Surat : લાંબા વિરામ બાદ શહેર-જિલ્લામાં ફરી મેઘરાજાની તોફાની બેટીંગ , આમલી ડેમ છલકાયો, 20 ગામને એલર્ટ કરાયા

|

Aug 15, 2022 | 2:47 PM

ઉમરપાડાના (Umarpada )જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે આમલી ડેમમાં પણ પાણીની આવક વધી છે. પાણીની આવક વધતા આમલી ડેમના 6 ગેટ ખોલીને 4688 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે

Surat : લાંબા વિરામ બાદ શહેર-જિલ્લામાં ફરી મેઘરાજાની તોફાની બેટીંગ , આમલી ડેમ છલકાયો, 20 ગામને એલર્ટ કરાયા
Amli Dam (File Image )

Follow us on

લાંબા વિરામ બાદ સુરત(Surat ) શહેર અને જિલ્લામાં મેઘરાજાએ નગરજનોને તરબતર કરી દીધા છે, તે રીતે વરસાદ (Rain )વરસી રહ્યો છે. ખાસ કરીને સુરત જિલ્લામાં બરાબર વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પર પણ ભારે અસર પડી છે. ખાસ કરીને કામરેજ ચાર રસ્તા પાસેના સર્વિસ રોડ પર પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. લોકોની ફરિયાદ છે કે અહીં દર ચોમાસામાં આ જ પ્રકારની સમસ્યા ઉદભવે છે, છતાં આજ દિન સુધી તેનું કાયમી નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ફ્ળ નીવડ્યું છે.

કામરેજની સાથે સાથે માંગરોળ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને અહીં મોસાલી થી કોસાડી તરફ જતા માર્ગ પર રસ્તા પર આવતા કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. આખો કોઝવે પાણીમાં ગરકાવ થઇ જતા વાહનચાલકોને અટવાવાનો વારો આવ્યો છે. લોકો જીવન જોખમે કોઝવે પરથી પસાર થવા માટે મજબુર બન્યા છે. ગઈકાલ રાતથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આ સ્થિતિ ઉભી થઇ છે. આજે સવારથી પણ સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. બપોરે 2 વાગ્યા સુધી પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો.

બપોર સુધીનો વરસાદ :

  • બારડોલી 71 મીમી
  • મહુવા 57 મીમી
  • માંડવી 57 મીમી
  • સુરત 21 મીમી
  • માંગરોળ 32 મીમી
  • ઉમરપાડા 89 મીમી
  • ઓલપાડ 5 મીમી
  • ચોર્યાસી 19 મીમી
  • કામરેજ 4 મીમી
  • પલસાણા 60 મીમી

ઉકાઈ ડેમની સ્થિતિ :

જયારે ઉકાઈ ડેમની સપાટી 335.50 ફૂટ નોંધાઈ છે. ઉકાઈ ડેમમાં પાણીની આવક  1,86, 159 ક્યુસેક નોંધાઈ છે, જયારે પાણીની જાવક 1,54,376 ક્યુસેક નોંધાઈ છે. સુરતમાં તાપી નદીમાં આ પાણી આવતા નદી બંને કાંઠે વહી રહી છે. કતારગામ અને રાંદેર વિસ્તારને જોડતા કોઝવેની સપાટી 7.70 મીટર નોંધાઈ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આમલી ડેમમાં પાણીની આવક વધી :

હાલમાં જ મળતી માહિતી પ્રમાણે ઉમરપાડાના જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે આમલી ડેમમાં પણ પાણીની આવક વધી છે. પાણીની આવક વધતા આમલી ડેમના 6 ગેટ ખોલીને 4688 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેના કારણે નીચાણવાળા 20 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Next Article