Surat : કોરોનાના કેસ વધતા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાયની તમામ સર્જરી બે મહિના સુધી બંધ

નોંધનીય છે કે કોરોનાની લહેર પીક પર છે ત્યારે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે આવી રહેલા દર્દીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી હતી. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Surat : કોરોનાના કેસ વધતા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાયની તમામ સર્જરી બે મહિના સુધી બંધ
All surgeries except emergency at Civil and Smimmer Hospital will be started after two months(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 3:00 PM

કોરોનાની(Corona )  વધતી જતી મહામારી વચ્ચે સિવિલ(New Civil Hospital )  અને સ્મીમેરમાં(Smimmer Hospital )  પ્લાન્ડ સર્જરી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ઇમરજન્સી સિવાયની બીજી તમામ સર્જરીને હવે બે મહિના બાદ જ શરૂ કરવામાં આવશે તેવી માહિતી મળી છે. પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ છે, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના કેસોમાં પણ ધરખમ વધારો ઘટાડો થઇ રહ્યો છે.

આ સમયે હોસ્પિટલમાં દાખલ તેમજ અન્ય સર્જરી માટે આવતા દર્દીઓને કોરોના થવાની પણ શક્યતા રહે છે . ઓપરેશન કરવા માટે દર્દીને બે – ત્રણ દિવસ હોસ્પિટલમાં રાખવા પડે છે. અને તેમના જરૂરી ટેસ્ટ કરીને ત્યારબાદ ઓપરેશન કરવાનું હોય છે. પરંતુ હાલના સમયમાં જો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો તેઓને કોવિડનો ચેપી રોગ લાગે તેવી શક્યતા છે.

જેના કારણે હાલમાં સિવિલના તંત્રએ ઓપરેશનના દર્દીઓને દાખલ કરવાનું બંધ કર્યું છે. જે દર્દીઓને ઇમરજન્સી ઓપરેશન કરવાનું હોય તેઓને જ દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે , આ ઉપરાંત દર્દીઓને જેઓને જરૂર ન હોય તેઓને મહિના બાદ જ્યારે બે કોરોનાની સ્થિતિ શાંત પડી જાય ત્યારે આવવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. સ્મીમેર હોસ્પિટલમાં તો ઉત્તરાયણના તહેવારથી જ પ્લાન્ડ સર્જરી બંધ કરી દેવાઇ હતી , ત્યાં હવે સિવિલમાં પણ દર્દીઓની સુરક્ષાને ધ્યાને રાખીને સર્જરી બંધ કરવામાં આવી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

નોંધનીય છે કે કોરોનાની લહેર પીક પર છે ત્યારે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે આવી રહેલા દર્દીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી હતી. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્ર્મણ એ હદે વધ્યું હતું કે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ તેમાંથી બાકાત રહ્યો નથી.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ, આરએમઓ સહીત 20 થી વધુ ડોકટરો નો સ્ટાફ પણ કોરોના સંક્રમણની ચપેટમાં આવી ચુક્યો છે. હાલની પરિસ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઇમરજન્સી સિવાયની તમામ સર્જરી કોરોનાની આ લહેર શાંત પડે તે પછી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :

સુરતનું ગૌરવ: સિવિલ હોસ્પિટલની સરકારી નર્સીંગ કોલેજના 6 વિદ્યાર્થીઓની AIIMSમાં પસંદગી

Corona Effect: સુરતમાં કાપડ ઉત્પાદન પર કોરોના લહેરની અસર, ગ્રેનો ઉપાડ 30 ટકા ઘટી ગયો

g clip-path="url(#clip0_868_265)">