Surat: કામરેજના નવી પારડીમાં કેમિકલ ચોરીના ગુનામાં 11 આરોપીઓની ધરપકડ, 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

|

Jun 24, 2022 | 8:03 PM

સુરત (Surat) જિલ્લાના કામરેજ વિસ્તારમાં કેમિકલ ચોરો (Chemical thieves) પર પોલીસે પસ્તાળ પાડી હતી. કામરેજ તાલુકાના નવી પારડી ગામની સીમમાં આવેલા શિવ શક્તિ હોટેલના પાછળના ભાગે આવેલા નેશનલ ઈન્ડસ્ટ્રીના પ્લોટમાં રેડ પાડી હતી.

Surat: કામરેજના નવી પારડીમાં કેમિકલ ચોરીના ગુનામાં 11 આરોપીઓની ધરપકડ, 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
સુરત પોલીસે 11 કેમિકલ ચોરને ઝડપ્યા

Follow us on

સુરતમાં (Surat) કામરેજના નવી પારડી નજીક કેમિકલ ચોરી (Chemical theft) કરી વેચાણ કરતા મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. કામરેજ પોલીસે (Kamarej police) કેમિકલ ચોરીના ગુનામાં 11 આરોપીની ધરપકડ કરી છે તો એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે કેમિકલ, ડ્રમ, મોબાઈલ અને સામાન મળી 5.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તો આ ગુનામાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે અંગે પુછપરછ હાથ ધરી છે.

નેશનલ ઈન્ડસ્ટ્રીના પ્લોટમાંથી ઝડપાયુ ચોરી કરેલુ કેમિકલ

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં કેમિકલ ચોરો પર પોલીસે પસ્તાળ પાડી હતી. કામરેજ તાલુકાના નવી પારડી ગામની સીમમાં આવેલા શિવ શક્તિ હોટેલના પાછળના ભાગે આવેલા નેશનલ ઈન્ડસ્ટ્રીના પ્લોટમાં રેડ પાડી હતી. જ્યાં તેમણે મોટા પ્રમાણમાં કેમિકલ ચોરી કરાયેલો જથ્થો ઝડપી પાડ્યો હતો. બાતમીના આધારે પહોંચેલા પોલીસ કર્મચારીઓએ એક નહીં બે નહીં, પરંતુ 11 આરોપીની ધરપકડ  કરી હતી. સાથે જ કેમિકલ, ડ્રમ , મોબાઈલ અને સામાન મળી કુલ પાંચ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આરોપીઓ એકબીજાની મદદથી કેમિકલ ચોરતા

કામરેજ પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ એક બીજાની મદદગારીથી કેમિકલ ચોરતા હતા. તેઓ હાઈવે પર ઉભેલ ટ્રકને નિશાન બનાવતા હતા અને તેમાંથી કેમિકલ કાઢી લઈને બારોબાર વેચી દેતા હતા. કેમિકલ ચોરો પાસેથી પોલીસે હાલ 5.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જે પછી તમામ આરોપીઓ યુપી અને જામનગર વિસ્તારના હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓ હાઈ વે પર ઉભેલ ટ્રક ચાલકની નજર ચૂકવી લેતા અને બાદમાં એ કેમિકલનું નજીવા ભાવે વેચાણ કરતા હતા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું રેકેટ ઝડપાયુ

પોલીસ દ્વારા નજીકની લેબોરેટરીમાં રેડ કરવામાં આવી હતી. ગોડાઉનમાં કેમિકલ ભરેલા ટેન્કરમાંથી કેમિકલ ચોરીનું રેકેટ ચાલી રહ્યું હતું. જેના ભાગ રૂપે પોલીસે ગોડાઉનમાંથી પ્લાસ્ટિકના ક્રમમાં અલગ અલગ પ્રકારના કેમિકલના જથ્થા સહિત 5.17 લાખની કિંમતનો મુદ્દામાલ તેમજ 11 જેટલા આરોપીઓને ગોડાઉનમાંથી ઝડપી પાડ્યા હતા.

(વીથ ઇનપુટ- જીજ્ઞેશ મહેતા, બારડોલી)

Next Article