Surat : કામરેજ નજીકની તાપી નદીમાં પ્રેમી યુગલની છલાંગ, યુવતીનો બચાવ, યુવકની શોધખોળ શરૂ

|

Jun 29, 2022 | 1:32 PM

સુરત (Surat) શહેરના છેવાડે આવેલા કામરેજમાં આજે વહેલી સવારે બ્રિજ પરથી તાપી નદીમાં યુવક-યુવતીએ ઝંપલાવતાં ભારે ચકચાર મચી ગઇ છે. આપઘાતનો પ્રયાસ કરનાર બન્ને પ્રેમી પંખીડા પૈકી યુવતીને હાલ સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

Surat : કામરેજ નજીકની તાપી નદીમાં પ્રેમી યુગલની છલાંગ, યુવતીનો બચાવ, યુવકની શોધખોળ શરૂ
પ્રેમી યુગલે તાપી નદીમાં ઝંપલાવ્યુ, યુવતીનો બચાવ

Follow us on

સુરતમાં (Surat) કામરેજ નજીક પ્રેમીપંખીડાએ તાપી નદીમાં (Tapi River) મોતની છલાંગ લગાવી હોવાની માહિતી છે. યુવક અને યુવતીએ એક સાથે જ તાપી નદીમાં પડતું મુક્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરના જવાનોએ તરત જ બચાવ કામગીરી હાથ ધરી યુવતીનો જીવ બચાવી લીધો છે, જ્યારે યુવકની શોધખોળ શરૂ છે. ઘટનામાં બચી ગયેલી યુવતીનું નિવેદન લેવામાં આવ્યું. યુવતીએ તેમણે કેમ આ પગલું ભર્યું તેનું કારણ પોલીસને જણાવ્યુ છે. હાલ કામરેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.

યુવક-યુવતીએ એકસાથે નદીમાં ઝંપલાવ્યુ

સુરત શહેરના છેવાડે આવેલા કામરેજમાં આજે વહેલી સવારે બ્રિજ પરથી તાપી નદીમાં યુવક-યુવતીએ ઝંપલાવતાં ભારે ચકચાર મચી ગઇ છે. મળસ્કે તાપી નદીમાં છલાંગ લગાવીને આપઘાતનો પ્રયાસ કરનાર બન્ને પ્રેમી પંખીડા પૈકી યુવતીને હાલ સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ ફાયર વિભાગ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ પ્રાથમિક ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 પ્રેમસંબંધની જાણ પરિવારને થતા નદીમાં સાથે કુદ્યા

ફાયર વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર કામરેજના કેનાલ રોડ પર રઘુનંદન સોસાયટીમાં રહેતી 17 વર્ષીય યુવતી નેહા મેહુલ બાવળિયા અને રોહિત જોગરાણા નામના 20 વર્ષીય યુવકે આજે વહેલી સવારે 4.30 કલાકની આસપાસ કામરેજમાં બ્રિજ પરથી તાપી નદીમાં ઝંપલાવી દીધું હતું. જોકે, આ ઘટના નજરે જોનારા એક અજાણ્યા ઈસમે તાત્કાલિક નદીમાં છલાંગ લગાવીને યુવતીને બચાવી લીધી હતી. આ દરમ્યાન ફાયર વિભાગને જાણ કરતાં લશ્કરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાંથી યુવતીને 108 એમ્બ્યુલન્સ દ્વારા કામરેજ રેફરલ હોસ્પિટલ અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે, રોહિત જોગરાણા અને તેણી વચ્ચે પ્રેમસંબંધ હોવાને કારણે તેઓએ આત્યંતિક પગલું ભરવાનું નક્કી કર્યું હતું. હાલ પોલીસ દ્વારા રોહિત જોગરાણાના પરિવારજનોનો સંપર્ક કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ફાયર વિભાગના જવાનો દ્વારા પણ તાપી નદીમાં છલાંગ લગાવનાર રોહિત જોગરાણાની શોધખોળ શરૂ કરી છે.

(વીથ ઇનપુટ-જીજ્ઞેશ મહેતા, બારડોલી)

Next Article