Surat : અમુલ બાદ હવે સુમુલ ડેરીએ દુધના ભાવમાં કર્યો વધારો, આગામી અઠવાડિયાથી નવા ભાવ અમલી

|

Aug 19, 2022 | 7:20 AM

એક તરફ પેટ્રોલ-ડીઝલ અને શાકભાજીના ભાવ આસમાને છે અને હવે દૂધમાં થયેલા ભાવધારાને કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

Surat : અમુલ બાદ હવે સુમુલ ડેરીએ દુધના ભાવમાં કર્યો વધારો, આગામી અઠવાડિયાથી નવા ભાવ અમલી
Sumul Dairy

Follow us on

Surat News : જનતા પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે.અમુલ બાદ હવે સુમુલ ડેરી (Sumul Dairy) દુધના ભાવમાં વધારો કર્યો છે.પ્રતિલિટર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો સુમુલે વધારો કર્યો છે.સાથે જ સુમુલ તાજા દૂધમાં પણ 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.મહત્વનું છે કે આગામી અઠવાડિયાથી દૂધના (Sumul Milk) ભાવમાં વધારો અમલી કરાશે. એક તરફ પેટ્રોલ-ડીઝલ અને શાકભાજીના ભાવ આસમાને છે અને હવે દૂધમાં થયેલા ભાવધારાને કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

અમૂલે દૂધના ભાવમાં પણ વધારો ઝીંકાયો હતો

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (Amul Federation), કે જેમના દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવામાં આવે છે તેમના દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત, દિલ્હી એનસીઆર, મુંબઈ, પશ્ચિમ બંગાળ અને અન્ય તમામ બજારોમાં તારીખ 17ઓગસ્ટ 2022થી દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2 નો વધારો કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદ અને સૌરાષ્ટ્રના બજારોમાં તારીખ 17 ઓગસ્ટ 2022 થી 500 મિલી અમૂલ ગોલ્ડનો (Amul Gold) ભાવ રૂ. 31, જ્યારે 500 મિલી અમૂલ તાઝાનો ભાવ રૂ. 25 અને 500 મિલી અમૂલ શક્તિ દૂધનો ભાવ રૂ. 28 પ્રતિ થશે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2 નો વધારો થયેલ છે જે મહતમ વેચાણ કિમતમાં ટકાવારીની દ્રષ્ટિએ 4% નો વધારો સૂચિત કરે છે જે હજુ પણ સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ગત વર્ષની સરખામણીમાં પશુઓના ખોરાકનો ખર્ચમાં અંદાજીત 20% જેટલો વધારો થયેલ છે. ઇનપુટ ખર્ચ અને પશુઓના ખોરાકમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, અમૂલ ફેડરેશનના સંલગ્ન દૂધ સંઘો દ્વારા પણ ખેડૂતોના દૂધ સંપાદનના ભાવમાં પાછલા વર્ષની સરખામણીએ 8-9% જેટલો વધારો કર્યો છે. અમૂલ દ્વારા દુધના ભાવમાં પ્રતિ લિટરે રૂ.2નો વધારો, 17 ઓગસ્ટથી અમલી બનશે.

Published On - 7:16 am, Fri, 19 August 22

Next Article