Surat : બેંકના ATM માંથી ચોરી કરવાનો પ્રયાસ કરનાર ઝડપાયો, ચેસ્ટ ડોર તોડવાનો પ્રયાસ સીસીટીવીમાં કેદ

|

Oct 12, 2022 | 5:07 PM

સુરતના(Surat)લીંબાયત મહાપ્રભુ નગર લોર્ડ ક્રિષ્ના સ્કુલ પાસે આવેલા આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમનો(ATM) ચેસ્ટ ડોર ખોલવાની કોશિશ કરી અજાણ્યા શખ્સ દ્વારા ચોરીનો(Theft)પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ચોરની તમામ હરકત એટીએમના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી.આ મામલે લીંબાયત પોલીસ મથકમાં ગુનો નોધાયો હતો

Surat : બેંકના ATM માંથી ચોરી કરવાનો પ્રયાસ કરનાર ઝડપાયો, ચેસ્ટ ડોર તોડવાનો પ્રયાસ સીસીટીવીમાં કેદ
Surat Police Arrest ATM caught attempt

Follow us on

સુરતના(Surat)લીંબાયત મહાપ્રભુ નગર લોર્ડ ક્રિષ્ના સ્કુલ પાસે આવેલા આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમનો(ATM) ચેસ્ટ ડોર ખોલવાની કોશિશ કરી અજાણ્યા શખ્સ દ્વારા ચોરીનો(Theft)પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ચોરની તમામ હરકત એટીએમના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી.આ મામલે લીંબાયત પોલીસ મથકમાં ગુનો નોધાયો હતો. આ ગુનામાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને બહેનના લગ્ન કરવાના હોય જેથી ઝડપથી પૈસા એકઠા કરવા માટે એટીએમ મશીન તોડી પૈસા મેળવવાનો પ્લાન બનાવ્યો હતો.

સુરતના ડુંભાલ રોડ મહાપ્રભુનગર લોર્ડ ક્રિષ્ના સ્કુલ પાસે આઈસીઆઈસીઆઈ બેન્કનું એટીએમ આવેલું છે. જેમાં 7 ઓકટોબ ના રોજ રાત્રીના સમયે એક વ્યકિત એટીએમમાં આવ્યો હતો અને બાદમાં એટીએમ મશીનની નીચેના ભાગે રહેલા ચેસ્ટ ડોર ખોલવાની કોશિશ કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જો કે તેને સફળતા ના મળતા તે ત્યાંથી નાસી ગયો હતો. આ અંગેની જાણ થતા એટીએમ મેનેજર બીપીનભાઈ વિઠ્ઠલભાઈ વરીયાએ લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે લીંબાયત પોલીસે ગુનો નોંધ્યો હતો.આ દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે લીંબાયત મહાપ્રભુનગર ચાર રસ્તા પાસેથી આરોપી ફૈયાઝ અહેમદ નિયાજ અહેમદને ઝડપી પાડ્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ચોરી કરવા આવનારને ઝડપી પાડ્યો

આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાં કરવામાં આવેલી ચોરીના પ્રયાસની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી ઘટના અંગે બેંકના મેનેજરને ખબર પડતા બેંકના મેનેજર દ્વારા સીસીટીવી સાથે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી સીસીટીવી માં જણાવ્યું હતું કે યુવક બેંકના એટીએમ માં પ્રવેશ કરે છે અને એટીએમ મશીનના મુખ્ય દ્વારને તોડવાનો અથવા કોઈક રીતે ખોલવાનું પ્રયાસ કરી રહ્યો છે આ પ્રકારના દ્રશ્ય જોઈ લિંબાયત પોલીસે ગુનો નોંધી ચોરી કરવા આવનાર વ્યક્તિને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ચોરી કરવા આવનારને ઝડપી પાડ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

લીંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો

યુવાન બહેનના લગ્ન માટે ઝડપથી રૂપિયા ભેગા કરવા ATMમાં ચોરી કરવા પહોંચ્યો હતો.સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એટીએમ માં ચોરી કરવા આવનાર ફઈયાજ અહેમદ નિયાજ અહેમદ ની ધરપકડ કરી કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે ડાઈંગનું કામકાજ કરે છે. અને પોતાના પરિવારની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય છે. પોતે પરિવારનો સૌથી મોટો પુત્ર છે.તેની બહેનના નવેમ્બર માસમાં લગ્ન કરવાના છે. જેથી બહેનના લગ્ન કરવા માટે ઝડપથી પૈસા એકઠા કરવા ત્રણેક દિવસ પહેલા રાત્રીના સમયે મહાપ્રભુનગર પાસે બેંકનું એટીએમ મશીન તોડી પૈસા મેળવવાનો પ્લાન કર્યો હતો. જો કે તેમાં તેને સફળતા મળી ના હતી. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીનો કબ્જો લીંબાયત પોલીસને સોપ્યો છે.અને લીંબાયત પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.

Published On - 5:04 pm, Wed, 12 October 22

Next Article