અજીબોગરીબ કિસ્સો : સુરતની આ શાળામાં શિક્ષિકાની વિચિત્ર હરકતોથી શાળામાં જતા વિદ્યાર્થીઓ ભયભીત. ગ્રામજનોએ તાળુ મારી દીધુ
શિક્ષિકા બાળકોને ભણાવતા સમયે ક્લાસરૂમમાં સુઈ જઈને આળોટવા માંડે છે. બાળકો ભયભીત બને તેવી વિચિત્ર હરકતો કરતા બાળકો ક્લાસરૂમ માંથી નીકળી બહાર જતા રહે છે.

સુરતના (Surat )કોસંબા વિસ્તારમાં એક શાળામાં શિક્ષિકાના (Teacher )કારણે વિદ્યાર્થીઓ શાળાએ જતા ખુબ જ ગભરાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ(Students ) શિક્ષિકાના માર કે અભ્યાસને કારણે જતા નથી ડરી રહ્યા પણ શિક્ષિકા દ્વારા ચાલુ વર્ગખંડમાં જે અજીબોગરીબ હરકતો કરવામાં આવે છે, તેના કારણે વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ના પાનસરા ગામે આવેલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી એક શિક્ષિકા કેટલાક સમયથી માનસિક અવસ્થા હોય શાળામાં ચાલુ ક્લાસે ક્લાસરૂમમાં સુઈ જઈ બાળકો ભયભીત બને તેવી હરકત કરતા ગ્રામજનોએ શાળાને તાળું મારી દઈ વિચિત્ર હરકત કરતી શિક્ષિકાની બદલી કરવાની માંગ કરવામાં આવી છે. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ સંચાલિત પાનસરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે . શાળામાં મહિલા આચાર્ય સહિત ચાર શિક્ષકો ફરજ બજાવે છે. જે પૈકી એક શિક્ષિકા ઘણા લાંબા સમયથી માનસિક બીમાર અવસ્થામાં હોવાના કારણે સારવાર ચાલી રહી છે.
શિક્ષિકા બાળકોને ભણાવતા સમયે ક્લાસરૂમમાં સુઈ જઈને આળોટવા માંડે છે. બાળકો ભયભીત બને તેવી વિચિત્ર હરકતો કરતા બાળકો ક્લાસરૂમ માંથી નીકળી બહાર જતા રહે છે. શિક્ષિકા ની માનસિક અસ્વસ્થ હાલતમાં હરકતોથી ગ્રામજનોએ શિક્ષિકાની બદલી ની માંગ કરવા મજબૂર બન્યા છે . લાંબા સમયથી શિક્ષિકાની હરકતોને કારણે પાનસરાના ગ્રામ વાસીઓએ શાળાને તાળું મારી દઈ શિક્ષિકાની બદલી ની માંગ કરવામાં આવી હતી.
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભુપેન્દ્ર મોદીએ શિક્ષિકા અને માનસિક અસ્વસ્થાના કારણે બાળકો ભયભીત બને તેવી હરકત અંગે જિલ્લા પંચાયત ખાતે રિપોર્ટ પણ કર્યો હોવાનું જાણવા મળે છે. શાળાના આચાર્ય દ્વારા પણ શિક્ષિકા ના વર્તન અંગે તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, શિક્ષિકાના વર્તન અંગે નો મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ જગતમાં આ બાબતે ભારે ચકચાર મચી જવા પામી છે.