Surat : સંખ્યાબંધ ગુનાઓમાં ફરાર આરોપી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

|

Sep 30, 2022 | 11:55 AM

વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલા આરોપી પૈકી એક ગુનાગર રીઢો આરોપી છે. જેની વિરુદ્ધ માંગરોળ, બારડોલી, કોસંબા, ઓલપાડ પોલીસ મથકે વિવિધ ગુના નોંધાયેલા છે.

Surat : સંખ્યાબંધ ગુનાઓમાં ફરાર આરોપી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો
Surat: An absconding accused in several crimes was caught with a quantity of foreign liquor

Follow us on

સુરત (Surat ) જિલ્લાના બારડોલી, માંગરોળ, કોસંબા તેમજ ઓલપાડ પોલીસ મથકે ઇલેક્ટ્રિક સીટી એકટ અનુસાર સંખ્યાબંધ ગુનાના આરોપીને (Accused ) સુરત જિલ્લા એલસીબી (LCB) પોલીસે કામરેજ વિસ્તારમાંથી રૂપિયા 48,860ની કિંમતના વિદેશી દારૂના જથ્થા સહિત અન્ય મળી કુલ 2,02,260ની રકમનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી સયુંકત બાતમીને આધારે કામરેજ વિસ્તારમાં આવેલ મામાંદેવ મંદિર પાસેના પતરાના ડબ્બાના ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો એલસીબી પોલીસે રેડ કરી ઝડપી પાડ્યો હતો.

એલસીબી પોલીસ દ્વારા સ્થળ પરથી વિદેશી દારૂના 698 નંગ પાઉંચ કિંમત રૂપિયા 48,86- ત્રણ નંગ મોબાઇલ કિંમત રૂપિયા 14,500 આરોપી પાસેથી મળી આવેલા રોકડા રૂપિયા 1,23,900 તેમજ રૂપિયા 15 હજારની કિંમતની હોન્ડા એકટીવા મોપેડ મળી કુલ રૂપિયા 2,02,260 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બે આરોપીઓ હજી પણ વોન્ટેડ

સ્થળ પરથી પકડાયેલા બંને આરોપી પૂછતાછ કરતાં તેમના નામ રાકેશભાઈ દશરથભાઈ પટેલ હાલ રહેવાસી ડી 86ભવાની કોમ્પ્લેક્ષ કામરેજ ચાર રસ્તા, તા.કામરેજ, મુકેશકુમાર ગોકુલચંદ્ર જૈન હાલ રહેવાસી ઘર નંબર-4 બસેરા સોસાયટી કામરેજ ચાર રસ્તા તા.કામરેજના હોવાનું જણાઈ આવ્યું હતું. જ્યારે સ્થળ પરથી નયન રાજેશભાઇ ચાવડા અને મહાદેવ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એક આરોપી નીકળ્યો રીઢો ગુનેગાર

વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયેલા આરોપી પૈકી મુકેશકુમાર ગોકુલચંદ્ર જૈન રીઢો ગુનેગાર છે. જેની વિરુદ્ધ માંગરોળ તાલુકા પોલીસ મથકે ઇલેક્ટ્રિક સીટી એકટ મુજબ બે ગુના, બારડોલી પોલીસ મથકે ઇન્ડિયન ઇલેક્ટ્રિક એક્ટ તેમજ અન્ય ગુના હેઠળ ત્રણ ગુના, કોસંબા પોલીસ મથકે ઇન્ડિયન ઇલેક્ટ્રિક એક્ટ મુજબ એક ગુનો તેમજ ઓલપાડ પોલીસ મથકે ઇન્ડિયન ઇલેક્ટ્રિક એક્ટ તેમજ અન્ય ગુનાની કલમ મુજબ ગુના નોંધાઈ ચુક્યા હતા અને ઉપરોક્ત ગુનામાં આરોપી મુકેશકુમાર ગોકુળ ચંદ્ર જૈન ફરાર રહેતો હતો. જે કામરેજ વિસ્તારમાં આવેલ મામદેવ મંદિર નજીક આવેલા પતરા ના ડબ્બાના ગોડાઉનમાં સંગ્રહિત વિદેશી દારૂના જથ્થા સહિત ઝડપાઈ ગયો હતો.

Next Article