Surat: સરથાણા વિસ્તારમાં પોલીસ દ્વારા પરેડ કરીને ઉજવાયો અનોખો કાર્યક્રમ

|

Aug 13, 2022 | 10:43 AM

વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી દ્વારા દેશભરના લોકોને આહવાન કર્યું  છે કે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત તમામ લોકો તિરંગા નું સન્માન કરી અને અલગ-અલગ કાર્યક્રમનું આયોજન કરે.

Surat: સરથાણા વિસ્તારમાં પોલીસ દ્વારા પરેડ કરીને ઉજવાયો અનોખો કાર્યક્રમ
Surat City Police (File Image )

Follow us on

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર ત્રિરંગા કાર્યકમ હેઠળ સુરત (Surat) શહેર પોલીસ(Police ) દ્વારા અનોખી રીતે કાર્યક્રમમાં (Programme )આયોજન કરી અને આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. સુરત પોલીસ કમિશનર દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં પહેલી સવારે મેઈન રોડ ઉપર પોલીસ પરેડનું આયોજન કરી અને ત્રિરંગાને સલામી આપી હતી અને રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું અને આ રીતે આ અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની સ્થાનિક લોકો પણ જોડાયા હતા અને દેશભક્તિનો પ્રેમની ભાવના પ્રગટ કરી હતી. કારણ કે લોકોને પરેડ જોવા માટે 15મી ઓગસ્ટ અથવા 26મી જાન્યુઆરીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ અથવા તો કે ટીવી પર જોવા મળતું હોય છે પણ સુરત પોલીસ દ્વારા લોકોની વચ્ચે પરેડ કરી અને આ અમૃત મહોત્સવનું આયોજન કર્યું હતું, જેથી લોકો સરળતાથી પોલીસ પરેડ નિહાળી શકે.

યોગીચોક મેઈન રોડ પર કરાયું પરેડનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરના લોકોને આહવાન કર્યું છે કે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત તમામ લોકો ત્રિરંગાનું સન્માન કરી અને અલગ-અલગ કાર્યક્રમનું આયોજન કરે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા પણ આ અભિયાન હેઠળ અનોખી રીતે આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત પોલીસ દ્વારા પણ એક અનોખી રીતે સાથે લોકોને સાથે જોડી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેની અંદર સુરત દ્વારા સુરતના વરાછા વિસ્તારમાં યોગીચોક મેઇન રોડ ઉપર વહેલી સવારે પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર સહિત જીસીબી, ડીસીપી, એસીપી ,પોલીસ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજરી આપી હતી.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવવા આયોજન

વરાછા મેઈન રોડ ઉપર આ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું અને પરેડના અંતિમના તબક્કામાં ત્રિરંગાને સલામી આપી રાષ્ટ્રગાન કર્યું હતું. થોડા સમય માટે આ આખો રોડ દેશભક્તિમય જોવા મળ્યો હતો. સુરત પોલીસનું કહેવું એવું હતું કે લોકો પોતપોતાની રીતે ઘર ઘર ત્રિરંગાનો આયોજન છે, ત્યારે પોલીસ પોતાના સંદેશ સાથે લોકોના સંપર્કમાં આવે તે માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર નહીં પણ શહેરના મેઈન રોડ ઉપર આ પરેડનું આયોજન કર્યું હતું, કારણ કે લોકો અને પોલીસ સાથે મળીને સાથે રહે અને લોકોના મનમાં જે પોલીસ પ્રત્યેની જે ભાવના છે તે વધુ મજબૂત થાય તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું.

Next Article