Surat : પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ હત્યા કેસમાં આજે ચુકાદા પર સૌની નજર

|

Dec 23, 2021 | 12:18 PM

માત્ર 12 જ દિવસમાં બળાત્કાર અને હત્યાના કેસમાં ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી . આ કેસનો ચુકાદો પણ ફાંસી કે આજીવન કેદનો આવી શકે તેમ છે .

Surat : પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ હત્યા કેસમાં આજે ચુકાદા પર સૌની નજર
Verdict on hajira's girl child case of rape and murder

Follow us on

સુરત શહેરના દરિયા કિનારે આવેલા વિસ્તારમાં પાંચ વર્ષની બાળકીની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા(Rape And Murder ) કેસનો ચુકાદો આજે આવે તેવી શક્યતા છે . આ કેસમાં કોઇ ચૂક ન રહે તે માટે બાળકીની ઉંમરને લઇને તેના વતનથી તેનો ઉંમરનો પુરાવો મંગાવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો .

મળતી વિગતો મુજબ ગત એપ્રીલ 2020 માં હજીરા ગામમાં પાંચ વર્ષની બાળાનું અપહરણ કરીને તેની સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરીને તેણીની કરપીણ હત્યા કરી હતી . આ દુષ્કર્મની ઘટના બહાર ન આવે તે માટે આરોપી સુજીત મુન્નીલાલ સાકેતે માસુમ બાળકીને માથામાં ઇંટ મારીને કરપીણ હત્યા કરી નાંખી હતી . જો કે ઇચ્છાપોર પોલીસે સુજીતની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો .

બીજી તરફ આ કેસમાં સરકાર પક્ષે 20 પાનાની લેખીત દલીલો રજૂ કરી હતી . મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરતા કહ્યું હતું કે , આરોપીએ પાંચ વર્ષની બાળાની હત્યા કરી હતી અને લાશને રેતીના ઢગલામાં ઢસડી હતી . જેમાં ધૂળમાં પણ લોહીના લીસોટા પણ મળી આવ્યા છે . આ ઉપરાંત જે ઇટથી હત્યા કરવામાં આવી તેમાં બાળકીની લોહીના નમૂના પણ મળી આવ્યા છે .

જીલ જોશી એક્ટિંગની સાથે એક સિંગર પણ છે, જુઓ ફોટો
ઘરમાં આ દિશામાં લગાવો 7 દોડતા ઘોડાની તસવીર
Curry Leaves : દરરોજ મીઠા લીમડાનું પાણી પીવાથી શરીરમાં કેવા ફેરફારો થાય છે?
આજનું રાશિફળ તારીખ : 03-10-2024
Blood Cancer : કેવી રીતે ખબર પડે કે તમને બ્લડ કેન્સર છે..
શિયાળો આવતા પહેલા આ 4 વસ્તુઓથી બનેલું પાણી પીવો, દેશી પીણાના છે અનેક ફાયદા

ચકચારી આ કેસમાં સરકાર તરફે 20 પાનાની લેખીત દલીલ રજૂ કરવામાં આવી હતી . તાજેતરમાં આ કેસમાં બાળકીની ઉંમર કેટલી છે તેને લઇને અનેક પ્રશ્નો ઊભા થયા હતા . બાળકીની ઉંમરને લઇને પણ શંકા ન રહે તે માટે સરકાર પક્ષે બાળકીના વતન મધ્યપ્રદેશથી તેનો ઉંમરનો પુરાવો એટલે કે જન્મતારીખનો દાખલો લાવીને કોર્ટમાં રજૂ કર્યો હતો .

કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આ કેસની મુદ્દત આપી હતી . જો કે આજે આ કેસનો આખરી ચુકાદો આવે તેવી શક્યતા છે . અત્રે ઉલ્લેખનીય છે કે સુરતનો કોર્ટ પણ હવે ખુબ ફાસ્ટટ્રેક થઇ રહી છે . માત્ર 12 જ દિવસમાં બળાત્કાર અને હત્યાના કેસમાં ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી . આ કેસનો ચુકાદો પણ ફાંસી કે આજીવન કેદનો આવી શકે તેમ છે .

નોંધનીય છે કે શહેરમાં બાળકીઓ પર બળાત્કારની ઘટનાઓને રોકવા આ પ્રકારની સજા આરોપીઓને મળે તે સમયની માગ છે. તેવામાં આજે આવનારા આ ચુકાદા પર પણ સૌની નજર છે.

આ પણ વાંચો : Surat : પંજાબના શાંદલિયા બંધુઓએ સુરતના 13 કાપડ વેપારીઓને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો

આ પણ વાંચો : SURAT : ‘મને ટ્યુશનમાં ન આવડે’ આ વાયરલ વીડિયોએ લોક માનસને ઝંઝોળ્યું, આ ક્યુટ બાળકની જાણો રોચક કહાની

Next Article