AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : શહેરમાં ગણેશ વિસર્જન માટે પાંચ હજાર પોલીસ જવાન સહિતનો કાફલો સજ્જ

આ વખતે 68 હજાર પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. કૃત્રિમ તળાવમાં ગણેશ ભક્તોને તળાવની અંદર પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Surat : શહેરમાં ગણેશ વિસર્જન માટે પાંચ હજાર પોલીસ જવાન સહિતનો કાફલો સજ્જ
surat police commissioner (File Image )
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 07, 2022 | 3:49 PM
Share

આગામી ગણેશ (Ganesh Chaturthi )વિસર્જનની પ્રક્રિયાને લઈને સુરત શહેર પોલીસ(Police ), પાલિકા અને શાંતિ સમિતિ દ્વારા સંકલન સાંધી શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન પ્રક્રિયા સંપન્ન થાય તે માટેની વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવી છે.જે માટે શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તની માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.જે અંગે સુરત પોલીસ કમીશ્નર અજય તોમર દ્વારા અઠવાલાઇન્સ સ્થિત પોલીસ કમિશનર કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં આગામી ગણેશ વિસર્જનને લઈ ત્રણ હજાર જેટલા એફઓપી, પાંચ હજાર જેટલા હોમગાર્ડ અને પોલીસના જવાનો સહિત ચૌદ જેટલી એસઆરપી અને એક રેપીડ એક્શન ફોર્સની ટીમની પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે.

આ વખતે ડુમસ અને હજીરાના દરિયામાં પાંચ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી પ્રતિમાનું પણ વિસર્જન કરવામાં આવશે.જ્યારે શહેરના 19 જેટલા કૃત્રિમ તળાવો પરથી પાંચ ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન કરાશે. આજથી બે દિવસ બાદ સુરત શહેરમાં ગણેશ વિસર્જન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે માટેની તમામ વ્યવસ્થા તંત્ર તરફથી કરી લેવામાં આવી છે. ગણેશ વિસર્જન ની પ્રક્રિયાને લઇ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે.

પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે શહેરમાં ગણેશ વિસર્જન ની પ્રક્રિયા હાથ ધરાશે.જેમાં પાંચ હજાર જેટલા હોમગાર્ડ, ટીઆરબી સહિત પોલીસના જવાનો સુરક્ષા-વ્યવસ્થામાં તૈનાત રહેશે. આ અંગે સુરત પોલીસ કમિશનર અજય તોમરની અધ્યક્ષતામાં અઠવાલાઇન્સ સ્થિત પોલીસ ભવન ખાતે પત્રકાર પરિષદ મળી હતી.

જેમાં સુરત મહાનગરપાલિકાના સ્ટેડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલ, સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કીટવાલા,હિન્દૂ મિલન મંદિરના મહંત અમરીશાનંદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.પત્રકાર પરિષદને સંબોધતા પોલીસ કમિશ્નર અજય તોમરએ જણાવ્યું હતું કે,હાલ ગણેશ વિસર્જનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.શાંતિ સમિતિના આગેવાનો જોડે બેઠક કરવામાં આવી છે. જેમાં ગણેશ વિસર્જન બાબતે ચર્ચા થઈ છે.

હાલ સુરતમાં ગણેશ ઉત્સવ ધૂમધામથી ઉજવાય રહ્યો છે.જ્યાં પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. હાલ 5233 ગણેશ આયોજકો દ્વારા પરવાનગી માંગવામાં આવી છે.જે પૈકી 4200 લોકોને પરવાનગી આપવામાં આવી છે.જ્યારે બાકીના લોકોને પરવાનગી આપવાની બાકી છે.

સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન કેમેરાથી રખાશે નજર

આ વખતે 68 હજાર પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે.કૃત્રિમ તળાવ વખતે ગણેશ ભક્તોને તળાવની અંદર પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.બીજી તરફ ગણેશ વિસર્જનને લઈ ત્રણ હજારથી વધુ એફઓપી બંદોબસ્ત માં રહેશે.જ્યારે 82 જેટલા સીસીટીવી ગોઠવવામાં આવ્યા છે.આ સિવાય શહેરના સીસીટીવી અને પાલિકાના સીસીટીવી થી સતત મોનીટરીંગ કરવામાં આવશે.આ સિવાય 15 જેટલા ડ્રોન કેમેરાથી સંવેદનશીલ વિસ્તાર અને ભીડભાડવાળા વિસ્તારોમાં નજર રાખવામાં આવશે.975 પોલીસ કર્મચારીઓ બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ રહેશે.

ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો વગાડવા પર પ્રતિબંધ

આઠ જેટલી કવિક રિસ્પોન્સ ટીમ સજ્જ રહેશે.તમામ વિસ્તારમાં બાઇક દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે.ઉપરાંત ધાબા પોઇન્ટ પણ રાખવામાં આવશે.જેમાં પોલીસ જવાનો બંદોબસ્ત માં તૈનાત રહેશે.સ્થાનિક પોલીસ દ્વારા પણ ફૂટ પેટ્રોલીગ કરવામાં આવશે.સોશિયલ મીડિયા પર પણ સતત મોનીટરીંગ કરવામાં આવશે,જેથી કોઈ ગેરસમજ ના થાય.ગણેશ વિસર્જનમાં 5 હજાર પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત માં રહેશે. છેલ્લા એક માસમાં 40 લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં અને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.ધાર્મિક લાગણી દુભાય તેવા ડીજે પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આટલો રહેશે બંદોબસ્ત

ગણેશ વિસર્જન ને લઈ આયોજકોએ અગાઉથી રૂટ ની માહિતી ખાતરી કરી લેવાની રહેશે.મહાનગર પાલિકા અને પોલીસ સંકલનમાં છે.બંને તંત્ર એક ટીમની જેમ કામ કરી રહ્યા છે.મોટા ભાગના લોકોએ માટીની પ્રતિમા ઘરે જ વિસર્જન કરવાનો નિર્ણય કર્યો છે. તાપી અને હજીરા દરિયામાં પોલીસની ત્રણ બોટ કાર્યરત રહેશે.સાથે 12 ક્રેનનો ઉપયોગ કરવામાં આવશે.વજ્ર વાહનો પણ સંવેદનશીલ વિસ્તારોમાં કાર્યરત રહેશે.

RAF અને SRP ની ટીમ પણ બંદોબસ્ત માં રહેશે. તદઉપરાંત 16 ડીસીપી અને એસપી પણ ગણેશ વિસર્જનના બંદોબસ્ત હાજર રહેશે.શહેર 28 એસીપી,95 પીઆઇ,263 પીએસઆઇ,14 એસઆરપી ની કંપની ,1 RAF ની કંપની બંદોબસ્ત માં રહેશે.સુરત શહેરમાં ફાયર ના જવાનો,બેલદારો, કર્મચારીઓ પણ કાર્યરત રહેશે.પાંચ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી પ્રતિમા ડુમસ અને હજીરા ના દરિયામાં વિસર્જિત કરવામાં આવશે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">