Surat : કોરોનાના કારણે બંધ પડેલી આંગણવાડીઓ ફરી કાર્યરત, બપોરનો નાસ્તો, ફ્લેવર્ડ મિલ્કની સુવિધા ફરી શરૂ કરાશે

|

Mar 18, 2022 | 10:18 AM

બપોરના નાસ્તા માટે રાજ્ય સરકાર તરફથી લાભાર્થી દિઠ ૩ રૂપિયાની ગ્રાન્ટ મળશે જ્યારે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ મનપા ઉઠાવશે. આંગણવાડીઓમાં બપોરના નાસ્તા માટે લાભાર્થીદિઠ વર્ષના 300 દિવસ લેખે ૩ રૂપિયાની ગ્રાન્ટ મહિલા અને બાળવિકાસ વિભાગ , ગાંધીનગર તરફથી આપવામાં આવશે .

Surat : કોરોનાના કારણે બંધ પડેલી આંગણવાડીઓ ફરી કાર્યરત, બપોરનો નાસ્તો, ફ્લેવર્ડ મિલ્કની સુવિધા ફરી શરૂ કરાશે
Anganwadis closed due to corona reopen(File Image )

Follow us on

કોવિડની (Corona )સ્થિતિ તદ્દન નિયંત્રણમાં આવ્યા બાદ સરકારી ગાઇડલાઇન અન્વયે સુરત મનપા (SMC) સંચાલિત આઇસીડીએસ(ICDS) વિભાગ હસ્તકની 1090 આંગણવાડી , બે મોબાઇલ આંગણવાડી અને એક જેલ આંગણવાડી ફરી પૂર્વવત થઇ છે . આ આંગણવાડીઓમાં ત્રણથી 6 વર્ષના 26 હજારથી વધુ બાળકોને એક વર્ષ માટે બપોરનો ગરમ નાસ્તો પહોંચાડવા હેતુ ધી અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થાને કામગીરી સોંપવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ થઇ છે .

બપોરના નાસ્તા માટે રાજ્ય સરકાર તરફથી લાભાર્થી દિઠ ૩ રૂપિયાની ગ્રાન્ટ મળશે જ્યારે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ મનપા ઉઠાવશે. આંગણવાડીઓમાં બપોરના નાસ્તા માટે લાભાર્થીદિઠ વર્ષના 300 દિવસ લેખે ૩ રૂપિયાની ગ્રાન્ટ મહિલા અને બાળવિકાસ વિભાગ , ગાંધીનગર તરફથી આપવામાં આવશે . આહાર માટે ઘઉં , તેલ , ચોખા સરકાર તરફથી સંસ્થાને ઉપલબ્ધ થશે .

જ્યારે આંગણવાડીઓ સુધી બપોરનો નાસ્તો / આહાર પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ મનપા ભોગવશે જેની પાછળ વાર્ષિક 96.12 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે . નોંધનીય છે કે , ધી અક્ષય ફાઉન્ડેશન દ્વારા 2016 થી છ વર્ષ માટે આંગણવાડીઓમાં બપોરનો નાસ્તો પૂરો પાડવામાં આવતો હતો . જેનો કોન્ટ્રાક્ટ 30 જૂન , 2021 ના રોજ પૂર્ણ થયો છે અને ત્યારબાદ કોવિડના કારણે આંગણવાડીઓ કાર્યરત ન હોવાથી ગરમ નાસતો પૂરો પાડવાની કામગીરી બંધ હતી .

First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર

હવે આંગણવાડીઓ ફરી શરુ થતાં 3 થી 6 વર્ષના લાભાર્થી બાળકોને અગાઉની જેમ ગરમ નાસ્તો આપવાનું નક્કી કરાયું છે અને તે માટે એક વર્ષનો કોન્ટ્રાક્ટ ધી અક્ષયપાત્ર ફાઉન્ડેશન સંસ્થાને સોંપવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ થઇ છે . તદ્ઉપરાંત , આંગણવાડીઓમાં 6 માસથી ત્રણ વર્ષ સુધીના કુપોષિત અને અતિકુપોષિત 4693 બાળકો તથા ત્રણથી છ વર્ષના 26,051 બાળકોને અઠવાડિયામાં ત્રણ દિવસ તથા સગર્ભા માતા , ધાત્રી માતાના લાભાર્થીઓને 17,171 અઠવાડિયામાં બે દિવસ મળીને કુલ 47,915 લાભાર્થીઓને 200 એમએલ ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવામાં આવશે . જેની પાછળ વાર્ષિક 2.23 કરોડનો ખર્ચ થશે . આ ફ્લેવર્ડ દૂધ સુમુલ ડેરી પાસેથી ખરીદવામાં આવશે .

આમ, કોરોનાના કારણે બંધ પડેલી આંગણવાડીઓ હવે ફરી એકવાર શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે કુપોષિત બાળકો અને લાભાર્થીઓને બપોરનો નાસ્તો અને ફ્લેવર્ડ મિલ્કની સુવિધા ફરી એકવાર શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો :

ટ્રાન્સજેન્ડરનો કમાલ: નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સ્પેશ્યિલ કેટેગરીમાં લીધો ભાગ, હવે બતાવશે તાકાત

સુરતમાં CRPSના જવાને પત્ની ઉપર ફાયરિંગ કર્યું , છુટાછેડાના વિખવાદમાં આર્મીમેને હત્યા માટે સોપારી આપી

Next Article