AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સરોલી વિસ્તારમાં એક ટ્રક ચાલકે 6 વર્ષીય બાળકને અડફેટે લેતા મોત થયું

સુરતના સરોલી વિસ્તારમાં આ ઘટના સામે આવી છે. જેમાં બાળકનું ટ્રક સાથે અકસ્માત સર્જાતા મોત નીપજયું છે. જે સમગ્ર બાબતને લઈ પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Surat : સરોલી વિસ્તારમાં એક ટ્રક ચાલકે 6 વર્ષીય બાળકને અડફેટે લેતા મોત થયું
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 17, 2023 | 1:34 PM
Share

સુરતના સરોલી વિસ્તારમાં એક ટ્રક ચાલકે 6 વર્ષીય બાળકને અડફેટે લેતા બાળકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. મહત્વનું છે કે સારવાર દરમાયન બાળકનું મોત થયું છે. બાળકના મોતને લઈને હોસ્પિટલમાં પરિવારનું હૈયાફાટ રુદન સામે આવ્યું હતું. આ સાથે જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી

બાળકનો ટ્રક સાથે થયો હતો અકસ્માત

સુરતમાં વારંવાર અકસ્માતના બનાવો સામે આવે છે અને આ અકસ્માતમાં કેટલા વડીલો તેમજ બાળકો મોતને ભેટતા હોવાની ઘટના પણ સામે આવતી રહે છે. હાલ આવી જ એક ઘટના સુરતના સરોલી વિસ્તારમાં સામે આવી છ. જેમાં બાળકનો ટ્રક સાથે અકસ્માત સર્જાતા મોત નીપજયું છે. જે સમગ્ર બાબતને લઈ પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શ્રમજીવી પરિવાર કામ કરી રહ્યો હતો

મળતી માહિતી મુજબ સરોલી વિસ્તારમાં કન્ટ્રક્શન સાઈટ પર એક શ્રમજીવી પરિવાર કામ કરી રહ્યો હતો અને આ પરિવારનો 6 વર્ષીય બાળક ત્યાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો આ સમય દરમ્યાન ત્યાં સ્થળ પર કપચી ઠાલવવા આવેલી એક ટ્રકે 6 વર્ષીય બાળકને અડફેટે લેતા દુર્ઘટના સર્જાઈ હતી.

બાળકનું મોત થતા પરિવાર શોકમાં

ટ્રકની અડફેટે બાળક આવી જતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ત્યાં લોકોનું ટોળું એકઠું થયું. મહત્વનુ છે કે, ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાળકનું મોત નીપજ્યું છે. બાળકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો અને હોસ્પિટલમાં હૈયાફાટ રુદન સામે આવ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રક ચાલકે હોર્ન નહિ વગાડયો હોવાનો આક્ષેપ

બાળકના પિતા પ્રેમભાઈએ જણાવ્યું હતું કે, અમે સિમેન્ટ નાખવાનું કામ કરી રહ્યા હતા અને દીકરો ત્યાં અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો. ત્યારે ત્યાં એક ટ્રક આવી હતી અને ટ્રક ચાલકે હોર્ન પણ વગાડવામાં આવ્યો નહિ હતો જેને લઈ ટ્રકે દીકરાને અડફેટે લેતા તેને ઇજા થઇ છે. બાળકને સ્થળ ઉપરથી હોસ્પિટલમાં લઈ જતાં તેનું મોત નીપજ્યું હોવાનું ડોક્ટર જણાવ્યુ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">