Surat Airport: દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સુરત એરપોર્ટને 32મું સ્થાન, જાણો અમદાવાદ એરપોર્ટ કયા નંબરે છે

Surat Airport: એપ્રિલથી(April ) જૂન દરમિયાન કોરોનાની બીજી લહેરનો ભયંકર પ્રકોપ જોવા મળ્યો હતો. જેના કારણે આ સમયગાળા દરમિયાન સુરત એરપોર્ટ પર નિર્ધારિત ફ્લાઈટ્સ લગભગ બંધ થઈ ગઈ હતી. આમ છતાં સુરત એરપોર્ટ પાછલા વર્ષના રેન્કિંગથી બે રેન્ક ઉપર આગળ વધીને 32મા ક્રમે પહોંચ્યું છે

Surat Airport: દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સુરત એરપોર્ટને 32મું સ્થાન, જાણો અમદાવાદ એરપોર્ટ કયા નંબરે છે
Surat becomes busiest airport in India (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 1:04 PM

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ(AAI)  નાણાકીય વર્ષ 2021-22માં દેશભરના સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદી બહાર પાડી છે. જેમાં સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટને (Surat Airport )32મું સ્થાન મળ્યું છે. જ્યારે દિલ્હી પ્રથમ સ્થાને, મુંબઈ બીજા અને પોર્ટ ત્રીજા સ્થાને છે. ગુજરાતનું અમદાવાદ એરપોર્ટ દેશમાં સાતમા ક્રમે છે. તે જ સમયે સુરત એરપોર્ટનો સ્કોર ગત વર્ષની સરખામણીમાં ઉપર આવ્યો છે. અગાઉ સુરત એરપોર્ટ દેશભરના સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં 34મા ક્રમે હતું. વર્ષ દરમિયાન સુરત એરપોર્ટ પરથી કુલ 9,33,817 મુસાફરોએ મુસાફરી કરી હતી. જેના કારણે સુરતને 32મું સ્થાન મળ્યું છે.

ટોપ 10 એરપોર્ટમાં અમદાવાદનો સમાવેશ

  1. પ્રથમ ક્રમે દિલ્હી
  2. બીજા ક્રમે મુંબઈ
  3. ત્રીજા ક્રમે બેંગ્લુરુ
  4. ચોથા ક્રમે હૈદરાબાદ
  5. કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
    Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
    આજનું રાશિફળ તારીખ : 24-11-2024
    અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
    'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
    IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
  6. પાંચમા ક્રમે કોલકાતા
  7. છઠા ક્રમે ચેન્નાઇ
  8. સાતમા ક્રમે અમદાવાદ

ટોપ 3માં સમાવેશ એરપોર્ટ પર વર્ષ 2021-22માં આટલા મુસાફરોની અવરજવર રહી

  1. દિલ્હી – 3,93,39,998
  2. મુંબઈ – 2,17,47,892
  3. બેંગ્લુરુ – 1, 62,87,097

જો કોરોના ન હોત તો રેન્કિંગમાં વધુ સુધારો થયો હોત

વર્ષ 2021માં એપ્રિલથી જૂન દરમિયાન કોરોનાની બીજી લહેરનો ભયંકર પ્રકોપ જોવા મળ્યો હતો. જેના કારણે આ સમયગાળા દરમિયાન સુરત એરપોર્ટ પર નિર્ધારિત ફ્લાઈટ્સ લગભગ બંધ થઈ ગઈ હતી. આમ છતાં સુરત એરપોર્ટ પાછલા વર્ષના રેન્કિંગથી બે રેન્ક ઉપર આગળ વધીને 32મા ક્રમે પહોંચ્યું છે. WWAS સભ્ય સંજય જૈને જણાવ્યું હતું કે જો સુરત એરપોર્ટ પર ફ્લાઈટની સંખ્યા વધે તો સુરત રેન્કિંગમાં વધુ આગળ વધી શકે છે. અમારો પ્રયાસ છે કે આવનારા બે વર્ષમાં ટોપ 15માં આવે. કારણ કે હજી વારાણસી એરપોર્ટનું આ રેન્કિંગમાં 20મો ક્રમાંક છે. અહીં કુલ 17,23,237 મુસાફરોએ અવરજવર કરી હતી.

સુરત એરપોર્ટ પર હાલ ટર્મિનલ વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે આવનારા દિવસોમાં હજી ફ્લાઈટ્સની સંખ્યા વધશે અને પેસેન્જર ગ્રોથમાં પણ સુધારો આવશે. તેના કારણે આવતા વર્ષે આ રેન્કિંગમાં સુરતનું સ્થાન હજી વધારે આગળ આવશે એ નક્કી છે.

આ પણ વાંચો: મુંબઈના ઉદ્યોગકારને જિપ્સમની ડીલના બહાને બોલાવી અપહરણ કરાયું, અપહરણકારોએ 15 લાખ તફડાવી મુક્ત કર્યો

આ પણ વાંચો: નરેશ પટેલ કોંગ્રેસ હાઈકમાન્ડને મળીને રાજકોટ આવવા રવાના, મે મહિનામાં રાજકારણમાં જોડવાની શક્યતા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">