AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Breaking News : ભૂતિયા ડિમોલિશનને લઈને મોટા સમાચાર ! ડિમોલિશન ભૂતિયા નહીં હોવાનો કોર્પોરેશનનો દાવો

કોર્પોરેશનના એડિ સિટી ઈજનેરે કાયદેસર ડિમોલિશન કર્યાની પણ વાત કરી છે. મનપાની ટીમ ડીમાર્કેસન અને રોડ ખુલ્લો કરવા ગઈ હતી. મનપાએ કહ્યું કે અમે શાંતિ અને સુલેહ માટે પોલીસને પણ જાણ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે કામગીરી દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસને અગાઉથી જાણ કરવામાં આવી હતી.

Surat Breaking News : ભૂતિયા ડિમોલિશનને લઈને મોટા સમાચાર ! ડિમોલિશન ભૂતિયા નહીં હોવાનો કોર્પોરેશનનો દાવો
Surat demolition news
| Updated on: Jun 11, 2026 | 1:25 PM
Share

સુરત શહેરના નાસીરનગર વિસ્તારમાં થયેલા ડિમોલિશનને લઈને ઉભો થયેલો વિવાદ હવે વધુ ગરમાયો છે. ‘ભૂતિયા ડિમોલિશન’ના આરોપો વચ્ચે સુરત મનપાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે સમગ્ર કાર્યવાહી કાયદેસર રીતે કરવામાં આવી હતી અને તેમાં કોઈ ગેરકાયદેસર પગલું લેવાયું નથી. સમગ્ર મામલે સુરત મનપાએ સ્પષ્ટતા કરી છે કે ડિમોલિશન ભૂતિયા નહીં હોવાનો કોર્પોરેશનનો દાવો કર્યો છે.

કોર્પોરેશનના એડિશનલ સિટી ઈજનેરે કાયદેસર ડિમોલિશન કર્યાની પણ વાત કરી છે. મનપાની ટીમ ડીમાર્કેસન અને રોડ ખુલ્લો કરવા ગઈ હતી. મનપાએ કહ્યું કે અમે શાંતિ અને સુલેહ માટે પોલીસને પણ જાણ કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે કામગીરી દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસને અગાઉથી જાણ કરવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટિંગ પર પણ ટિપ્પણી

બીજી તરફ આશિષ નાયકે કેટલાક મીડિયા રિપોર્ટ્સ પર આક્ષેપ કરતા કહ્યું કે મુદ્દાને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે. “મીડિયા ખોટી રીતે મુદ્દાને ચગાવી રહી છે અને એકતરફી અહેવાલ રજૂ થઈ રહ્યા છે,” તેમ તેમણે જણાવ્યું. તેમણે જણાવ્યું કે અધિકારીઓ હાલમાં માનસિક દબાણનો સામનો કરી રહ્યા છે અને તપાસ કમિટીને સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે.

તપાસ કમિટીની કાર્યવાહી ચાલુ

બીજી તરફ, સરકાર દ્વારા રચાયેલી તપાસ કમિટીએ ઘટનાસ્થળે હાજર કર્મચારીઓના નિવેદનો લેવાની શરૂઆત કરી છે. કર્મચારીઓએ દાવો કર્યો છે કે તેઓ માત્ર ડીમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કામગીરી માટે ગયા હતા. પરંતુ કેટલાક આરોપો અનુસાર, કાર્યવાહી પાછળ લાઈનદોરીનો વિવાદ પણ જોડાયેલો છે. તપાસ કમિટીએ 1980ની સૂચિત લાઈનદોરીની ફાઈલ પણ તફસીલવાર તપાસ હેઠળ લીધી છે.

શું હતો સમગ્ર મામલો ?

સુરતના નાસીર નગરમાં 30 મે અને 1 જૂનના રોજ ડિમોલિશનની કાર્યવાહી કરાઈ હતી, જેમાં લગભગ 100થી વધુ મકાનોને તોડી પડાયા હતા. આ ડિમોલિશન કોની પરવાનગીથી થયું તે જ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. જેમાં અધિકારીઓના જણાવ્યા મુજબ તેઓ માત્ર ડીમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કામગીરી માટે સ્થળ પર ગયા હતા, જ્યારે બીજી તરફ મનપા અધિકારી પર લાઈનદોરીના બહાને કાર્યવાહી કરવામાં આવી હોવાના આરોપો ઉઠ્યા છે. તપાસ દરમિયાન 1980ની સૂચિત લાઈનદોરી સંબંધિત ફાઈલ પણ ઉથલાવીને તપાસવામાં આવી રહી છે, અને સૌથી મોટો સવાલ એ છે કે અધિકારીઓ કયા આદેશના આધારે સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર કાર્યવાહી ખરેખર નિયમ મુજબ થઈ હતી કે નહીં.

સુરતના નાસિર નગર ડિમોલિશનન વિવાદમાં આવ્યો ટ્વીસ્ટ, જમીનના મૂળ માલિક વૃદ્ધાનો ચોંકાવનારો Video આવ્યો સામે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
હિંમતનગરના પોશ વિસ્તારમાં ટ્યુશન ક્લાસિસની નીચેથી ઝડપાયો દારૂનો જથ્થો
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
સુરતના ડીમોલેશન પહેલાના CCTV સામે આવ્યા
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
g clip-path="url(#clip0_868_265)">