ઉત્તરાયણ પર કોરોનાનું ગ્રહણ, પતંગ બજારમાં ભીડ પણ ખરીદી ફીક્કી
આ વર્ષે કઇક અલગ જોવા મળી રહ્યુ છે. લોકોમાં ઉત્તરાયણનો ઉત્સાહ તો છે, પરંતુ બજારમાં પતંગ અને દોરીના ભાવ મોંઘા હોવાથી દર વર્ષ કરતા ઘરાકીમાં ઘટાડો નોંધાયો છે.
ઉત્તરાયણ (Uttarayan)ના તહેવાર(Festival)ને હવે ગણતરીના દિવસ જ બાકી છે. પણ આ તહેવાર પર જાણે કોરોનાનું ગ્રહણ લાગ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે, બજારોમાં લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. જો કે પતંગ (Kite)અને દોરી (Thread)ની ખરીદી ખૂબ ઓછી જોવા મળી રહી છે.
પતંગ બજારમાં ખરીદી ફીક્કી
ઉત્તરાયણના પર્વને લઇને ગુજરાતીઓ દર વર્ષે ઉત્સાહિત જોવા મળતા હોય છે. ઉત્તરાયણના ઘણા દિવસ પહેલાથી પતંગ બજારોમાં ભીડ ઉમટી પડે છે અને લાખો રૂપિયાની પતંગો વેચાઇ પણ જાય છે. જો કે આ વર્ષે કઇક અલગ જોવા મળી રહ્યુ છે. લોકોમાં ઉત્તરાયણનો ઉત્સાહ તો છે, પરંતુ બજારમાં પતંગ અને દોરીના ભાવ મોંઘા હોવાથી દર વર્ષ કરતા ઘરાકીમાં ઘટાડો નોંધાયો છે.
પતંગ,દોરી થયા મોંઘા
અમદાવાદના બજારોમાં લોકોની ભીડ તો જોવા મળી રહી છે, પરંતુ મોંઘા ભાવના કારણે લોકો જોઇએ તેટલી ખરીદદારી કરી રહ્યા નથી. ભાવની વાત કરીએ તો, ગત વર્ષે પતંગની એક કોડીનો ભાવ 120 રૂપિયા હતો, તે આ વખતે 160થી 180 રૂપિયા થઇ ગયો છે. 1 વારની દોરી કે જે પહેલા 500 રૂપિયા મળતી હતી, તેના ભાવ વધીને 900 રૂપિયા થઇ ગયા છે. એટલે કે દોરી 85 ટકા કરતા વધારે મોંઘી થઇ છે. ગત વર્ષે 300 રૂપિયામાં મળતી ફીરકી આ વર્ષે 500 રૂપિયામાં મળી રહી છે.
આ પણ વાંચોઃ
ગુજરાતમાં કોરોનાના 6097 કેસ નોંધાયા, બે વ્યકિતના મૃત્યુ, ઓમીક્રોનના 28 કેસ
આ પણ વાંચોઃ