રાજ્યમાં નેતાઓએ પોતપોતાના ક્ષેત્રમાં કરી 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી- જુઓ વીડિયો
દેશમાં હર્ષોલ્લાસ સાથે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. રાજ્યના રાજકીય અગ્રણીઓએ પણ પોતોપોતાના ક્ષેત્રમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા. હર્ષ સંઘવીએ સુરતમાં ધ્વજવંદન કર્યુ. સી.આર. પાટીલે કમલમ ખાતે ધ્વજવંદન કર્યુ જ્યારે કોંગ્રેસ મુખ્યાલયે શક્તિસિંહ ગોહિલે ધ્વજવંદન કર્યુ.
દેશમાં આજે 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. રાજ્ય સહિત દેશભરમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. નેતાઓએ પણ ધ્વજવંદન કરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં કામરેજના વાવ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરી હતી. જેમાં અનેક અધિકારીઓ, પદાધિકારી અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ તરફ ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ધ્વજવંદન કર્યું અને નિવેદન આપતા કહ્યું કે શહીદોની શહીદી અને ત્યાગ એળે નહીં જાય.
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ દહેગામમાં ધ્વજવંદન કરી નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. આ તરફ અમદાવાદમાં કોંગ્રેસ મુખ્યાલયે પ્રદેશ પ્રમુખશ શક્તિસિંહ ગોહિલે કાર્યકરો સાથે ધ્વજવંદન કર્યું અને ત્રિરંગાને સલામી આપી હતી.
75માં પ્રજાસત્તાક પર્વે રાજ્યમાં અનોખા રંગ જોવા મળ્યા. રાજ્યવાસીઓ તો ખરા પરંતુ ભગવાન પણ દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા. બોટાદના સાળંગપુરમાં કષ્ટભંજન દેવને ત્રિરંગાના વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
