિજ પર હવે બુર્જ ખલિફાની જેમ જોવા મળશે લાઇટિંગ
Cable Stayed Bridge will now have lighting like burj khalifa

સુરતના કેબલ સ્ટેઈડ બ્રિજ પર જે લાઈટિંગ થનાર છે તેને ફસાદપિક્સલ ટેકનોલોજીથી થતી લાઈટિંગ તરીકે ઓળખવામાં આવે છે . જેમાં મોટા ભાગે ફિક્સ અને ડાયનેમિક ટેક્નોલોજીથી રોશની કરવામાં આવે છે .

TV9 GUJARATI

| Edited By: Parul Mahadik

Dec 31, 2021 | 3:33 PM

સુરતની (Surat ) શાન એવા કેબલ સ્ટેઇડ (Cable Stayed Bridge)  બ્રિજને 3 વર્ષ પૂર્ણ થઇ ગયા છે.કેબલ સ્ટેઇડ બ્રિજ પર પહેલા ફસાદ ટેક્નોલોજી થી લાઇટિંગ કરવાનો નિર્ણય હતો. પરંતુ જે તે સમયે તે શક્ય બન્યું ન હતું. પણ હવે કેબલ સ્ટેઇડ બ્રિજનો મેઇન્ટેનન્સનો કોન્ટ્રાકટ આપતી વખતે મનપા દ્વારા ફસાદ લાઈટિંગથી બુર્જ ખલિફાની જેમ લાઇટિંગ કરવાનું મહાનગરપાલિકાએ આયોજન કરી દીધું છે.

સુરતના કેબલ સ્ટેઈડ બ્રિજ પર જે લાઈટિંગ થનાર છે તેને ફસાદપિક્સલ ટેકનોલોજીથી થતી લાઈટિંગ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં મોટા ભાગે ફિક્સ અને ડાયનેમિક ટેક્નોલોજીથી રોશની કરવામાં આવે છે. કેબલ સ્ટેઈડ બ્રિજની વિશિષ્ટતાને ધ્યાને રાખીને થનારી આ લાઈટિંગની મદદથી કેબલ સ્ટેઇડ બ્રિજનો અનોખો નજારો ઉભો કરાશે. જેમાં ઇમ્ક ( રેડ , ગ્રીન , બ્લ્યુ , વ્હાઇટ ) એમ ચાર કલર હશે.

જેના જુદા જુદા પ્રકારે કોમ્બિનેશન સેટ કરવામાં આવશે. તે 16 લાખ કોમ્બિનેશન બનાવીને બ્રિજને નવા જ રંગરૂપ આપશે. અલગ અલગ કલરની કેબલબ્રિજ સુધીની વોલ બનશે અને દૂરથી રંગબેરંગી કલરની દિવાલ હોય તેવો આભાસ ઉભો થશે. વાર તહેવાર તેમજ ઓકેશનવાઇઝ ઇફેકટ રચી શકાય તેવી ટેક્નોલોજી આ લાઇટિંગમાં કરાશે.

હેલ્થ મોનીટરીંગ સિસ્ટમ પણ લગાવશે  સિંગલ લેન  પ્રકારના બ્રિજની સલામતી માટે સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરિંગ સીસ્ટમ લગાવવી જરૂરી છે. આ સિસ્ટમનો ઉપયોગ કરીને કેબલમાં કોઈ ખરાબી છે કે નહીં તેની પણ જાણકારી મેળવવા સાથે સાથે ટેમ્પરેચર અને લોડ અંગેની માહિતી પણ મળી જશે. આ સાથે વાઈબ્રેશન, સ્ટ્રેસ, ડીસપ્લેસમેન્ટસ ,ડીફલેક્શન, વિન્ડ પ્રેશર સહિતની તમામ માહિતી સિસ્ટમ મુકાયું હશે તે કંટ્રોલ રૂમમાં મળી રહેશે.

કેબલ પર લગાડવામાં આવનાર સેન્સરો પરથી કેબલ ફોર્સ,વાઈબ્રેશન, ટેમ્પરેચર, સ્ટ્રેસ મોનિટરિંગ, ડીસપ્લેસમેન્ટ / ડીફલેક્શન, વિન્ડ પ્રેશર વગેરે પેરામીટરનો રિઅલ ટાઈમ મોનિટરિંગ કરી શકાશે અને બ્રિજમાં થતી ડીફેક્ટની આગોતરી જાણ મેળવી શકાશે. સીસ્ટમ સ્ટ્રક્ચરમાં થતી કોઈ પણ વાંધાજનક સ્થિતિ ઉભી થાય તો એલર્ટ મેળવી શકાશે.

તેમજ કેબલ બ્રિજના મોનિટરિંગ સીસ્ટમ પરથી તૈયાર થતા રિપોર્ટના જરૂરી વિશ્લેષણ માટે એનઆઈટી અથવા સરકાર માન્ય સંસ્થાની નિયુક્તિ પણ કરાશે.આ કામ માટે કેબલ સ્ટેઇડ બ્રિજનો પ્રોજેકટ સાકાર કરનાર એકમાત્ર ટેન્ડર યુનિક કન્સ્ટ્રકશન દ્વારા 5 વર્ષના મેઈન્ટેનન્સ માટે 5.69 કરોડ ખર્ચ કરશે .

મનપાના ટેકનિકલ સ્ટાફને ટ્રેનિંગ અપાશે સુરત શહેરની શાન ગણાતા કેબલ સ્ટેઈડ બ્રિજ માટે મનપા કરોડો રૂપિયા ખર્ચી રહી છે ત્યારે આગામી દિવસોમાં યુનિક કન્સટ્રક્શન દ્વારા 5 વર્ષ સુધી કેબલ બ્રીજની મોનીટરીંગની કામગીરી કરવામાં આવશે. જે દરમિયાન મનપાના ટેકનીકલ સ્ટાફને પણ ટ્રેનીંગ આપવામાં આવશે. જેથી આવનારા સમયમાં મનપાના સ્ટાફ દ્વારા જ મોનીટરીંગ કરવામાં આવશે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે .

આ પણ વાંચો : Surat : હવામાનમાં ફેરફારને કારણે સુરતમાં વાયરલ ફીવરના કેસ વધ્યા, દવાખાના ઉભરાયા દર્દીઓથી

આ પણ વાંચો : Travel Diary : જાણો તાપી નદીના ઉદગમસ્થાન અને તેના રોચક તથ્યો વિશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati