Surat: હજીરા-ગોથાણ રેલવે ટ્રેક જમીન સંપાદનના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા રેલી યોજી કલેકટરેને રજુઆત કરાઇ

ખેડૂતોની વાત માનીએ તો ગામની અંદર અલગ અલગ કારણોસર અનેક વખત જમીન સંપાદન કરવામાં આવી છે. હવે પણ જો જમીન લેવામાં આવશે. તો ખેડૂતો જમીન વિહોણા થઈ જાય તે પ્રકારની સ્થિતિ ઊભી થશે.

Surat:  હજીરા-ગોથાણ રેલવે ટ્રેક જમીન સંપાદનના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા રેલી યોજી કલેકટરેને રજુઆત કરાઇ
Surat: A large number of farmers rallied against the acquisition of Hazira-Gothan railway track land
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 11, 2022 | 2:14 PM

સુરતમાં (SURAT) ગોથાણથી હજીરા સુધીના નવા રેલવે ટ્રેકને લઇને છેલ્લા કેટલાક દિવસથી 14 જેટલા ગામોના ખેડૂતો (FARMERS) સતત લડી રહ્યા છે અને મિટિંગ કરી રહ્યા છે. જે જાહેરનામુ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેને કારણે હજીરા સ્થિત કંપનીઓને લાભ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સાથે નવા ટ્રેક માટે જમીન સંપાદનની (Land acquisition) કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે બાબતે આજે જહાંગીરપુરા ખેડૂત સમાજ ગુજરાતની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા. ત્યારબાદ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. જેમાં જાન દેંગે પણ જમીન નહીંના નારા લગાવ્યા હતા. જિલ્લા કલેક્ટર (District Collector)સમક્ષ 14 જેટલા વાંધા ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવી છે.

આ જાહેરનામા અન્વયે જે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવનાર છે. તેવા તમામ ખેડૂતો તેમજ ગામલોકો પણ તેનો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોની વાત માનીએ તો ગામની અંદર અલગ અલગ કારણોસર અનેક વખત જમીન સંપાદન કરવામાં આવી છે. હવે પણ જો જમીન લેવામાં આવશે. તો ખેડૂતો જમીન વિહોણા થઈ જાય તે પ્રકારની સ્થિતિ ઊભી થશે. સરકારની નીતિ મુજબ લાગી રહ્યું છે કે ખેડૂતોને જમીન વિહોણા થઈ જશે. 200 કરતા વધારે ખેડૂતોને આ જમીન સંપાદનથી મુશ્કેલી થઈ રહી છે. ગોથાણથી હજીરા સુધીનો 34 કિલોમીટરનો રૂટ છે. જેને આવનારા દિવસોમાં આ વિરોધ ઉગ્ર પણ સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહિ.

જ્યારે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું કે સરકાર ખોટી રીતે જાહેરનામુ બહાર પાડીને ખેડૂતોની જમીન સંપાદન કરી રહી છે. સાથે કોઈ પણ ભોગે જાન આપીશું, પરંતુ જમીન નહીં આપીશું એવા મૂડ સાથે આગળ વધી રહ્યા છે. આજે સુરતત જિલ્લા કલેક્ટરને અમારા જે વાંધા છે તે રજૂ કરવામાં આવી છે . હજીરા સ્થિત કંપનીઓ છે એ પૈકી કોઈ સરકારી કંપની નથી કે જેને આ સંપાદનથી ફાયદો થશે. ત્યારે ડેપોનો જે હયાત ટ્રેક છે તેના ઉપર જ વધારેની ગાડી પણ દોડાવવામાં આવ્યા અને એ જ રૂટને એક્સ્ટેંશન આપી દેવું જોઈએ. જેથી કરીને ખેડૂતોની જમીન સંપાદન કરવાનો કોઈ પ્રશ્ન ઊભો થશે નહીં.

26 જાન્યુઆરી પહેલા સૈનિકો વચ્ચે પહોંચી ગયો એમએસ ધોની
આ મહિલા ખેલાડીએ એક જ ટુર્નામેન્ટમાં IPL જેટલી ઈનામી રકમ જીતી
Beautiful IAS : છેલ્લી ટ્રાયલમાં IAS બનેલી પ્રિયંકા ગોયલ છે રૂપ સુંદરી
Jioનો સસ્તો રિચાર્જ પ્લાન ! રોજ મળશે 1GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ, કિંમત માત્ર આટલી
ભારતીયોને વિદેશમાં સરળતાથી મળશે PR, આ 5 દેશ સરળતાથી આપે છે ગ્રીન કાર્ડ
Pregnancy Chances : કયા દિવસોમાં શારીરિક સંબંધ રાખવાથી પ્રેગ્નેન્સી રહી શકે ? જાણી લો

છતાં પણ જો સરકાર જમીન સંપાદનનો આગ્રહ રાખશે. તો આગામી દિવસોમાં અમે વધુ ઉગ્ર આંદોલન કરીશું. પોલીસ દ્વારા રેલી રોકવા માટે પ્રયાસો કર્યા હતા. પણ થોડા થોડા ખેડૂતો નીકળીને રેલી સ્વરૂપે ભેગા થયા હતા. અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જો સરકાર આ બાબતે કોઈ નોંધ નહિ લેતો કદાચ આ મુદ્દો ગુજરાતમાં ગરમાયા તો નવાઈ નહિ.

આ પણ વાંચો : PM MODI નો ભવ્ય રોડ-શૉ પૂર્ણ, PM MODI ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા, કમલમમાં ધારાસભ્યો-મંત્રીઓ-નેતાઓ સહિત 432 આગેવાનોની ઉપસ્થિત

આ પણ વાંચો : PM Modi in Gujarat: કોરોનાકાળ બાદ પહેલી વાર ખુલ્લી જીપમાં વડાપ્રધાનનો રોડ શો, લોકોનું અભિવાદન ઝીલતા દેખાયા

g clip-path="url(#clip0_868_265)">