Surat : પ્રિ-મોન્સુન કામગીરીનાં નામે તંત્રના લબાચા, કીમમાં ગટરમાં ખાબકેલી ગાયનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ, તંત્ર વિરૂદ્ધ લોકોમાં આક્રોશ

|

Jul 05, 2022 | 3:54 PM

5 જુલાઇ એટલે કે આજે સવારે સુરતના (Surat) કીમ ગામમાં પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ એક ખુલ્લી ગટરની કુંડીમાં ગાય ખાબકી હતી. પાંચેક ફુટ ઉંડી ગટરમાં ગાય ફસાઈ જતાં લોકોએ તેને બહાર કાઢવા માટેની કવાયત હાથ ધરી હતી.

Surat : પ્રિ-મોન્સુન કામગીરીનાં નામે તંત્રના લબાચા, કીમમાં ગટરમાં ખાબકેલી ગાયનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ, તંત્ર વિરૂદ્ધ લોકોમાં આક્રોશ
સુરતના કીમ વિસ્તારમાં એક ગટરમાં ખાબકેલી ગાયનું કરાયુ રેસ્ક્યૂ

Follow us on

સુરત (Surat)  જિલ્લાના કીમ ગામમાં આજે વહેલી સવારે પોસ્ટ ઓફિસ રોડ પર આવેલી ખુલ્લી કુંડીમાં ગાય ખાબકી હતી. પ્રિ-મોન્સુન કામગીરીના (Pre-monsoon Works) નામે કીમ ગામમાં ઠેર ઠેર ખુલ્લી ગટરોને પગલે સર્જાયેલી આ ઘટનાને કારણે સ્થાનિકોમાં વહીવટી તંત્ર વિરૂદ્ધ ભારોભાર આક્રોશ જોવા મળ્યો હતો. જો કે, ભારે જહેમત બાદ સ્થાનિકોએ ગાયનું રેસ્ક્યૂ (Cow rescue) કર્યું હતું. દુર્ઘટનાને કારણે ગાય ઈજાગ્રસ્ત થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

ગાયને ગટરમાંથી બહાર કાઢતી વખતે પહોંચી ઇજા

5 જુલાઇ એટલે કે આજે સવારે કીમ ગામમાં પોસ્ટ ઓફિસ રોડ પર આવેલ એક ખુલ્લી ગટરની કુંડીમાં ગાય ખાબકી હતી. પાંચેક ફુટ ઉંડી ગટરમાં ગાય ફસાઈ જતાં લોકોએ તેને બહાર કાઢવા માટેની કવાયત હાથ ધરી હતી. સ્થાનિક લોકો દ્વારા ગાયને દોરડું બાંધીને બહાર ખેંચવામાં આવી હતી અને સલામત રીતે ગાયને બચાવી લેવામાં આવી હતી. જોકે ગાયને ગટરમાંથી બહાર કાઢતી વખતે ગાયને ઇજાઓ પણ પહોંચી હતી. પશુ ચિકિત્સકની મદદથી ગાયને પ્રાથમિક સારવાર સ્થળ પર જ આપવામાં આવી હતી.

ભારે જહેમત બાદ ગાયને ગટરમાંથી બહાર કાઢવામાં સ્થાનિકોને સફળતા સાંપડી હતી. આ દરમ્યાન ગાયને ઈજા પહોંચી હોવાને કારણે લોકોમાં તંત્રની લાપરવાહી વિરૂદ્ધ ભારોભાર આક્રોશ પણ જોવા મળ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સ્થાનિકોમાં ભારે આક્રોશ

જોકે આ ઘટના બાદ સ્થાનિકોમાં આક્રોશ એટલા માટે પણ હતો કે, આજે ખુલ્લી ગટરમાં એક ગાય ખાબકી છે, પણ આવતીકાલે કોઈપણ વ્યક્તિ તેમાં પડી શકે છે. જો આવું બને તો તે ઘટના પાછળ જવાબદાર કોણ એવો આક્રોશ પણ સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો. સાથે જ એવી માગણી કરી હતી કે, નગરમાં જેટલા પણ ખુલ્લા ગટર કે બોરવેલ છે, તેને તાકીદે બંધ કરવામાં આવે જેથી આવી દુર્ઘટના બનતા અટકે.

સ્થાનિકોએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીના નામે મોટા ભાગના વિસ્તારોમાં ગટર – કુંડી ખુલ્લી મુકી દેવામાં આવી છે અને કારણે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઘટનાનું પુનરાર્વતન થાય તો નવાઈ નહીં. આ સિવાય પાણી ભરાઈ જવાની સ્થિતિમાં રાહદારીઓ પણ ગટરમાં ખાબકે તેવી આશંકા સાથે સ્થાનિકો દ્વારા તંત્રની કામગીરી વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Next Article