Surat : કોરોનાના વધતાં કેસો વચ્ચે ગંભીર બેદરકારી, સીટી બસ અને બીઆરટીએસમાં નિયમોનો ભંગ

|

Jan 07, 2022 | 4:37 PM

સુરતમાં સીટીબસમાં 50 ટકા વધારે મુસાફરોની સંખ્યા બેસાડી જાહેરનામાનું ખુલ્લેઆમ ઉલ્લંધન કરી કોરોનાને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.

Surat : કોરોનાના વધતાં કેસો વચ્ચે ગંભીર બેદરકારી, સીટી બસ અને બીઆરટીએસમાં નિયમોનો ભંગ
Surat violation of Corona rules in city bus

Follow us on

ગુજરાતમાં( Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.જેમાં સુરત(Surat)કોરોનાના વધતા કેસોમાં બીજા સ્થાને છે. તેવા સમયે સુરતમાં કોરોનાના કેસ હાઇસ્પીડની ગતિએ વધતા પાલિકા તંત્રે જાહેર પરિવહન સેવા(Transport Service)પર નિયંત્રણ શરૂ કર્યા છે. સુરતમાં દોડતી સીટી અને બીઆરટીએસ બસમાં 5૦ ટકા મુસાફરોની ક્ષમતા સાથે સેવા ચાલુ રાખવામાં આવી છે. આ ઉપરાંત બસમાં મુસાફરી કરતા મુસાફરો એ કોરોના ની ગાઈડલાઈન નું ફરજીયાત પાલન કરવું પડશે.

સુરત મહાનગર પાલિકાના કમિશ્નર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવિકતા કઈક વિપરીત જ આજે જોવા મળી છે. આજરોજ સીટીબસમાં 50 ટકા વધારે મુસાફરોની સંખ્યા બેસાડી જાહેરનામાનું ખુલ્લેઆમ ઉલ્લંધન કરી કોરોનાને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.

બસમાં મુસાફરી માટે વ્યક્તિએ રસીના બંને ડોઝ લીધા હોવા ફરજિયાત

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં આજે કોરોના 560 કેસ થતાં પાલિકા તંત્ર પણ ચોંકી ઉઠયું છે. સુરતમાં કોરોના અટકાવવા માટે પાલિકા તંત્રએ 45 દિવસ માટે કોમ્યુનીટી હોલ નું બુકિંગ બંધ કર્યું છે. જેમાં સુરતમાં દોડતી સીટીબસ અને બીઆરટીએસ બસમાં પણ મુસાફરોની સંખ્યા 5૦ ટકા નિયત કરી છે. સુરતની સીટી બસ બીઆરટીએસ બસમાં મુસાફરી માટે વ્યક્તિએ રસીના બંને ડોઝ લીધા હોવા ફરજિયાત છે. આ ઉપરાંત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત રાખવું પડશે.

50 ટકા મુસાફરોને બદલે વધારે સંખ્યામાં મુસાફરોને બેસાડવામાં આવ્યા 

બસમાં સંક્રમણ ન ફેલાય તે માટે બસના દરવાજા ખુલ્લા રાખવામાં આવશે.આ પ્રકારના સુરત મહાનગર પાલિકાના જાહેરનામાંને બસ ચાલકો ઘોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો આજે સામે આવ્યા હતા.સીટીબસમાં 50 ટકા મુસાફરોને બદલે વધારે સંખ્યામાં મુસાફરોને બેસાડવામાં આવી રહ્યા છે. સાથે સાથે બસ સ્ટોપ પર પણ મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે.

જ્યારે કેટલાક મુસાફરોએ માસ્ક પણ નથી પહેર્યું છતાં પણ બસમાં બેસાડવામાં આવી રહયા છે.જાહેર પરિવહન વિભાગની આટલી મોટી બેદરકારી કોરાનાની ગતિ વધારવા માટે કારણભુત બને તો નવાઈની વાત નથી.ત્યારે સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ બેદરકારીને ગંભીરતાથી પગલા લે તે હાલ જરૂરી બન્યું છે.લોકોની ગંભીરતા નહિ હોય તો આવનારા સમયમાં આ બેદરકારી લોકોને જ ભરી પડી શકે છે.

આ  પણ વાંચો :  ગાંધીનગર : સીએમના અધ્યક્ષસ્થાને રાજયમાં કોરોના સ્થિતિની સમીક્ષા થઇ, હોમ આઇસોલેશન દર્દીનું સતત મોનિટરિંગ કરવા આદેશ

આ પણ વાંચો :  દાહોદ જિલ્લામાં 12 માસની બાળકીને કોરોના આવતા ખળભળાટ: રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી

Published On - 4:35 pm, Fri, 7 January 22

Next Article