Surat: 10 મા ધોરણની કિશોરી સોશિયલ મીડિયાના પ્રેમીને મળવા ભાગી ગઈ અજમેર, પછી જે થયું તે જાણીને ચોંકી જશો

Surat: 10મા ધોરણમાં અભ્યાસ કરતી કિશોરી તેના સોશિયલ મીડિયા પ્રેમીને મળવા અજમેર ભાગી ગઈ હતી. એ બાદ જે થયું તે જાણીને તમે પણ હેરાન રહી જશો.

Surat: 10 મા ધોરણની કિશોરી સોશિયલ મીડિયાના પ્રેમીને મળવા ભાગી ગઈ અજમેર, પછી જે થયું તે જાણીને ચોંકી જશો
social media love (File Image)

Surat: સોશિયલ મીડિયાની (Social Media) મૈત્રી ઘણીવાર ખતરનાક ઘટના તરફ દોરી જતી હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતની એક કિશોરી ઘરેથી સ્કૂલે જવાનું કહીને અજમેર પહોંચી ગઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે આ કિશોરી અજમેર (Ajmer) તેના સોશિયલ મીડિયામાં બનેલા પ્રેમી પાસે ગઈ હતી. પરંતુ એ યુવક તેને મળવા આવ્યો ન હતી.

વિગતવાર વાત કરીએ તો ગોડાદરા વિસ્તારની સ્કૂલમાં 15 વર્ષની કિશોરી અભ્યાસ કરે છે. જે ઘરેથી સ્કૂલ જવા માટે નીકળ્યા બાદ પરત આવી ન હતી. ત્યારે તેનો પરિવાર મુંજાઈ ગયો હતો. આ પરિવાર મૂળ હરિયાણાનો છે તો સુરતના પુણા વિસ્તારમાં રહે છે. ધોરણ 10 માં અભ્યાસ કરતી આ કિશોરી ઘરેથી નીકળીને પરત ના ફરતા તેની મમ્મી તેને લેવા સ્કૂલે પહોંચી હતી. ત્યાં જઈને ખ્યાલ આવ્યો કે તેમની દીકરી સ્કૂલમાં ગઈ જ ન હતી.

બાદમાં તેઓએગોડાદરા પોલીસમાં અજાણ્યા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ પોતે પણ દીકરીની શોધખોળ શરુ કરી હતી. આ દરમિયાન પોલીસ પણ તપાસ કરી રહી હતી. તો શનિવારે ગુમ થયેલી યુવતીનો રવિવારે સવારે તેના પિતાને ફોન આવે છે. અને તે કહે છે કે તે અજમેર છે. આ સાથે યુવતી તેના પિતાને અજમેર લેવા આવવાનું કહે છે.

કિશોરીના પિતા અને પોલીસની એક ટીમ દીકરીને લેવા અજમેર જવા રવાના થયા હોવાની માહિતી સામે આવી છે. તો હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવતીની સોશિયલ મીડિયા પર એક યુવક મિત્રતા થઇ હતી. આ અજાણ્યા વ્યક્તિને એ ક્યારેય મળી ન હતી. તો એકબીજાને જોયા પણ ન હતા. અને આ મૈત્રી ફોન પર જ વધીને પ્રેમસંબંધમાં પરિણમી હતી.

વિદ્યાર્થિનીએ રેલવે સ્ટેશન જઈ ડ્રેસ ચેન્જ કરી લીધો

મળેલી માહિતી પ્રમાણે કિશોરી એક યુવક સાથે ઓનલાઇન ચેટ કરતી હતી. જેમાં તેઓ પ્રેમમાં પડ્યા હતા. ત્યાં આ કથિત પ્રેમીએ કિશોરીને મળવા અજમેર બોલાવી હતી. કીશોતી શનિવારે સ્કૂલ જવાના બદલે અજમેર નીકળી ગઈ હતી. તે થોડા રૂપિયા અને એક ડ્રેસ સાથે લઈ ગઈ હતી. પ્રથમ તે સ્કૂલના ગેટમાં પ્રવેશીને રેલવે સ્ટેશને ગઈ હતી. ત્યાં યુનિફોર્મ કાઢીને સાદો ડ્રેસ પહેરી લીધો હતો.

યુવતી અજમેર ગઈ પરંતુ ત્યાં તેનો કથિત પ્રેમી મળવા આવ્યો નહીં. ત્યાંથી પ્રેમીને સંપર્ક કરતા કોઈ રિસ્પોન્સ મળ્યો ન હોવાની વાત સામે આવી છે. અને ત્યારે તેણીએ પિતાને ફોન કરીને કહ્યું કે, હું અજમેરમાં છું, મને લેવા આવો. વિદ્યાર્થિની અજમેરથી મળી આવતા પરિવારે રાહત અનુભવી છે.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલ સાથે પાટીદાર અગ્રણીઓની આજે મહત્વની બેઠક, જાણો કયા કયા મુદ્દે થશે રજૂઆત!

આ પણ વાંચો: Gandhinagar: ઓમિક્રોનને પગલે કલેક્ટરનું જાહેરનામું, વિદેશી લોકોએ આ ગાઇડલાઇડનું કરવું પડશે પાલન

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati