Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમૂલના શોખીનોએ જાણવુ જરૂરી, વિવિધ પ્રોડક્ટ્સમાં આજથી ઝીંકાયો છે ધરખમ વધારો

દૂધથી બનેલી પેક્ડ પ્રોડક્ટમાં 5 ટકા જીએસટી (GST) લાગૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અમૂલના મસ્તી દહી(Curd)  અને લસ્સીના પાઉચમાં આજથી જ નવો ભાવ વધારો અમલી થઈ જશે.

અમૂલના શોખીનોએ જાણવુ જરૂરી, વિવિધ પ્રોડક્ટ્સમાં આજથી ઝીંકાયો છે ધરખમ વધારો
AMUL DAIRY
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 8:06 AM

ગુજરાત(Gujarat)  સહિત દેશમાં સતત વધતી મોંઘવારીથી(inflation)  સામાન્ય જનતા પિસાઈ રહી છે.ખાણી પીણીની વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે અમૂલે પોતાના અલગ- અલગ પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કર્યો છે.મહત્વનું છે કે, દૂધથી બનેલી પેક્ડ પ્રોડક્ટમાં 5 ટકા જીએસટી (GST) લાગૂ કરવામાં આવ્યો છે.જેના કારણે અમૂલે પણ પોતાની વિવિધ પેક્ડ પ્રોડક્ટના(Amul products)  ભાવમાં વધારો ઝીંક્યો છે.જે અંતર્ગત અમૂલના મસ્તી દહી(Curd)  અને લસ્સીના પાઉચમાં આજથી જ નવો ભાવ વધારો અમલી થઈ જશે.

દુધની પ્રોડક્ટ પર 5 ટકા GST લાદવામાં આવ્યો

અમૂલ દહીના 400 ગ્રામના પાઉચ ઉપર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.જે બાદ નવો ભાવ 32 થયો છે.આજ રીતે મસ્તી દહીના 1 કિલોના પાઉચમાં 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.170 મીલી છાશના પેકેટમાં રૂપિયા 1નો વધારો, અમૂલ લસ્સી 170 ગ્રામના પેકેટમાં રૂપિયા 1નો વધારો થયો છે.

Astrology : વર્ષના પહેલા સૂર્યગ્રહણ અને શનિના ગોચરનું અશુભ સંયોજન, આનાથી કોને અસર થશે?
12મા ધોરણ પછી JEE બેસ્ટ છે કે NEET ? જાણો કયા બનાવવું કરિયર
Vastu Tips : તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી શું થાય છે?
Vastu tips : ઘરમાં સુગરીનો માળો રાખવાના ચમત્કારિક ફાયદા જાણી લો
ક્યાં જતી રહી કૃણાલ પંડ્યાની પત્ની ?
40 રુપિયાના આ જુગાડથી ફુલ સ્પીડમાં ચાલવા લાગશે તમારા ઘરનો પંખો !

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો અગાઉ અમૂલ ડેરીએ  પશુપાલકો પાસેથી લેવાતા દૂધના ખરીદી ભાવમાં (Procurement Price) 10 રૂપિયાનો વધારો કરીને પશુ પાલકોને મોટી રાહત આપી હતી. આ સાથે જ અમૂલ ડેરીએ દૂધ ખરીદીનો પ્રતિ કિલો ફેટનો નવો ભાવ 740 રૂપિયા થયો છે. જે ભાવ અગાઉ 730 રૂપિયા હતો. અમૂલ ડેરીએ કરેલા નિર્ણયનો સીધો લાભ આણંદ, ખેડા, મહીસાગર જિલ્લાના 6 લાખ પશુપાલકોને મળશે.

g clip-path="url(#clip0_868_265)">