Surat: ઇનોવા કારમાંથી 11.70 લાખ રોકડ ભરેલી બેગની ઉઠાંતરી, Video સીસીટીવીમાં કેદ થયો
સુરત ના પુણા ગામ આઇમાતા ચોક નજીક એક ઇનોવા કાર માંથી 11.70 લાખ રોકડ ભરેલી બેગની ઉઠાંતરી કરી હતી. . આ સમગ્ર ઘટનાનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો હતો. તેમજ સીસીટીવી ના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલ આઈ માતા સર્કલ નજીક એક કાપડના વેપારી પોતાની ઇનોવા કાર લઈ અને રોડ ઉપર પાર્ક કરી હતી
સુરતના પુણા ગામ આઇમાતા ચોક નજીક એક ઇનોવા કાર માંથી 11.70 લાખ રોકડ ભરેલી બેગની ઉઠાંતરી કરી હતી. . આ સમગ્ર ઘટનાનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો હતો. તેમજ સીસીટીવી ના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલ આઈ માતા સર્કલ નજીક એક કાપડના વેપારી પોતાની ઇનોવા કાર લઈ અને રોડ ઉપર પાર્ક કરી હતી અને તે દરમિયાન તેમના દીકરા કારની અંદર બેસેલા હતા ત્યારે એક વ્યક્તિ કાર નજીક આવીને જણાવ્યું હતું કે કારની આગળના ભાગે કોઈ ઓઈલ ટપકી રહ્યું છે છતાં પણ વેપારીના દીકરાએ કોઈ ધ્યાન આપ્યું ન હતું ફરીથી બીજો એક વ્યક્તિ આવે છે અને આ જ રીતે નજર ભટકાવવા માટેનો પ્રયાસ કર્યો હતો છતાં પણ વેપારીનો દીકરો કારની નીચે ઉતર્યો ન હતો ત્યારે કાપડ વેપારી પોતાનું કામ પૂર્ણ કરી ફરીથી ગાડી ની અંદર બેસવા જાય છે.
આ દરમિયાન દીકરાને થયું કે બે વ્યક્તિઓ કહી ગયા કે કારના આગળના ભાગે ઓઇલ ટપકી રહ્યું છે તો તે જોવા માટે ગયા તે દરમિયાન ત્યાં પહેલેથી જ ઝાડ બિછાવીને બેઠેલા ચોર ટોળકી પાછળના ભાગેથી દરવાજો ખોલી અને ગાડીમાં પડેલી એક કાળા કલરની બેગ લઈ બાઇકમાં બેસીને ફરાર થઈ જાય છે.
અસામાજિક તત્વો અને ચોર ટોળકી સક્રિય થઈ
સુરત શહેરમાં ફરીથી એક વખત અસામાજિક તત્વો અને ચોર ટોળકી સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. ચોર ટોળકીમાં ચાર જેટલા ઇસમો નજરે પડતા દેખાય છે.જ્યારે વેપારી કારમાં બેસવા જાય તે દરમ્યાન બેગ જોવે તો કારમાં બેગ હોતી નથી આજુબાજુ ચેક કરે ત્યારે ખ્યાલ આવ્યો કે કોઈ 11 લાખ 70 હજાર રોકડ રૂપિયા ભરેલી બેગ ચીટર ટોળકી ઉઠાંતરી કરી ફરાર થઇ ગયા બાદમાં કાપડ વેપારી દ્વારા પોલીસ ફરિયાદ કરતા પુણાગામ પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હતી તે દરમિયાન નજીકમાં લાગેલા એક સીસીટીવી ની અંદર આખી ઘટના કેદ થઈ ગઈ હતી.
સીસીટીવી માં આખી ઘટના કેદ થઈ
સુરતના આ કાપડ વેપારી 10 મિનિટ પોતાના કામ અર્થે ગયા અને લાખનો ચૂનો લાગી ગયો. સીસીટીવીની વાત કરીએ તો સૌ પ્રથમ બે વ્યક્તિઓ કારની આજુબાજુ આટા ફેરા મારતા નજરે પડે છે અને બાદમાં જ્યારે વેપારી આગળ ઓઇલ ક્યાં ઢોળાયું છે તે જોવા જતા જ પાછળના ભાગેથી એક વ્યક્તિ બે ચોરી છુપી લઇ અને રોંગ સાઈડમાં આવેલા એક બીજા વ્યક્તિ બાઈક ઉપર જે બાઈકમાં બેસીને ફરાર થઈ જતા નજરે પડી રહ્યા છે હાલમાં તો પોલીસે સીસીટીવીના આધારે આ ટોળકીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ખેડૂતોએ એરંડાનું મબલખ વાવેતર કર્યું, મણ દીઠ ઓછા ભાવ મળવાને લઈ ખેડૂતોમાં કચવાટ