Surat : પાર્ટ- ટાઈમ જોબની લાલચ આપી યુવક પાસેથી 7.64 લાખ પડાવ્યા, ત્રણ આરોપી ઝડપાયા

|

Jan 11, 2023 | 4:31 PM

સુરતમાં રહેતા યુવકને ટેલીગ્રામ મારફતે સંર્પક કરી પાર્ટટાઈમ જોબની ઓફર આપી અલગ અલગ ટાસ્ક પેટે 7.64  લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા આ મામલે યુવકે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિલ્હી ખાતેથી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

Surat : પાર્ટ- ટાઈમ જોબની લાલચ આપી યુવક પાસેથી 7.64  લાખ પડાવ્યા, ત્રણ આરોપી ઝડપાયા
Surat Crime Branch Arrest Accused

Follow us on

સુરતમાં રહેતા યુવકને ટેલીગ્રામ મારફતે સંર્પક કરી પાર્ટટાઈમ જોબની ઓફર આપી અલગ અલગ ટાસ્ક પેટે 7.64  લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા આ મામલે યુવકે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિલ્હી ખાતેથી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. સુરતમાં રહેતા યુવકને 21-11-2022 થી 30-11-2022 સુધી ટેલીગ્રામ ઉપર આંકાશા, ગંગા દીપર નામના ઈસમો તથા મોબાઈલ પર ફોન કરી પાર્ટટાઈમ જોબ આપવાની વાતચીત કરી હતી. યુવકે પાર્ટટાઈમ જોબ માટે હા કહેતા એક લીંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અને યુવકને ટાસ્ક આપતા યુવકે તે ટાસ્ક પૂરો કર્યો હતો જેથી પ્રથમ તેને 800 રૂપિયા વળતર આપવામાં આવ્યું હતું. બાદમાં યુવકે 1.06 લાખ રૂપિયા ટાસ્ક માટે ચૂકવતા તેને 1.31 લાખ રૂપિયા પરત આપવામાં આવ્યા હતા.

જેથી યુવકને વિશ્વાસ આવી જતા આગળનો ટાસ્ક મેળવવા માટે ટોળકીએ 7.64 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને બાદમાં કોઈ ટાસ્ક ન આપી તેમજ રૂપિયા પરત ન આપી ઠગાઈ આચરવામાં આવી હતી. પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું માલુમ પડતા યુવકે આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

પોલીસે જણાવ્યું હતું કે આ ગુનામાં તપાસ કરી રહેલી સાયબર ક્રાઈમ પોલીસે દિલ્હી ખાતેથી અમિત નરેકુમાર સુખદેવ ગહેલાવત 32, મન્નુ મુલખરાજ ગુરદીતામલ 44 અને રમણ વિનોદકુમાર જયગોપાલ ગોલાની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપીઓએ પડાવેલી તમામ રકમ કબજે કરવામાં આવી છે. આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અન્ય વ્યક્તિ સાથે પણ આવી રીતે ઠગાઈ કરી છે કે કેમ તે મામલે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Article