AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ફર્સ્ટ યર બી.કોમ, બીબીએ અને બીસીએ માટેની પ્રવેશ પ્રક્રિયા લંબાવાઈ, કોલેજ ટ્રાન્સફર કરવા પણ વિદ્યાર્થીઓને વધુ એક તક

અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ (Students ) જેઓના પ્રમાણપત્ર મેળવવાના બાકી છે, તે વિદ્યાર્થીઓએ પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી હોય, તે અરજીની રસીદ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાની રહેશે.

Surat : ફર્સ્ટ યર બી.કોમ, બીબીએ અને બીસીએ માટેની પ્રવેશ પ્રક્રિયા લંબાવાઈ, કોલેજ ટ્રાન્સફર કરવા પણ વિદ્યાર્થીઓને વધુ એક તક
VNSGU (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 9:21 AM
Share

સુરતમાં (Surat ) પ્રથમ વર્ષ બી.કોમ, બી.બી.એ, બી.સી.એ માટે પ્રવેશ(Admission )  ફોર્મ ભરવાની તારીખ 15મી જૂન સુધી લંબાવવામાં આવી છે. અનામત કેટેગરીના વિદ્યાર્થીઓએ(Students )  પ્રમાણપત્ર મેળવવા કરેલી અરજીની રસીદ અપલોડ કરી શકશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23 માટે સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમો બી.કોમ, બીકોમ ઓનર્સ, બીબીએ, બી.આર.એસ, બીસીએ તથા યુનિવર્સિટી પરિસર ખાતે ચાલતા ફાઇવ યર ઇન્ટિગ્રેટેડ બીકોમ એલએલબી ઓનર્સ, એમએસસી આઇટી, એમઆરએસ ઇન સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ, બીએફએ (ફાઇન આર્ટ્સ), બીઆઇડી (ઇન્ટિરિયર ડિઝાઇનિંગ) તથા બીએ માસ કોમ્યુનિકેશનમાં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ 15મી જૂન,2022 સુધી લંબાવવામાં આવી છે. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ 15મી જૂન સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ જેઓના પ્રમાણપત્ર મેળવવાના બાકી છે, તે વિદ્યાર્થીઓએ પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરી હોય, તે અરજીની રસીદ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાની રહેશે. આ વ્યવસ્થા ફોર્મ સ્વીકારવા પૂરતી મર્યાદિત રહેશે. પ્રવેશ કાર્યવાહી સમયે અસલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

બી.એસ.સીમાં પ્રવેશ માટે બેચ-2 ના કોર્મ ભરવાની તારીખ 21 જૂન સુધી લંબાવાઇ

ગુજરાત બોર્ડનાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બી.એસ.સી અને બીએસસી કોમ્પ્યુટર સાયન્સમાં પ્રવેશ માટેના ફોર્મ ભરવાના રહી ગયા હોય, તેવા વિદ્યાર્થીઓ માટે 4 જૂનથી 15 જૂન સુધી ઓનલાઇન ફોર્મ ભરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું હતું. જે તારીખ લંબાવીને 21 જૂન સુધી કરવામાં આવી છે. ફાઇવ યર ઇન્ટિગ્રેટેડ એમએસસી બાયોટેકનોલોજીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ 15 જૂન સુધી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી શકશે.

કોલેજ ટ્રાન્સફર કરવા વિદ્યાર્થીઓને વધુ એક તક : 21 જૂનથી અરજી કરી શકશે

કોલેજ ટ્રાન્સફર મેળવવા માટે અરજી કરવાનું ચૂકી ગયેલા વિદ્યાર્થીઓ 21 જૂનથી 30 જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકશે. જે વિદ્યાર્થીઓએ કોલેજ ટ્રાન્સફર માટે અરજી કરી છે, તે કાર્યવાહી કોલેજે 18 જૂન સુધી પૂર્ણ કરવા યુનિવર્સિટી દ્વારા સૂચના આપવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ કોલેજ ટ્રાન્સફર મેળવવાની અરજી કરવાનું ચુકી ગયા છે,  વિદ્યાર્થીઓ 21 જૂનથી 30 જૂન સુધી ઓનલાઇન અરજી કરી શકશે. સાથે જ કોલેજોએ પણ ટ્રાન્સફર અંગેની કાર્યવાહી 1 જુલાઈ થી 7 જુલાઈ સુધી પૂર્ણ કરવાની રહેશે.

g clip-path="url(#clip0_868_265)">