AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નર્મદા જિલ્લામાં લાંચની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી, સુરત ACBએ  મહિલા તલાટીની ધરપકડ કરી

સુરત (Surat)એન્ટી કરપ્શન બ્યુરોની (ACB)ટીમે નવી મોડેસ ઓપરેન્ડીથી લાંચ(Bribe)લેતા સરકારી અધિકારીને ઝડપી પાડ્યા છે. નર્મદા જિલ્લાના નરખડી ગ્રામ પંચાયતની મહિલા તલાટીએ જમીન માલિક પાસે રૂપિયા એક લાખની લાંચ લેવા બાબતે ઝડપી પાડી છે.

નર્મદા જિલ્લામાં લાંચની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી, સુરત ACBએ  મહિલા તલાટીની ધરપકડ કરી
Surat Acb Trap Woman Talati
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 23, 2022 | 5:40 PM
Share

સુરત (Surat)એન્ટી કરપ્શન બ્યુરોની (ACB)ટીમે નવી મોડેસ ઓપરેન્ડીથી લાંચ(Bribe)લેતા સરકારી અધિકારીને ઝડપી પાડ્યા છે. નર્મદા જિલ્લાના નરખડી ગ્રામ પંચાયતની મહિલા તલાટીએ જમીન માલિક પાસે રૂપિયા એક લાખની લાંચ લેવા બાબતે ઝડપી પાડી છે. એસીબીથી બચવા મહિલાએ લાંચની રકમ આંગણીયા મારફતે ગાંધીનગર ત્રાહિત વ્યક્તિને ત્યાં મંગાવી હતી.આ અંગેની જાણ જમીન માલિકે સુરત ACB કરતા છટકું ગોઠવી મહિલા અધિકારી અને એક ખાનગી વ્યક્તિને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સરકારી બાબુની લાંચ માંગવાની નવી મોડેસ ઓપરેન્ડી

સરકારી કચેરીઓમાં આજે પણ તમારા કામ પૂર્ણ કરવા માટે સરકારી બાબુઓને ખુશ કરવા લાંચ આપવી જ પડે છે.પરંતુ આ સરકારી બાબુઓ પણ હવે હાઈટેક થયા છે.સીધી રીતે તેઓ લાંચ સ્વીકારવામાં ભેરવાઈ જશે તેવા ડરથી અવનવા પેતરાઓ અપનાવી રહ્યા છે. સુરત એસીબીની ટીમે આવી જ નવી મોડેસ ઓપરેન્ડીથી લાંચ લેનાર મહિલા સરકારી અધિકારીને ઝડપી પાડી છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગ્રામ પંચાયતની તલાટી નીતા પટેલ સુરત એસીબીના છટકામાં ભેરવાઈ ગઈ છે. નીતા પટેલ દ્વારા રૂપિયા એક લાખની લાંચ જમીન માલિક પાસે ખેતરમાં વીજ મીટર કનેક્શન અને ઘર નંબર મેળવવા માટે માંગવામાં આવી હતી.

સુરત એસીબીની ટીમનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી

તલાટી નીતા પટેલે લાંચની રકમને હાથો હાથ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમણે આ લાંચ જમીન માલિક પાસે આંગણીયા વડે ગાંધીનગર ખાતે રહેતા મહેશભાઈ આહાજોલીયા નામના વ્યક્તિને મોકલવા માટે જણાવ્યું હતું.જો કે જમીન માલિક લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે સુરત એસીબીની ટીમનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.કદાચ અત્યાર સુધીના લાંચમાં કિસ્સાઓમાં આંગણીયા મારફતે ત્રાહિત વ્યક્તિ સુધી લાંચની રકમ પહોંચાડવાનો આ ગુજરાતમાં પ્રથમ કિસ્સો સામે આવ્યો હોવાનું માનવામાં આવે છે.

સુરત એસીબીની ટીમનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી

જમીન માલિકની નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામમાં ખેતીની જમીન આવેલી છે. જે જમીનની દેખરેખ અને જમીનને લાગતી અન્ય કામગીરી સાંભળી રહયા છે.ત્યારે આ ખેતીની જમીનમાં ખેતીને અનુરૂપ બીયારણ, ખાતર વિગેરે સરસામાન મુકવા તેમજ મજુરોને રહેવા માટે પતરાના શેડવાળી ઓરડીઓ બનાવમાં આવી છે. જેમાં વિજ મીટરની જરુરીયાત હોવાથી નરખડી ગ્રામપંચાયતમાં ઘર નંબર ફાળવવા અને જરૂરી મંજુરી મેળવવા અરજી કરવામાં આવી હતી.

જમીન માલિકની ફરિયાદ મુજબ એસીબીએ છટકું ગોઠવ્યું હતું

પરંતુ આ અરજીની કાર્યવાહી આગળ વધતી ન હતી. આ કાર્યવાહી આગળ વધારવા માટે નરખડી ગ્રામ પંચાયતના તલાટી નિતા પટેલ દ્વારા જમીન માલિક પાસે રૂ 1 લાખની લાંચ માંગવામાં આવી હતી. આ લાંચની માંગેલ રકમ આંગડીયા મારફતે ગાંધીનગર માં રહેતા ત્રાહિત ખાનગી વ્યક્તિ મહેશ અમૃતભાઇ આહજોલીયાને આપવા જણાવ્યું હતું.ત્યારે આ અંગે જમીન માલિકે સુરત એસીબીની ટીમને જાણ કરી હતી.જમીન માલિકની ફરિયાદ મુજબ એસીબીએ છટકું ગોઠવ્યું હતું.

જેમાં ગાંધીનગર આંગણીયા ખાતેથી લંચની રકમ સ્વીકારનાર મહેશ આહજોલીયાને રંગે હાથ ઝડપી પાડ્યો હતો બાદમાં તેના આધારે નર્મદા જિલ્લાની મહિલા તલાટી લાંચ લેવા માંગતા સમગ્ર ચેઇનનો પર્દાફાશ કરી.ACBએ મહિલા સરકારી અધિકારી સહિત ખાનગી વ્યક્તિની એક લાખની લાખ લાંચ માંગવાના અને સ્વીકારવાના ગુનામાં ધરપકડ કરી હતી.

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">