Surat: શિયાળો જામતા જ સુરતીઓ ઈમ્યુનિટી વધારવા સાલમપાક તરફ વળ્યા

|

Dec 04, 2021 | 11:34 PM

શિયાળા દરમિયાન ઠંડીથી બચવા અને શરીરમાં ગરમાટો રહે તે માટે લોકો શિયાળુ પાક ખાતા હોય છે. શિયાળુ પાકનું મહત્વ એટલે પણ છે કે તેમાં પડતા 32 જાતના ગરમ મસાલાનું આયુર્વેદિક દ્રષ્ટિ એ ખુબ જ મહત્વ છે.

Surat: શિયાળો જામતા જ સુરતીઓ ઈમ્યુનિટી વધારવા સાલમપાક તરફ વળ્યા
Salampak

Follow us on

શિયાળાની (Winter) શરૂઆત થઈ ચૂકી છે. તેમાં પણ બે દિવસ પડેલી ઠંડીના કારણે લોકો શિયાળુ પાક તરફ વળ્યા છે. શિયાળામાં ખવાતા વસાણા પણ બજારમાં આવી ગયા છે. ખાસ કરીને ગૃહિણીઓ (Housewife)એ ઘરે જ વસાણા બનાવવાની શરૂઆત કરી દીધી છે તો બીજી તરફ બહારના દેશોમાં વસતા ગુજરાતીઓમાં પણ શિયાળા દરમિયાન સાલમપાકની ખુબ જ ડિમાન્ડ રહેતી હોવાથી તે મોકલવાની પણ શરૂઆત થઈ ચૂકી છે.

 

શિયાળા દરમિયાન ઠંડીથી બચવા અને શરીરમાં ગરમાટો રહે તે માટે લોકો શિયાળુ પાક ખાતા હોય છે. શિયાળુ પાકનું મહત્વ એટલે પણ છે કે તેમાં પડતા 32 જાતના ગરમ મસાલાનું આયુર્વેદિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વ છે. આ શિયાળુ પાકમાં સાલમ પાક, કોપરા પાક,ખજૂર પાક, મેથીપાક, અડળીયું પાક, કચરિયાનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓમાં અલગ અલગ મસાલા અને ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ થાય છે, જે આરોગ્ય માટે ખુબ જ સારા હોય છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

ગૃહિણીઓ જાતે જ ઘરે વસાણા બનાવવાનું પસંદ કરે છે અને બે દિવસ પડેલી ઠંડીના કારણે ગૃહિણીઓ સાલમપાક સહિતના વસાણા બનાવી પણ દીધા છે. આ અંગે ગૃહિણી ધર્મિષ્ઠાબેન ગાંધી એ કહ્યું કે “બજારમાં વિવિધ જાતના વસાણા મળતા જ હોય છે. પરંતુ ઘરમાં બનાવેલ વસાણાની વાત જ અલગ હોય છે.

 

ઘરમાં ક્યારેક આ પ્રકારની વસ્તુઓ બનતી હોય છે, ત્યારે આપણને ખબર હોય છે કે તેમાં કેટલી અને કઈ વસ્તુ નાખવી જ્યારે બહારથી રેડીમેડ વસાણા મળે જ છે. પરંતુ તેઓ કઈ રીતે બનાવે છે તે આપણને ખબર હોતી નથી. એટલે ઘરે બનાવવા એ જ સારું હોય છે. સાથે જ બધા જ પરિવારને ચાલી રહે એ પ્રમાણે બનાવવાના હોય છે.

 

 

મીઠાઈ વિક્રેતાએ કહ્યું કે”સાલમ પાકની ડિમાન્ડ ભારતની બહાર ખૂબ જ રહે છે. શિયાળા દરમિયાન બહારના દેશમાં વસતા એન.આર.આઈ લોકો સાલમપાક મગાવે છે ખાસ કરીને યુરોપમાં વસતા ભારતીયો સાલમ પાક ખાવાનું વધુ પસંદ કરે છે. તેમને ઉમેર્યું હતું કે હાલ ફરી એકવાર ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ વાયરસના સંક્રમણથી બચવા માટે લોકો ઈમ્યુનિટી વધારવા માટે પ્રયત્નો કરતા હોય છે, ત્યારે આ શિયાળુ પાક ખુબ ફાયદાકારક સાબિત થાય છે.

 

આ પણ વાંચો : Surat : ઓમિક્રોનનો ડર અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ કેન્સલ થતા ટુર્સ ટ્રાવેલ્સ કંપનીઓને નુકશાન

 

આ પણ વાંચો : Surat : માવઠાને કારણે દક્ષિણ ગુજરાતના ડાંગર પકવતા ખેડૂતોને 30 ટકા સુધીનું નુકશાન

Next Article