દાહોદ જિલ્લામાં 12 માસની બાળકીને કોરોના આવતા ખળભળાટ: રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી

દાહોદ જિલ્લામાં 12 માસની બાળકીને કોરોના આવતા ખળભળાટ: રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 11:16 AM

Corona in Child: દાહોદ જિલ્લામાં ગરબાડાની 12 માસની બાળકીનો કોરાના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ બન્યુ છે.

દાહોદ (Dahod) જિલ્લામાં 12 માસની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ (Corona Positive Child) આવતા તંત્રની ચિંતા વધી ગઈ છે. રાજ્યમાં હવે નાના બાળકોમાં કોરોનાના કેસ (Corona Case) જોવા મળી રહ્યા છે. જે ખુબ જ ચિંતાજનક છે. દાહોદ જિલ્લામાં ગરબાડાની 12 માસની બાળકીનો કોરાના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ બન્યુ છે.

દાહોદ જીલ્લામાં ગઇ કાલે 15 કેસ પોઝિટિવ આવ્યા હતા. અગાઉ પણ એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે ફરી 12 માસની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા બાળકોમાં કોરોનાનુ સંકટ જોવા મળ્યુ. જણાવી દઈએ કે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે બાળકો માટે ખાસ પિડીયાટ્રીક વિભાગ બનાવેલ છે.

થોડા દિવસ પહેલા જ 2 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવતા ચિંતા વધી છે. બાળકને ઝાડા ઉલ્ટીની ફરિયાદ બાદ ઝાયડસ હોસ્પિટલ ખસેડાયો હતો. તો બાળકના શ્રમિક માતા પિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 2 વર્ષના બાળક બાદ હવે 12 મહિનાની બાળકીનો રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.

જણાવી દઈએ કે દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ વધતા તંત્ર સતર્ક બન્યું છે. વધી રહેલા કોરોનાને પગલે હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જણાવી દઈએ કે દાહોદમાં ઝાયડસ હોસ્પિટલ (Zydus Hospital Dahod) ખાતે 1500 ઓક્સિજન બેડ તૈયાર કરાયા છે. તો બાળકો માટે ખાસ પીડિયાટ્રીક વિભાગ બનાવાયો છે. આ તરફ દેવગઢબારીયા અને ઝાલોદની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયો છે.

 

આ પણ વાંચો: અમદાવાદમાં સરકારની ગાઈડલાઈનના ધજાગરા: માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ફરી રહ્યા છે લોકો, તંત્ર દ્વારા કોઈ તકેદારી નહીં

આ પણ વાંચો: અમદાવાદ: વાડજ સર્કલ પાસે સર્જાયો અકસ્માત, મંદિર સાથે ટકરાઈ AMTS બસ, જાણો વિગત

Published on: Jan 07, 2022 10:58 AM
g clip-path="url(#clip0_868_265)">