Surat : શહેર પોલીસનો નવતર પ્રયોગ, પોલીસમથકમાં આવતા ફરિયાદીને પાણી પીવડાવી સાંભળવામાં આવશે

|

Sep 23, 2022 | 9:52 AM

સુરત શહેરમાં પોલીસ અને પ્રજા વચ્ચે સતત રહે તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક નિર્ણય સુરત પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે.

Surat : શહેર પોલીસનો નવતર પ્રયોગ, પોલીસમથકમાં આવતા ફરિયાદીને પાણી પીવડાવી સાંભળવામાં આવશે
સુરત પોલીસ કમિશનર (ફાઈલ ઇમેજ )

Follow us on

જ્યારે કોઈ સામાન્ય નાગરિકને કોઈ તકલીફ થાય અને તે પોલીસ સ્ટેશનમાં પોલીસની (Police ) મદદની આશા રાખી ફરિયાદ (Complaint )કરવા આવે ત્યારે તેને ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં ઘણો સમય વિતાવવો પડતો હોય છે. ત્યારે પોલીસ અને પ્રજા બન્ને વચ્ચે સુમેળ બની રહે તેવા હેતુથી સુરત પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યો છે.

સુરત શહેરમાં પોલીસ અને પ્રજા વચ્ચે સતત વિશ્વાસનું વાતાવરણ રહે તે માટે સુરત પોલીસ કમિશનર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક નિર્ણય સુરત પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવ્યો છે તે ખરેખર બિરદાવા લાયક છે. શુક્રવારથી શહેરના તમામ 28 પોલીસ સ્ટેશનોમાં ફરિયાદી કે ભોગ બનનાર પોલીસની મદદ માંગવા પોલીસ સ્ટેશને આવે તો તેને પહેલા આવકારવા સાથે પીવા માટે પાણી આપી તેને બેસાડી શાંતિથી તેની વાત સાંભળવામાં આવશે. આવા નવતર પ્રયોગથી પોલીસ અને પ્રજા વચ્ચેનું અંતર ઘટે અને એકબીજાની નજીક આવી સમાજ ઉપયોગી બની શકાય છે.

પોલીસ પ્રજાનો મિત્ર છે, તેવા સૂત્રને સાર્થક કરવા માટે ના આ નવતર પ્રયોગથી પોલીસ અને પ્રજા વચ્ચે સુમેળ જળવાઇ રહે તેવા હેતુથી સુરત પોલીસે આજથી આ અમલીકરણ તમામ પોલીસ સ્ટેશનોમાં પીવા માટે પાણીની બોટલોની વ્યવસ્થા કરવામાં આવશે સાથે ફરિયાદી કે ભોગ બનનાર જયારે પોલીસની મદદ માટે પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે પીએસઓ તેઓને આવકારવા આપી પાણી માટે પૂછવાનું રહેશે, પાણીની બોટલોના નાણા પોલીસ સ્ટેશનના રોંજીદા ખર્ચના ફંડમાંથી વાપરવામાં આવશે.

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

શહેર પોલીસ એક નવા અભિગમ સાથે કામ કરવા જઈ રહી છે ત્યારે તેને કેટલી સફળતા મળે છે તે આગામી સમયમાં જોવા મળશે. અત્યાર સુધીમાં પોલીસે આમ જનતાની મદદ કરવા માટે ઘણા નવતર પ્રયોગો કર્યા છે, જેમાં ખાસ કરીને વાહન-મોબાઇલ ચોરીમાં ઇ-FIR નોંધવાની શરૂ કરી છે. પહેલા લોકોએ આવા કેસમાં ધક્કા ખાવા પડતા હતા.

સુરત પોલીસ કમિશનર અજય કુમાર દ્વારા જ્યારથી સુરત શહેરમાં પોસ્ટિંગ થઈ છે ત્યારથી જ સતત લોકો અને પોલીસ વચ્ચે મિત્રતા રહે તે માટે પ્રયાસો કરતા આવ્યા છે. કારણ કે સુરત પોલીસ કમિશનર પોતે પણ લોકોની વચ્ચે જઈ અને પોતાના વિસ્તારોના પ્રશ્નોની સમીક્ષા કરતા હોય છે સાથે વહેલી સવારે વોકિંગ ઉપર નીકળતા લોકો સાથે પણ ચર્ચા કરી અને તેમના પ્રશ્નો સાંભળવામાં આવતા હોય છે. જેથી સુરત શહેરના લોકોની નાની મોટી કોઈ ફરિયાદ હોય તો તાત્કાલિક પોલીસ કમિશનરને ધ્યાને આવે અને પોલીસ દ્વારા તેને નિરાકરણ કરવા માટે પ્રયાસ કરવામાં આવતો હોય છે.

Next Article